આ દુનિયા તો આવી જ છે
તારા દામનમાં દાગ ન લાગે
તું જ્યાંજાય ત્યાં સંગે છે
તેના રંગ રૂપ જુદા લાગે
તે સ્થિર યા ઘુમરાય છે
સંભાળજે તને આંચકા ન લાગે
નજરના અવનવા અંદાઝ છે
તારા ડગ ડગમગવા ન લાગે
દ્રષ્ટિ નિર્મળ પાવન પવિત્ર છે
તને શાને? શાકાજે ભય લાગે
સહુના ચહેરા ઉપર ચહેરા છે
તારા ભાવને વિકાર ન લાગે
માનવ માત્ર સઘળે સરખા છે
તારા મનને મલિનતા ન લાગે
અંતિમ શ્વાસ સુધીનો સંગાથ છે
સમતા ધર, તને થાક ન લાગે