Archive for September 12th, 2009

ચાલો રસોડામા

September 12th, 2009

          આજે સોનાનો સૂરજ ઉગ્યો હતો. એક તો સૂર્યવંશી મોહિની

સૂરજ બરાબર માથે આવે એ પહેલા ખાટલા પરથી ઉતરી રસોડામાં

પધારી હતી.

                 મમ્મા, હું આજે ચા અને ટોસ્ટ બનાવીને બધાને દિલથી

સવારનો નાસ્તો કરાવીશ. મમ્મીએ ગાલે ચૂંટી ખણી. કોઈ પણ જાતના

વાદવિવાદ કર્યા વગર સંમતિની મહોર મારી દીધી. કહે બેટા તને જ્યાં

પણ સવાલ હોય ત્યાં પૂછજે. હું છાપામા સુડોકુ કરવાનો પ્રયત્ન કરું છું.

           મોહિનીને લાગ્યું શું બધા મને મૂરખ સમજો છો? હું M.B.A. ભણું

છું . શું આટલી સાધારણ વસ્તુ હું નહી બનાવી શકું.

            ચાર જણાની ચા કરવાની હતી. મોટું મસ તપેલું લીધું. ચાર કપ

પાણી મૂક્યું. આદુવાળી ચા ભાવે તેથી મોટામા મોટો કટકો આદુનો લઈ

છીણી વડે છીણી ઉકળતા પાણીમા નાખ્યો. ચમચો ભરીને વાટેલા મરી

નાખ્યા.  ઈલાયચી ન ભાવે તેથી બાકાત રાખી. ખાંડ ગમે, બે બરણીમા

સફેદ પાવડર હતો. (પુછ્યા વગર કરવું હતું ,ચાખવાનું સવારના પહૉરમા 

ન ગમે) ચાર કપ એટલે આઠ ચમચા નાખી. પછી લીધું દુધ. ઓછા દુધની

પપ્પાને નથી ભાવતી તેટલી તેને ખબર હતી.  ત્રણ કપ દુધ  નાખ્યું. બધું

ઉકળી ગયું પછી એક કપમા એક ચમચી ગણીને સાત ચમચ ચાની ભુકી 

નાખી. નાનપણમા ‘Good cup of Tea’ ભણી હતી તે યાદ હતું. ચા નાખીને

ગેસ બંધ કરી દીધો.

         કાચના કબાટમાંથી નવી સરસ કીટલી કાઢી તેમાં ગાળી.  ટેબલ સજાવી

પાંઉને કડક કરવા ટોસ્ટરમાં મૂક્યા. દોડતી જઈ પપ્પાને બોલાવ્યા, મમ્મીને બાજુમા

બેસાડી કહે ચાલો સાથે બેસીને મોજ માણીએ.

     મમ્મી ત્યાંજ હતી. બધા તાલ જોતા મનમા મુસ્કાતી હતી. કિંતુ વહાલસોઈ દિકરીને

નારાજ કરવી ન હતી. કિટલીમાંથી ચા બધાને આપે ત્યાંતો ટોસ્ટરમાંથી ધુમાડા નિકળ્યા.

મોહિની ટોસ્ટરનું સેટિંગ કરવાનું ભૂલી ગઈ હતી. પપ્પા કહે બેટા કાંઈ નહી આપણે ચાની

મોજ માણીએ. ચામાં સાકરને બદલે મીઠું નખાઈ ગયું હતું. વાઘ બકરી ખૂબજ તેજ હોય છે.

રંગ હતો એકદમ કથ્થાઈ. જેવો ચાનો કપ મોહિનીએ મોઢે માંડ્યો કે તેના ચહેરાની સિકલ

ફરી ગઈ. રડું રડું થતું તેનું મુખારવિંદ મમ્મીથી ન જોઈ શકાયું. વહાલ કરી , હાથ પસવારતા

કહે બેટા હું બનાવું તે તું જો. આજે બેસ બીજી વખત તારા હાથની——————

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.