સમજાવવું

May 14th, 2007 by pravinash Leave a reply »

images70.jpg

  જમાનાને મારે કેમ રે સમજાવવું
   કે અંતર મારું સરળ ને  સહજ છે 
   શાને  તમે  પહેરો રંગીન  ચશ્મા
   કાળું  ને  લીલું  નજરે  ચડે  છે

   વિત્યાં આ વર્ષો અલપઝલપમાં
   આયખું  બાકી  કેમ  કરી   ખૂટશે
   ના કોઈ ખેવના કે બાકી તમન્ના
   જિવને દીધી  છે સઘળી છલના
 
   અનેરી જુવાની વિતી પલભરમાં
   સાહ્યબો  મારો  રિસાઈ  ગયો  છે
   પ્યાર માં તેના બનીતી દિવાની
   સૌભાગ્ય   મારું  પુરાણી   કહાની

   જમાના તું હરદમ સરતો જવાનો
   કદી   કોઈથી   ના  કેદ    થવાનો 
   અભિલાષા એટલી નિશાનીઓને
   ખુશીઓની કરજે  દિલથી લ્હાણી

Advertisement

1 comment

  1. says:

    very touchy and nice.

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.