jump to navigation

કહો જોઈએ May 19, 2007

Posted by pravinash in : વિચાર ના વહેણ , trackback

images18.jpg 

રોજ સવારથી સાંજ  સુધી એક જ વાત. કમપ્યુટર દ્વારા જિવન ઘણું
 સરળ થઈ ગયું છે. દુનિયા દિવસે દિવસે નાની થતી જાય છે. અરે
 પણ જો ઈલેક્ટ્રીસિટી ખોરવાઈ જાય તો? યા તો બેટરીથી ચાલતું
 બેટરીનો પાવર ખતમ થઈ જાય તો?
   મને લાગે છે આખી દુનિયાનો કારભાર ખોરંભે ચડી જાય. ત્યારે
 જગત નિયંતા યાદ આવે. જેણે આપણને જન્મ લેતાંની સાથે ‘મગજ’
નામના કમપ્યુટરની  બક્ષીસ વણમાગ્યે આપી છે. નથી તેને જરૂર
 ઈલેકટ્રીસિટીની કે બેટરીની. જે ચોવીસ કલાક અવિરત ચાલ્યા કરે છે.
   તેમાં ગમે તેટલો ‘ડેટા’ ભરી શકાય છે. જૂની યાદો મન ફાવે ત્યારે
  તાજી કરી શકાય છે કે’ડીલીટ’ પણ કરી શકાય છે. કોઈ પણ યાદ
 ’ઈરેઝ’ કરી ‘રીસાઈકલ’ બિનમાં મૂકી શકાય છે. તેના ‘ઇનપુટ’
 અને ‘આઊટપુટ’ પર સંપુર્ણ કાબૂ આપણાં હાથમાં છે.
   કમપ્યુટરની પ્રગતિ ઉપર ઇતરાતો માનવ ‘જગતના તાત’નો
 આભાર માનવો ન ભૂલે. કે જેને પ્રતાપે, જેના અર્પેલા મગજ દ્વારા
 ’જ’ તેણે આ કમપ્યુટર બનાવ્યું છે. એ તો એક ‘બુધ્ધુ’ યંત્ર છે.
 તેને ચલાવનાર કુદરતની અર્પેલી મહાન શક્તિ નો પ્રતાપ છે. 
    

Comments»

1. - May 21, 2007

’જ’ તેણે આ કમપ્યુટર બનાવ્યું છે. એ તો એક ‘બુધ્ધુ’ યંત્ર છે.
તેને ચલાવનાર કુદરતની અર્પેલી મહાન શક્તિ નો પ્રતાપ છે.

માયા-મોહ બન્નેનું સર્જન કરનાર ઉપવાળોજ છે..કમ્પુટર જો માયા હોય..માનવ-સર્જિત હોય !
છ્તા એ માયા વગર આપણા હાથ-પગ નકામા છે.. તે વાત આપણે સ્વિકાશું ખરા?


 Type in