jump to navigation

ધીમેથી હસજો May 25, 2007

Posted by pravinash in : હાસ્ય રસ , trackback

images14.jpg

    વરસો વીતી ગયા. પણ જ્યારે એની યાદ આવે છે ત્યારે મુખ પર હાસ્યની
  લહેરખી પ્રસરી જાય છે.
       જ્યારે મુંબઈની ગવર્નમેન્ટ લો કોલેજમાં હું ભણતી હતી. દરરોજ સવારે
  ૯;૩૫ ની ૧૦૬ નંબરની બસમાં બેસીને કોલેજ જતી હતી. મોટે ભાગે તે
  વખતે જે બસનો કંડક્ટર હતો તે દરરોજ જોવા મળતો. તેને કહેવું પણ ન
  પડે કે મારે ક્યાં જવું છે. વગર બોલે સ્મિત અને ટિકિટ બંને આપે.
          ૧૦૬ નંબરની બસ દરરોજ મુંબઈના સ્મશાન પાસેથી પસાર થાય. જેવું
  બસનું એ સ્ટોપ આવે એટલે બેવાર ઘંટી વગાડે. મુસાફર ઉતરનાર હોય કે ન
  હોય બસ ઉભી રખાવે અને “બુઢ્ઢા ,બુઢ્ઢા ઉતરી જાવ, જવાન, જવાન બેસી      
  જાવ” કહીને ઘંટી મારી બસ ઉપાડે———-આ તેનો રોજનો ક્રમ હતો.

Comments»

1. - May 30, 2007

your are bringing good jokes.

2. - June 2, 2007

joke adhuri che avu nathi lagtu!!!!!!!!!!!!!!!????????????????but good joke


 Type in