કૃષ્ણ  નામ મને  બહુ  ભાવન છે
   હરિ  નામ  ઘણું  અતિ પાવન છે
   શ્રીજી  નામ હ્રદયમાં  સ્થાપન છે
   પ્રભુ નામનું અહર્નિશ સુમિરન છે
   કૃષ્ણ નામ વિના મ્ને ચેન નથી
   હરિ નામ વિના સુખશાંતિ નથી
   શ્રીજી નામ વિના આરામ  નથી
   પ્રભુ નામ વિનાની  ભક્તિ નથી
    કૃષ્ણ નામનો  છે  મહિમા અપાર
    હરિ નામ હરે તારી ચીંતાનો ભાર
    શ્રીજી  કૃપા  કરે  તો  બેડો  પાર
     પ્રભુ નામ પ્રતાપે સુખી  સંસાર
     કૃષ્ણ  ને  શરણે  નિર્વિઘ્ને જા
     શ્રીજી ની દયા ને નિરંતર પામ

 
					
કવિતા( ગીત) મા લય સાથે ભક્તિ ભાવને સુંદર રીતે આવરી લીધો છે.
nive bhajan.