આપણામાં કહેવત છે ‘સંઘર્યો સાપ કામ આવે.’ જોકે મને
સંઘરવાની આદત નથી. કરીગરીથી ભરપૂર બે ઘડા ઘરમાં શોભી
રહ્યા હતા. એકમાં કાણું હતું પણ તેને હું ફેંકતી ન હતી. તેને જો
હું સમારવા જાઊંતો બેડોળ બની જવાનો ભય મને સતાવતો.
તેના વિચારમાં ક્યારે સૂઈ ગઈ ભાન ન રહ્યું. સ્વપનામાં
કાણાંવાળા ઘડાનું દુઃખ મારાથી સહ્યું જતુ ન હતું. મને કહે જુઓને
વરસાદનું પાણી ઝરમર ઝરમર વરસી રહ્યું છે. હું કમભાગી પીવા
યા સંઘરવાના કામમાં આવી શકતો નથી. કેમ કરીને તેને સમજાવું
ભલેને તારામા નજીવી ખૉડ છે પણ તારી શોભા તારા ભઈબંધ કરતા
જરા પણ ઉતરતી નથી. પણ કેમે કર્યો તે માનવા તૈયાર ન હતો.
મારે એને સાબિત કરીને તેની ગુણવત્તા સમજાવવી હતી.તેની જાણ
બહાર બગીચામાં ડાબી બાજુએ સુંદર ફૂલોના બી વેરી મૂક્યા. દરરોજ
બગીચાના નળમાંથી પાણીભરી જમણા હાથમા કાણા વગરનો ઘડો અને
ડાબાહાથમાં કાણાવાળાને લઈ ચાલતી. દસેક દિવસ આ ક્રમ ચાલુ રહ્યો.
નાના મઝાના સુંદરછોડ બહારઆવી ઝુમી રહ્યા હતા. કાણાવાળા ઘડાને
દર્શાવી મેં કહ્યું ‘જો તારા કાણાંમાંથી પડતા પાણીનું પરિણામ.’
દરરોજ અજાણતા તારાથી કેટલું સુંદર કાર્ય થયું, તારી જાણ વગર કાણાંમાંથી
પડતા પાણીનું આ કાર્ય.
કાણાવાળો ઘડો તો આ માનવા તૈયાર ન હતો. પણ નરી આંખે તે નિહાળી
રહ્યો અને ફરિયાદ કરવાનું વિસરી ગયો.
સંઘર્યો સાપ
March 9th, 2007 by pravinash Leave a reply »
Advertisement
vaah saras vaat laine aavyaa tame to!
तेन त्यक्तेन भुजीथाः
અસંગ્રાહકતાના ગુણ માટે સરસ ઉદાહરણ …
નાપાસ થયા પછી પણ માનવી થઇ શકે છે ઉભો
પણ નાસિપાસ થયેલો માનવી રહે સદા એ રોતો.
Good.