૯_ વર્ષ
૯_ મહિનો
૯_ તારિખ
૯_ કલાક
૯_ મિનિટ
૯_ સેકન્ડ
આજનો શુભ દિન સહુને આનંદ અર્પે.. “૯”નું મહાત્મ્ય ક્યાંથી શરૂ કરું.
સહુ પ્રથમ “રામનવમી” થી. ભગવાન રામનો જન્મ દિવસ.
“નવગ્રહ”, સૂર્ય, મંગળ, ચન્દ્ર, બુધ, ગુરૂ, શુક્ર,શનિ, રાહુ અને કેતુ.
“નવરાત્રી”. પછી તે ચૈત્રની હોય કે આસો મહિનાની.
“ગાયત્રીચાલીસા”નું અનુષ્ઠાન નવ દિવસ.
“આંકડા”, ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, અને ૯.
“રામાયણ”ની કથા “૯” દિવસ.
રામાયણ ના ‘અરણ્યકાંડ’માં રામે શબરીને દર્શાવેલ
“નવધાભક્તિ.”
૧. સંતનો સમાગમ
૨. કથા શ્રવણ પ્રત્યે પ્રેમ.
૩. ગુરૂની સેવા
૪. ભગવાનના ગુણગાન (ભજન, કિર્તન)
૫. મંત્ર, જાપ
૬. ઈંન્દ્રિય પર અંકુશ
૭. રામમય સર્વ જગત.
૮. નિંદા દોષ. (છળ અને કપટનો ત્યાગ)
૯. ઈશ્વરની શરણાગતિ.
“નવી વહુ નવ દિવસ”, (ઉક્તિ).
અંતે ગણિતમાં “૯”નુ અદભૂત સ્થાન.
બે આંકડાનો ગુણાકાર જો ‘૯’ વડે ગુણવાથી
જે પણ આવે તો તેમનો સરવાળો પણ ‘૯’ આવે.
દા.તઃ ૯ *૩ = ૨૭
૭ + ૨ =૯
૯ * ૧૫ =૧૩૫
૧+૩+૫= ૯ ( અજમાવી જુઓ)
આજનો દિવસ સપ્ટેમ્બર ૯, આ વર્ષનો
૨૫૨ મો દિવસ. ચમત્કાર. ૨ + ૫ + ૨ + ૯
‘નવ ગણો આનંદ આજે પામો.’