मां और बच्चे

February 1st, 2007 by pravinash No comments »

 imagescajp8bag.jpg

 मां और बेटेके प्यारका कोई नाम नहीं
  नाम क्यों चाहते हो उसका तो कोई दाम नहीं

  मां और बेटेका रिश्ता है अणमोल
  उसे जगतके तराझु में मत तोल
  
   मां और बेटा चाहे मुंहसे न कुछ बोले
   उनकी आंखे मीले और सारे भेद खोले

   मां का प्यार क्या बंधन है
   भगवानके बाद मांको वंदन है

   मां पूछे बेटीसे तेरा मेरा नाता क्या
   बेटीने हंसके कहा जैसे सोने में सोहागा

    मुझमें तू और तुझमें मैं
    भिन्न रहकर अभिन्न हम
    मेरी खुश्बु तेरी पहचान
    तेरा नाम है भगवद नाम

    मैं लाख चाहुं भूलान सकुं तुझे
    हर कदम पे तेरी आहट सुनाई दे मुझे

   मां और बेटी का रिशता
   धरती पर उतरा फरिशता

    मां बेटी के प्यारकी उष्मा
    कुदरतका अणमोल करिष्मा

    मां हो न हो बच्चे उसके अमर रहे
    मां के आशिषकी वर्षा बच्चों पर हरदम रहे 

બ્રહ્મ– ભ્રમ

February 1st, 2007 by pravinash 1 comment »

images19.jpgimages2.jpg બ્રહ્મ  ના નિરાકાર,  ના સાકાર
 
   ભ્રમ  માયાની જાળ

   બ્રહ્મ  થી નાતો જોડ

   ભ્રમ  થી નાતો તોડ

  બ્રહ્મ  ને પામવો મુશ્કેલ

  ભ્રમ  કાઢવો  મુશ્કેલ
 
  બ્રહ્મ  સૃષ્ટિનો  સરજનહાર

  ભ્રમ  સૃષ્ટિને દે ઉજાડ

  બ્રહ્મ  થી આનંદનો અહેસાસ

  ભ્રમ  બનાવે જીવન નાસીપાસ

  બ્રહ્મ  ને સમજવું આસાન નથી

  ભ્રમ  માં ભરમાઈ ને પરેશાન

   બ્રહ્મ  ખૂબ ઊંડોને અનજાણ
 
  ભ્રમ   સપાટી પરનું  જાણ

  બ્રહ્મ  અને બ્રહ્માનો  ગહેરો સંબધ

  ભ્રમ  થી ભ્રાતિં  પરિણામ બંધન

  બ્રહ્મ  લટકાં કરે બ્રહ્મ પાસે

  ભ્રમ નું નાટક ખેલ તમામ

  બ્રહ્મ  ચેતન પુરૂષ  છે

  ભ્રમ  માનસિક રૂપ છે

  બ્રહ્મ  થી શાંતિ નો અહેસાસ
 
  ભ્રમ  થી મન અશાંત

  બ્રહ્મ  નો કરો વિશ્વાસ

  ભ્રમ  થી દૂષિત શ્વાસોશ્વાસ

  બ્રહ્મ  બ્રહ્માડં  માં વ્યસ્ત

  ભ્રમ  થી જીવન  ભ્રમિત

  બ્રહ્મ  અવિનાશી છે
 
  ભ્રમ  સહવાસી છે

  બ્રહ્મ  ચર્ચાનો વિષય  નથી

  ભ્રમ  ભરોસાને પાત્ર નથી

સફળતા- શંકા

January 31st, 2007 by pravinash 1 comment »

images10.jpgimages1.jpg 

 સફળતા-    સફળતા અથાગ મહેનતનું ફળછે.
    શંકા    –    શંકા અવિશ્વાસનું  ફળ છે
    
      સફળતા-    સફળતા હોય ત્યાં શંકાને  સ્થાન નથી.
    શંકા   –    શંકા હોય ત્યાં સફળતા ઢૂંકતી નથી.

    સફળતા-    સફળતાના પાયા પર રચાયેલ ઈમારત
                       ભવ્ય દીસે છે.
    શંકા    –    શંકાના ખોખલા પાયા પર ચણાયેલ ઈમારત
                       પવનનો ઝોકો પણ સહન કરી શક્તી નથી.

    સફળતા-    સફળતા ખુદ ઓસડ છે.
    શંકા   –     શંકાનું ઓસડ વિશ્વાસછે.

    સફળતા-    સફળતા મેળવ્યા પછી જીરવવી અઘરી છે.
    શંકા   –     શંકા થયા પછી નાબૂદ કરવી નામુમકીન છે.

    સફળતા-    સફળ્તાની ચાવી સમતા, શ્રદ્ધા અને સતત પ્રયત્ન છે.
    શંકા    –    શંકાની જનેતા સ્વમાં રહેલ અવિશ્વાસ.

    સફળતા-    સફળતા હોય ત્યાં સ્વાર્થ ટકી શકે નહીં.
    શંકા    –    શંકા સ્વાર્થનો ગઢ મજબૂત બનાવે.

    સફળતા-    સફળતા જીવનમાં કિરતારનો ખૂબ ખૂબ આભાર.
    શંકા   –     એજ કિરતારની પ્રેમ ભરી સહાય શંકા દૂર કરવામાં.

પસ્તાવો- કલાપી

January 31st, 2007 by pravinash 1 comment »

images42.jpg

તે હૈયાની ઉપર નબળા હસ્તથી ઘા કર્યો’તો
તેમાં લોહી નિરખી વહતું ક્રૂર હું તો હસ્યો’તો!
એ ના રોયું,તડફડ થયું કાંઈ ના કષ્ટથી એ,
મેં જાણ્યું કે જખમ સહવો રહેલ કરનારને છે!

કિન્તુ નિદ્રા મુજ નયનમાં ત્યારથી કાં ન આવી?
રોતું મારું હ્રદય ગિરિ શા ભાર નીચે દબાઈ!
રે રે! તે ઘા અધિક મુજને મ્રુત્યુથી કાંઈ લાગ્યો,
એ અંગારો મુજ જિગરનાં મૂળને ખાઈ જાતો!

કેવો પાટૉ મલમ લઈને બાંધવા હું ગયો’તો!
તે જોઈને જખમી નયને ધોધ કેવો વહ્યો’તો!
એ અશ્રુ, એ જખમ, મુખ એ, નેત્ર એ, અંગ એ એ
બોલી ઉઠ્યાં પરવશ થયાં હોય સૌ એમ હેતેઃ-

“વ્હાલાં! વ્હાલાં! નવકરીશ રે! કાંઈ મ્હારી દવા તું!
“ઘા સહનારું નવ સહી શકે દર્દ તારી દવાનું !
“ઘા દે બીજો! અગર મરજી હોય તેવું કરી લે!
“તારું તેનો જરૂર જ, સખે પૂર્ણ માલિક તું છે.”

ત્યારે કેવાં હ્રદય ધડક્યાં સાથ સાથે દબાઈ!
વ્યાધિ તેની, મુજ જિગરની પૂર્ણ કેવી ભૂલાઈ!
ઘા રૂઝાયો, સમય બહુ એ ક્રૂર ઘા ને થયો છે,
તોયે તેનું સ્મરણ કરતાં નેત્ર ભીનાં વહે છે!

હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે,
ઓહો! કેવું સ્મરણ મધુરું પાપનું એ ધરે છે!
માફી પામ્યું કુદરત કને એમ માની ગળે છે!

રાજ્યોથી કે જુલમ વતી કે દંડથી ના બને જે
તે પસ્તાવો સહજ વહતાં કાર્ય સાધી શકે છે!
હું પસ્તાયો, પ્રભુ પ્રણયીએ માફી આપી મને છે,
હું પસ્તાયો, મુજ હ્રદયની પૂર્ણ માફી મળી છે.

‘કલાપીનો કેકારવ’માંથી સાભાર

શું થઈ ગયું?

January 30th, 2007 by pravinash 1 comment »

cak9angh.jpg 

  શું થવાનું હતું ને શું થઈ ગયું
          શું કહેવું હતું ને શું કહેવાઈ ગયું
          શું મેળવવું હતું ને શું મળી ગયું
          કેડી પર ચાલવું હતું ને વનમાં જઈ ચડી
          ભોમિયા વિણ ભમવું હતું ભૂલી પડી ગઈ
          ઝરણા જેમ વહેવું હતું વેરાન થઈ ગઈ
          હિમાચ્છાદિત શિખરે થીજવું હતું પિગળી ગઈ
         મહાસાગરે મહાલવું હતું કિનારે પહોંચી ગઈ
         આભલે ઉડવું હતું ધરતી પર પટકાઈ પડી
         ભ્રમરગીત ગાવું હતું ફૂલે બિડાઈ ગઈ
         ગુલાબ થઈ મઘમઘવું હતું વેણીમાં ગુંથાઈ ગઈ
        સાથી સંગે વિહરવું હતું એકલી અટૂલી થઈ ગઈ
         ઈશને પામવો હતો ઈશમય થઈ ગઈ

શામાટે

January 29th, 2007 by pravinash 1 comment »

 images46.jpg

        શરણાઈ ના સૂર રેલાઈ રહ્યા હતા. લગ્નની મઝા સહુ પ્રેમે માણી રહ્યા હતા.
   વરરાજાને જોવા સહુ     હરખઘેલાં થઈ ગયા હતા. સ્વભાવિક છે કે વરરાજાને જોવા કન્યાપક્ષવાળા અધીરા    બની ગયા હોય. એમાંય જ્યારે અમેરિકન નબીરો ઘોડે ચડી પરણવા આવ્યો હોય.
     એમ્.બી.એ. ભણેલો  જનક જ્યારે ઝરણાંને પરણ્યો ત્યારે ઘણા તેની અદેખાઈ
     કરી રહ્યા હતા. અમેરિકાનો નાગરિક હોવાથી મહિનામાં તો તે ઝરણાંને લઈ પાછો આવી
     ગયો. તેને ખબર પડતી ન હતી ઝરણાં ખુશ છે કે નહીં. નવી નવેલી દુલ્હન અમેરિકામાં
      ગોઠવાવાનો પ્રયત્ન કરી રહી હતી. જનકની કાકાની દિકરી સાથે ખરીદી કરવા હોંશે હોંશે
      જતી.
      આવ્યાને બે અઠવાડિયા ક્યાં પસાર થઈ ગયા ખબર પણ ન પડી. જનક માબાપનો
     એક્નો એક દિકરો હતો. આવતા અઠવાડિયે ભવ્ય સત્કાર સમારંભ રાખ્વાનું નક્કી થયું.
   જનકની આવક સારી તેમાં વળી માબાપ નો સાથ સરસ મઝાનું ઘર હતું.
     બધુંજ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું હતું. સુંદર આયોજન જોઈને મહેમાનો પણ
     મોઢામાં આંગળા નાખી ગયા. થાક્યા પાક્યા બધા ઘરે આવ્યા. જનક અને ઝરણાં
     રાતે મેરિયાટમાં રોકાયા. સવારનાં પહોરમાં રૂમ સર્વિસવાળાએ દરવાજો ખટ્ખટાવ્યો
     ત્યારે ઝરણાંએ હાથમાં લોહી નિગળતો છરો લઈને દરવાજો ખોલ્યો!
      શામાટે? 

અનેરા

January 29th, 2007 by pravinash No comments »

images52.jpg

નાના નાના બાળ અમે દીસે નાનેરા
સારા જગથી નોખાં અમે છીએ અનેરા
નાની નાની ખુશીને નાની અમારી માગણી
હૈયે અમારે ભરી છે પ્રેમ અને લાગણી
પ્યારથી કહેશો તો તુમ પર વારી જઈશું
તમને મન દીધું છે દિલડું દઈ દેશું
માલમલીદા મોટરગાડીની અમને ના ખેવના
મુખપર ખીલે હાસ્ય પ્યારની છે ભાવના
સ્વપના અમારા સુંદર કરીશું સાચુકડાં
પૂરાં કરીશું હોલે હોલે અમે બટુકડાં
નિર્દોષ અમારું સ્મિત તેમાં છલકે છે પ્યાર
ધીરે ધીરે થઈશું મોટા વાર ન થાય લગાર
હસતાં રમતાં ભણશું ઉન્નત મસ્તકે જીવશું
નાનેરા ભાઈ નાનેરા અમે દીસે અનેરાં

પૂજ્ય બાપુને સાદર પ્રણામ

January 27th, 2007 by pravinash 2 comments »

gandhiji.jpg 

ગાંધીબાપુનું પ્યારું નામ માત્ર રટવાથી નહી ચાલે કામ
   ગાંધીબાપુનો સાદ સુણો તેમના આદેશેનું પાલન કરો
                    આ જીવનમાં તેને ઉતારો
               જયહિંદ જયહિંદ પ્રેમે કહો
                હિંદુ હિંદુ એક રહો
   દેશ કાજે કાંઈ કરી છૂટો જીવન સફળ કરવાને ઝૂટો
   સુંદર જીવન મેળ્વ્યું છે આજ ક્યારે કરીશું તેનો ઉધ્ધાર
                 જયહિંદ જયહિંદ પ્રેમે કહો
                 હિંદુ હિંદુ એક રહો
    આઝાદ ભારત છે આપણું આજ આઝાદીની રક્ષાને કાજ
    વિદેશમાં રહીને ભૂલો ન આજ જીવનમાં અગત્ય દેશનું સ્થાન
                જયહિંદ જયહિંદ પ્રેમે કહો
                હિંદુ હિંદુ એક એક અહો
    યુવાનોના પથદર્શક બનો ગરીબીનો પ્રશ્ન સરલ કરો
    લાંચરુશ્વતની બદી દૂર કરો ઉંચનીચનાં ભેદ ભૂલો
                  જયહિંદ જયહિંદ પ્રેમે કહો
                   હિંદુ હિંદુ એક રહો
     સત્ય અહિંસાથી પ્રેરણા ગ્રહો ચારિત્ર્ય સદા ઉજળું સેવો
     કાલે આવ્યા કાલે જઈશું તમામ જગત નિયંતાનો આભાર માનો
                    જયહિંદ જયહિંદ પ્રેમે કહો
                     હિંદુ હિંદુ એક રહો 
  

૨૬મી જાન્યુઆરી મારો ભારત દેશ

January 25th, 2007 by pravinash 2 comments »

flag-india1.gif
જ્યાં માનવ જીવન સજી રહ્યું છે
      ભારતમાને ચરણે
  એ  ભારત દેશ છે મારો
  જ્યાં સંસ્ક્રુતિનાં ગાણા ગાતી
      વેદ ઉપનિષદની વાણી
   એ ભારત દેશ છે મારો
  જયાં આશા ઉમંગો ધરતીમાના
       કણ કણમાં પથરાયા
  એ ભારત દેશ છે મારો
  જ્યાં સત્ય અહિંસા કર્મ ભક્તિનાં
       પ્રકાશ છે રેલાયા
   એ ભારત દેશ છે મારો
    જ્યાં નિર્ભયતાની મશાલ દ્વારા
        શ્રધ્ધાના અમ્રૂત  પાયા
    એ ભારત દેશ છે મારો
   જ્યાં સ્વાભિમાનની શક્તિ દ્વારા
      જ્ઞાનની વરસે ધારા
    એ ભારત દેશ છે મારો
   જ્યાં સરળતાનાં આંધણ દ્વારા
       પ્યારનાં પિરસે  ભાણાં
   એ ભારત દેશ છે મારો
       સૌને પ્રજાસત્તાક દિવસની વધાઈ
                જયહિંદ
    

પૂછજે

January 25th, 2007 by pravinash No comments »

cat-with-flower.jpg 

   સર્જનતાનો  આનંદ કલાકારને તું પૂછજે
           આનંદની મધુરતા પ્રેમેથી  પૂર્ણ  કરજે
           આનંદમય  કર્મ ભક્તિ વગર અધૂરું
           ગોકૂળની કાનલીલા ગોપીઓના પ્રેમે પૂરી
           ભક્તિવગરનું  કર્મ પાણી વિનાની મછલી
           સમન્વય બંનેનો વસંત જાણે  ખીલી
           આનંદ અને પ્રેમ સિક્કાની બે છે બાજુ
           શરીર રૂપી વનનું મધુવનમાં પરિણમવું
           જ્ઞાન સભર ભક્તિ પુલકિત કર્મ દ્વારા
           કર્મ ભક્તિ સોહે જ્ઞાને આનંદના ઊઠે નારા
           સફળતા જીવનમા ત્રિવેણી સંગમ સાધ્યો
           માધુર્યનું પ્રાગટ્ય જીવનનો મર્મ  લાધ્યો
            

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.