jump to navigation

દિકરી May 14, 2007

Posted by pravinash in : ટુંકી વાર્તા , trackback

images65.jpg

     માતૃદિનની ઉજવણી સરસ રીતે થઈ. બંને બાળકોનો પરિવાર સુહાનો
  જોઈ  અંતર  આનંદે  છલકાઈ  ઉઠ્યું.  માતાની  સુનહરી  સ્મૃતિ દિલમાં
  સળવળાટ   કરતી  ઊભી  થઈ  ગઈ.  માતાને  ક્યારે  વિસારું  છું એજ
  એક  પ્રશ્ન  છે?    દિકરી છું  તેથી  દિકરીના  દિલની  હર  વાતથી,  હર
  ધડકનથી  પરિચિત  છું.  મા  તારી  સાથે  ગાળેલાં  એ  દિવસો  વળી
  વળીને  તારી  યાદ  તાજી  કરાવે  છે.  ’તું આવી’  બસ  એ  બે શબ્દો
  માં તારું હૈયું આખું ઠલવાઈ  જતું હતું.  તને  મળવા,  તારું  સાંનિધ્ય
  માણવા દર વર્ષે અમેરિકાથી દોડી આવતી હતી.
        મા તું જ્યાં હો ત્યાં, ના, ખબર છે તું તો ઠાકોરજીની સેવામાં છો.
 ખૂબ આનંદથી રહેજે. મારું અસ્તિત્વ એ તો તારી કૃપા નો પ્રસાદ છે.
          તારી  દિકરી   

Comments»

1. - May 14, 2007

મા તું જ્યાં હો ત્યાં, ના, ખબર છે તું તો ઠાકોરજીની સેવામાં છો.
ખૂબ આનંદથી રહેજે. મારું અસ્તિત્વ એ તો તારી કૃપા નો પ્રસાદ છે.
તારી દિકરી ..
the letter from your true heart will be reach the place she is.

2. - May 16, 2007

માં તે માં બાકી બધા વગડા ના વા…


 Type in