વગર કારણે શામાટે ચીંતા કરે છે ?
તું વિના કારણે કોનાથી ડરે છે ?
કોણ તને મારી શકે ?
આત્મા જનમ લેતો નથી કે મરતો નથી
જે કાંઈ બન્યું, બને છે અને બનશે તે
તારા સારા માટે જ હશે.
ભૂતકાળ માટે કોઈ દુખ લગાડીશ નહી.
ભવિષ્યની ચીંતા કરીશ નહી.
વર્તમાન વહી રહ્યો છે.
તેં શું ગુમાવ્યું કે તું રડે છે ?
તું શું લઈને આવ્યો હતો ?
તેં શું ગુમાવ્યું છે ?
તેં શું પેદા કર્યું કે તને લાગે છે તેં ખોયું?
તું કાંઈ જ લાવ્યો નહતો.
જે પણ છે તે અંહીથી જ મેળવ્યું છે.
જે કાંઈ પણ મેળવ્યું તે ઈશ્વરની ક્રુપાથી
જે કાંઈ પણ અર્પ્યું તેને જ સમર્પ્યું.
તું ખાલી હાથે આવ્યો, ખાલી જવાનો.
આજે જે કાંઈ પણ તારું છે, તે કાલે
કોઈનું હતું. આવતીકાલે બીજાનું હશે.
તેમા તું ભૂલથી મહાલે આ મારું તેમ માને.
આ મિથ્યા આનંદ જ તારા દુખનું કારણ છે.
કુદરતનું ચક્ર હંમેશા ફરતું રહે છે.
જેને અંત માને છે તે જીંદગીની શરુઆત છે.
કરોડપતીને રોડપતી બનાવવાની તાકાત તેનામા છે.
તારું,મારું,નાનું મોટુંનો ભેદ મનમાંથી કાઢી નાખ.
સઘળું તારું છે અને તું સર્વનો છે.
આ પાર્થિવ દેહ તારો નથી,તું દેહનો નથી.
આ શરીર પંચમહાભૂતમાંથી નિર્માણ થયું છે.
અગ્નિ, પાણી, વાયુ, પ્રુથ્વિ અન્ર આકાશ
તે તેમાંજ અંતે મળી જશે.
જેઓ આ સત્યને જાણે છે તેઓ
ભય, દુખ અને ચીંતાથી પર છે.
તું જે પણ કરે તે શ્રધ્ધા અને વિશ્વાસથી કર.
જેનાથી તને શાશ્વત સુખની પ્રાપ્તિ થશે.