જનની

May 13th, 2007 by pravinash Leave a reply »

images59.jpg

    મીઠા મધુ ને મીઠાં મેહુલા રે લોલ
    એથી મીઠી તે મોરી માત જો …
       જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
    પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ
    વ્હાલના ભરેલ એના વેણ જો
          જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
    અમીથી ભરેલ એની આંખડી રે લોલ
    હૈયું હેમંત કેરી હેલ જો
          જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
    દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ
    શશીએ સીંચેલી એની સોડ્ય જો
          જનનીની જોડ સખી નહી જડે રે લોલ
    જગનો આધાર એની આંગળી રે લોલ
    કાળજામાં કંઈક ભર્યા કોડ જો
          જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
    ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ
    પળના બાંધેલા એનાં પ્રાણ જો
          જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
    મુંગી આશીષ ઉરે મલકતી રે લોલ
    લેતાં ન ખૂટે એની લ્હાણ રે
          જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
    ધરતી માતાય હશે ધ્રુજતી રે લોલ
    અચળા અચૂક એક માય રે
           જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
    ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ
    સરખો એના પ્રેમનો પ્રવાહ રે
           જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
    વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ
    માડીનો મેઘ બારે માસ રે
            જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
   ચળતી ચંદાની દીસે ચાંદનીરે લોલ
   એનો નહીં આથમે ઉજાસ રે
           જનનીની જોડ સખી નહિ જડે રે લોલ

     કવિ શ્રી બોટાદકર આ કાવ્ય રચી ને અમર થઈ ગયા.
    આવું સુંદર કાવ્ય રચવા બદલ તેમને પ્રણામ.

    ‘HAPPY MOTHER’S DAY’

Advertisement

1 comment

  1. says:

    એક કાવ્યની પંક્તિ કાવ્ય મટીને કહેવત બની જાય એથી વધુ એ કાવ્યનું બહુમાન શું હોઈ શકે? હું આજે સવારે જ વિચાર કરતો હતો કે આ આખુ કાવ્ય ક્યાં મળશે. ધન્યવાદ!

    -હેમંત

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help