શિસ્તબધ્ધ જીવન એટલે સફળ જીવન
યાદ રહે કે ફળફળાદિ હંમેશા ખાલી પેટે ખાવા.
પાણી આઠ ગ્લાસ પીવુ જરૂરી નથી.
જમવાની શરૂઆત કંઈક ગળ્યું ખાઈને કરવી.
જેથી બધા સ્વાદના ગ્લાન્ડ સતેજ થાય અને પાચન સારું થાય.
પ્રાણાયામ કરવાથી યાદ શક્તિ વધે છે.
મગજની સમતુલા જળવાય છે.
પેટને સાફ રાખવા નરણે કોઠે ચાર ગ્લાસ હુંફાળું ગરમ પાણી મીઠુ નાખી પીવું.
પછી સાધરણ આગળ પાછળ વાંકા વળવાની તથા કમર હલાવવાની
હળવી કસરત કરવી. દસ જ મિનિટમા પેટ સાફ થઈ જશે.
જો લોઃહીના દબાણની તકલીફ હોય તો મીઠાને બદલે લીંબુ વપરાય.
કપાલભાંતી કરવાથી મુખ ઉપર તેજ વધે છે.