એક સેકંડ # ૨ May 17, 2007
Posted by pravinash in : ચિંતન લેખ , trackback ઍક સેકંડનું મહત્વ જિવનમાં ઓછું ન આંકશો. યાદ રહે એક એક સેકંડના સમુહને
મિનિટ કહેવામાં આવે છે. જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ એક એક સેકંડથી
બનતો સમયનો પ્રવાહ બને છે.
એક સેકંડનો વિલંબ થાયને કેટલો મોટો આગગાડીનો અકસ્માત થાય છે. આપણે
સહુ પરિચિત છીએ. પૂર ઝડપે ગાડી હાઈવે પર જતી હોય અને એક સેકંડ આંખ
બંધ થઈ જાય. પરિણામની કલ્પના માત્ર ભયંકર છે. એક સેકંડ મોડા પડવાથી
કેટલી વાર બસ ગુમાવવી પડી છે.
ઓપરેશન ટેબલ ઉપર દર્દી સૂતો હોય અને એકજ સેકંડ ડૉક્ટરનું ધ્યાન ચલિત
થાય ત્યારે કેવું હ્રદય દ્રાવક દ્રશ્ય સરજાતું હોય છે.
જિવનમાં કશાનું મહત્વ ઓછુ ન હાંકવું.પછી તે એક સેંકડ હોય, એક કણ હોય.
કે પછી પાણીનુ બિંદુ હોય. પૈસાદારનો નબીરો હોય કે સાધારણ વ્યક્તિ. કોઈ વસ્તુ
યા વ્યક્તિ નાના નથી. ગમે તેટલો ધનિક કેમ ન હોય. સોના ચાંદીના ફાકા નહી
મારે. તેને ખાવા માટે દાળ, ભાત, રોટલીને, શાક જ જોઈશે. મોંઘા દામની
પથારી ઉંઘ ખરીદી નહી શકે. એક સેકંડની મહત્વતા સમજી તેનો આદર કરવો
અનિવાર્ય છે.


Powered By
Comments»
time and tide .. never wait for nobody !!