ખબર ન હતી May 17, 2007
Posted by pravinash in : કાવ્યો , trackback તારી હાજરીમાં દિલને વ્યથાની ખબર ન હતી
પૂનમનો ચાંદ ઉદાસી લાવશે ખબર ન હતી
અમાસની અંધારી રાત ભાવશે ખબર ન હ્તી
હોળીનાં રંગ વિચિત્ર ભાસશે ખબર ન હતી
કેદારની ટેકરી સાદ સુણશે ખબર ન હતી
દિવાળીની રાત્રી યાદો લાવશે ખબર ન હતી
બાળકોનો નિર્મળ પ્યાર વહેશે ખબર ન હતી
માવડીની ગોદમાં હુંફ મળશે ખબર ન હતી
લખવા બેસતાં કાવ્ય લખાશે ખબર ન હતી


Powered By
Comments»
વિરહની વેદના આવી હશે એ ખબર ન હતી…તમારા ગયા પછી મને મિત્રોનો પ્રેમ આટલો બધો મળશે એ ખબર ન હતી….
તમે આવું સરસ લખો છો, તે ખબર પડી !
Nice one !