અનંત ચૌદસ ઉજવીને આજે બધા ઘરે આવ્યા. ગણેશને
એક પ્રતિક રૂપે વિદાય આપી. કિંતુ ઘરમાં ચારેકોર નજર
ફેલાવો ગણપતિના દર્શન થશે. હિંદુત્વ અને ગણપતિ
અભિન્ન છે. આજથી ચાલુ થયો પૂર્ણમાસી. જે પ્રવર્તશે
ભાદરવા વદ અમાસ સુધી. તેના બીજા નામ છે, શ્રાધ્ધ
અથવાતો પીત્રુપક્ષ.
શ્રાધ્ધ આવે વિછડેલાંની યાદ લાવે. હૈયું ધબકારો ચૂકે.
એવું નથી કે તેમેની યાદ સતાવતી નથી. હા, તેમનો
વિયોગ હવે કોઠે પડી ગયો છે. જીવનની સત્યતાનું
નગ્ન દર્શન થયું છે. હા, હવે તો આંખો ખૂલી છે.
જે ભ્રમ હતો તે છતો થયો છે. વેર , ઝેર, ઈર્ષ્યા,
કાવાદાવા ને તિલાંજલી આપી. પવિત્રતાની
ગંગામાં ડુબકી મારી છે.
બસ હે પ્રભુ, વિજોગ પામેલા સર્વે કુટુંબીજનોની
યાદમાં આજે શ્રાધ્ધના પુણ્ય દિવસોમા હૈયામાંથી
શ્રધ્ધાજંલી. મન, વચન અને કર્મથી તેમના ચીંધેલા
માર્ગ પર ચાલવાની શક્તિ દે. સંસાર અસાર છે.
અંતિમ મુકામ દરેકનું એકજ છે. તેમાં જાતિ, ધર્મ, દેશ,
કાળ કાંઇજ બાધક નથી.