છીંપલા May 11, 2007
Posted by pravinash in : ચાલો રસોડામા , trackback આ વાનગી નાસ્તા માટેની છે. ઘરમા મિજબાની હોય અને
શરૂઆતમાં મહેમાનોને ખુશ કરવા પીણા સાથે મૂકી શકાય.
સામગ્રીઃ ૨ વાટકી મેંદાનો લોટ.
૧/૪ વાટકી તેલ
૨ નાની ચમચી વાટેલા મરી.
મીઠું સ્વાદ પ્રમાણે.
તળવા માટે તેલ
(મોટા દાંતાનો કાંસકો)
રીતઃ લોટમાં તેલ ઉમેરી બરાબર ભૅળવવું.પછી
તેમા મીઠું , મરી નાખી પાણીથી લોટ બાંધવો.
લોટ બહુ ઢીલો કે કઠણ નહીં. પરોઠા જેવો ચાલે.
નાના ના ગોયણા કરવા. પાણીપૂરીની પૂરી કરતાં
સહેજ મોટા. એક ગોયણું લઈને મોટા દાંતાના
કાંસકા પર દબાવવું. તેના પર કાંસકાના આરકા
પડશે. બે છેડા ભેગા કરીને દબાવવુ. પછી પેણીમાં
તેલ મૂકીને આછાં ગુલાબી તળવા.
દેખાવમાં અને સ્વાદ મા ખૂબ સરસ લાગે છે .


Powered By
Comments»
Pravinaben.. How about you may just bring the sample in our GSS meeting !! I am just kidding ..
પણ અમને શી રીત મળે ?!
good