બ્રહ્મ ના નિરાકાર, ના સાકાર
ભ્રમ માયાની જાળ
બ્રહ્મ થી નાતો જોડ
ભ્રમ થી નાતો તોડ
બ્રહ્મ ને પામવો મુશ્કેલ
ભ્રમ કાઢવો મુશ્કેલ
બ્રહ્મ સૃષ્ટિનો સરજનહાર
ભ્રમ સૃષ્ટિને દે ઉજાડ
બ્રહ્મ થી આનંદનો અહેસાસ
ભ્રમ બનાવે જીવન નાસીપાસ
બ્રહ્મ ને સમજવું આસાન નથી
ભ્રમ માં ભરમાઈ ને પરેશાન
બ્રહ્મ ખૂબ ઊંડોને અનજાણ
ભ્રમ સપાટી પરનું જાણ
બ્રહ્મ અને બ્રહ્માનો ગહેરો સંબધ
ભ્રમ થી ભ્રાતિં પરિણામ બંધન
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે
ભ્રમ નું નાટક ખેલ તમામ
બ્રહ્મ ચેતન પુરૂષ છે
ભ્રમ માનસિક રૂપ છે
બ્રહ્મ થી શાંતિ નો અહેસાસ
ભ્રમ થી મન અશાંત
બ્રહ્મ નો કરો વિશ્વાસ
ભ્રમ થી દૂષિત શ્વાસોશ્વાસ
બ્રહ્મ બ્રહ્માડં માં વ્યસ્ત
ભ્રમ થી જીવન ભ્રમિત
બ્રહ્મ અવિનાશી છે
ભ્રમ સહવાસી છે
બ્રહ્મ ચર્ચાનો વિષય નથી
ભ્રમ ભરોસાને પાત્ર નથી
સુંદર વિરોધાભાસ છે.