નામ વાંચીને કૂતુહલ જરૂર થયું. આ વળી શું હશે?
કેમ ખરું ને? નાનપણમાં ચાર આશ્રમ વિષે આપણે
સહુ સાથે જ ભણ્યા હતા.
વિદ્યાર્થી કાળનો બ્રહ્મચર્ય આશ્રમ, જુવાનીનો ગ્રુહસ્થ
આશ્રમ, ઢળતી ઉમરનો વાનપ્રસ્થ આશ્રમ અને
જીવન દિપક માં જ્યારે તેલ ખૂટવા આવે ત્યારનો
સંન્યાસ આશ્રમ.
આ વિચ્છેદ આશ્રમ એ વળી શું હશે? ધિરજ ધરો
હમણાં જ જ્યારે તેનો અર્થ જાણશો ત્યારે તમે સંમતિ
પૂર્વક હકારમાં તમારી દસ શેરી હલાવશો.
તેના બે વિભાગ છે. ૧. દિલધડક વિચ્છેદ આશ્રમ
૨. બેધડક વિચ્છેદ આશ્રમ
દિલધડક વિચ્છેદઆશ્રમ કાંઈક નવીન લાગશે કિંતુ એક
પળ થોભો અને વિચારો. સમજી ગયાને. ૨૧મી સદીનો
સળગતો પ્રશ્ન ‘છૂટાછેડા’. જ્યારે પ્યારની બત્તી ઓલવાઈ
ગઈ, દિલે ધડકવાનું બંધ કર્યું, ઘરસંસારમાં મેં,મેં તું,તું
ચાલુ થઈ ગયું ત્યારે લેવાતો નિર્ણય એટલે છૂટાછેડા નુ
નામ તે દિલધડક વિચ્છેદ આશ્રમ.
બેધડક વિચ્છેદ આશ્રમ એ તો વળી અદભૂત છે. તેમાં
ન મારું ચાલે ન તમારું. એની દોર એક એવા અજ્ઞાતનાં
હાથમાં છે જેનો પાર કોઈ પામી શક્યું નથી.
સમજી ગયાને આપણા સહુમાં બિરાજેલ ઈશ્વર. નથી
તે રાખતો વયની મર્યાદા કે નથી તે જોતો સાજ સવાર.
માંદા જેની કાગડોળે રાહ જોતા હોય અને સાજોનરવો
વ્યક્તિ બેધડક ચાલવા માંડે. તે આ બેધડક વિચ્છેદ
આશ્રમ.
આ પાંચમો આશ્રમ લેખકના ફળદ્રુપ ભેજાંની ઉપજ
છે. આશા છે તમે આવકારશો.
જયહિંદ
વિચ્છેદ આશ્રમ
March 17th, 2007 by pravinash Leave a reply »
Advertisement
વિચ્છેદાશ્રમ એટલે પ્રભુનો શ્રાપ?
ના. તે તો કર્મની કઠણાઇ.
હાય ને બદલે હોયની પ્રભુશિક્ષા
જેને ગણો નહિ શીક્ષા
તે તો શિક્ષણ જીવનનુ ને પ્રભુ ભજનનુ ટાણું
કારણ પ્રભુનું દરેક કાર્ય અર્થસભર.
વિછેદ..જન્મ-મરણ..મને રામાયણનો એક કિસ્સો યાદ આવી જાઈ છે.. રામને યમરાજ લેવા આવ્યા ત્યારે રામને ઘડીભર ગુસ્સે આવી ગયા.. “યમ મેં તને બનાવ્યો છે, તું મને લઈ જનાર કોણ..” યમ જવાબ આપે છે.. “પ્રભુ આ બધા નીતી-નિયમો આપેજ બનાવ્યાં છે, અને આપજ આ નીતી નિયમોનું અવલંખન કરશો? રામ, યમરાજા સાથે સહમત થયાં..કુદરતના નીતિ નિયમો… ઘણીવાર માનવ-જીવનમાં દુઃખ-દદૅ પેદા કરે છતાં હકીકતને સ્વિકાયૅ કરવી રહી !!!