ડગ ભર્યું છે આગળ ધપવાને
પ્રભુ સાથ મારો સદા નિભાવ
અજ્ઞાન નું ધુમ્મસ છાયું છે
તું જ્ઞાનનો પ્રકાશ ફેલાવ
હાથ પ્રસાર્યા મૈત્રી પૂર્વક
પ્રભુ ઝાલીને તું સાથ નિભાવ
સત્કર્મમાં પ્રવૃત્ત બનાવી
સદભાવનાનાં મહલ ચણાવ
વાણી વહાવી છે મુખેથી
પ્રભુ વિવેકની સુગંધ મિલાવ
સ્નેહ સભર મધુરી બનાવી
અસ્મિતા સંવારી સાથ નિભાવ
આંખડી ખુલ્લી જગ નિહાળે
પ્રભુ સ્વાર્થનાં પડળ હટાવ
પ્રેમ નિતરતી દ્રષ્ટિ અર્પિ
અવલોકન તું જગનું કરાવ
જીવન સુંદર સોહાવવા
તું સજ્જનોનો સંગ લગાવ
તારા દુર્લભ દર્શન પામી
ધન્યાતાનો તું લહાવો લુંટાવ
સાથ
March 7th, 2007 by pravinash Leave a reply »
Advertisement
આ કાવ્ય ગમ્યું…
saras