વેદા

May 20th, 2007 by pravinash Leave a reply »

images28.jpg

વેદા રે વેદા તને કોણ રે બોલાવે
આભલે છૂપાઈ તને ઇશારે સતાવે

સુરજના રથે ચડી ગગને ઘુમાવે
વાદળની સહેલ કરાવી ખિલ ખિલ હસાવે

ફુલોનાં રંગ ચોરી ગાલને સજાવે
તારા મઢીને તારી વેણી સજાવે

તારી મોહકતા મારા દિલને લોભાવે
ગાલથી ગાલ મિલાવી વહાલ વરસાવે

શ્વાસે શ્વાસે સ્નેહના તાર સંધાવે
દિલડાની ભાષા નિર્મળ આંખે સમજાવે

આજે પ્યારી વેદા ની પહેલી
વર્ષગાંઠ નિમિત્તે.
પ્રભુનાં ચરણોમાં

Advertisement

1 comment

  1. says:

    આજે પ્યારી વેદા ની પહેલી
    વર્ષગાંઠ નિમિત્તે.
    પ્રભુનાં ચરણોમાં..

    પહેલી વર્ષગાંઠ ..નિમિત્તે અમારા તરફથી વેદાને ખુબ ખુબ વર્ષગાઠની વધાઈ!!
    વસંતની વ્હાલી કોયલ ટહુંક્યા કરે તુજ જીવન બાગમાં,
    માત-પિતાની છત્ર-છાંયા રહે તુજ જીવનમાં,
    ન કોઈ આંચ આવે!રક્ષણ કરે ક્રુષ્ણ તુજ આંગણામાં.

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.