દહીનું ડ્રેસિંગ

May 5th, 2007 by pravinash 1 comment »

images12.jpg

        ચાર જણાંના કુટુંબ માટે. જો થોડી કેલરી જોઈતી હોય તો
        ઓછી ચરબી વાળું દુધ મેરવી દહીં બનાવવું. ઘરે દહી કેમ
         બનાવવું તે આપણને બધાને ખબર છે.
     

      સામગ્રીઃ            ૨     કપ દહી, મીઠું, વાટેલા મરી, વાટેલુ
                                    આદુ, તિખુ જોઈતું હોય તો વાટેલા લીલા
                                    મરચા.
                                   જો જાડુ  ડ્રેસિંગ જોઈતું હોય તો દહીને બે કલાક 
                                    કપડામાં બાંધી પાણી કાઢી લેવું.
      રીતઃ                      દહી ને વલોવી અંદર સ્વાદ પ્રમાણે મીઠુ નાખવું.
                                   મરી નો ભૂક્કો, આદુ, વાટેલું મરચું, તિખાશ
                                   ખાતા હોય તે પ્રમાણે નાખવું.
                                  જો જરાક ગળપણ જોઈતુમ હોય તો થોડી સાકર
                                  યા ક્રુત્રિમ ગળપણ પણ નખાય.મધ પણ વાપરી
                                  શકાય.
                      
       પરીણામઃ               સ્વાદિષ્ટ ઘરનું બનાવેલ ડ્રેસિંગ દસ મિનિટમા
                                      તૈયાર થઈ જશે.             
                             
 

   

બિરાજે છે

May 3rd, 2007 by pravinash 2 comments »

images17.jpg

       મારે  અંતરે  શ્રીજી  બિરાજે  છે
       મુજને જિવનનો રાહ દર્શાવે છે

      મારગમાં આવતા  અંતરાયોને
      શ્રીજી શ્રધ્ધાથી પાર  કરાવે છે

      મનડાને શ્રીજી પ્રેમ મનાવે છે
      તેની   ભ્રમણાઓને  ભાંગે  છે

      જીવન પથને શ્રીજી ઉજાળે છે
      કંટક વીણી ફૂલડા  બિછાવે છે

     દયાનો  સાગર  છલકાવે  છે
     પ્રેમે શ્રીજી  તેને  પખાળે  છે

      કર્મ  નિઃષ્કામ  કરાવે  છે
      વાણીથી શીખ વરસાવે છે

     જીવનની ગહનતા દર્શાવે છે
     શરણે   તેને   સ્વિકારે  છે

ગાંધી આ રહ્યા

May 3rd, 2007 by pravinash 1 comment »

images1.jpg

 આલમમાં વારંવાર  કહેવાતું કે ગાંધી ના રહ્યા
  તો પણ મને ક્યારેક દેખાતું કે ગાંધી આ રહ્યા

  ગોરા અને  કાળાની શત્રુતામાં  ખીલ્યું  પદ્મ એક
  એમ.એલ.કિંગના ડ્રીમે વર્તાતું કે ગાંધી આ રહ્યા

  દક્ષિણ આફ્રિકાની  પ્રજાનો  છેદે જે  રંગભેદ  તે
  માંડેલાની  વાતોથી  સમજાતું કે ગાંધી આ  રહ્યા

  ના ઘૂસ મારે લાઈનમાં બસસ્ટોપ,સ્ટેશન પર કોઈ
  ત્યારે  મને  એ  જોઈને  થાતું કે  ગાંધી  આ રહ્યા

  લે લાંચ  મિનિસ્ટર,રિક્ષાવાળો ભાડું માગે વ્યાજબી
  ન્હાનાની  મોટાઈથી  પરખાતું કે  ગાંધી આ  રહ્યા

  રાવણ ભલે પજવે  છતાં પણ કંઈક જીવે  રામમય
  અભિનવ વિભીષણ ભાળીને થાતું કે ગાંધી આ રહ્યા

  મુ. ચંદ્રકાંત દેસાઈના ‘ગઝલ વિશેષ’ સંગ્રહમાંથી
           પ્રસ્તુત છે.
     ‘ ગાંધી આ રહ્યા’                          

સમય

May 2nd, 2007 by pravinash 1 comment »

0ckkocacr254sca60enk6caoybbs1cagd6hixcaw6jwjvca0bcz3hca8qx2oeca9cp5decap810v6caqm7jajcakh8n2bcagot2nica26ianmca7z6yiicay88qd4caz2q2pmcaeiijpqcakhjnzl.jpg  

  ન  કાનો  ન  માત્રા   સરળ  સમય
    પાણીના રેલાની જેમ  સરતો  સમય
    એકલતામા કદી ન  મુંઝાતો   સમય
    ભીડમા ન અટવાતૉ અથડાતો સમય
    અંધારે  દિશા  શોધી  શકતો  સમય
    અજવાળે   આલિંગતો સ્પષ્ટ  સમય
    સુખમા  ભાસે  ટૂંકો  ઝડપી   સમય
    દુઃખમાં કદી ન ખૂટતો કપરો  સમય
    બાંધ્યો ન  બંધાતો  આઝાદ  સમય
    જવાનીમા ભાનભૂલેલ ઉછંગ  સમય
    પુખ્તવયે ખોડંગાતો ઠોંસાખાતો સમય
    જન્મટાણે પોંખાતો અધીરો     સમય
    પ્રથમમિલનની યાદનો મધુરો સમય
    રજાની મઝા માણતો રંગીલો  સમય
       કદી સમજદાર
            કદી મઝેદાર
                 કદી યાદગાર
      જિવનની હરપળ, હરઘડી, હરશ્વાસે
       સાથ નિભાવતો કિંમતી સમય
                                   

શાળા

May 1st, 2007 by pravinash 3 comments »

images8.jpg

  આજે શાળાનો છેલ્લો દિવસ હતો. દરેક વિદ્યાર્થિ ખૂબ ખુશ જણાતા હતા.
 પૈસાદારનો નબીરો રોહન આજે કંઈક વધારે પડતા સારા મિજાજમાં હતો.
 રાત્રે પિતાજી સાથે વાત કરી હતી. નવીનકોર મારૂતિ તેને ભેટમા મળશે
  એવી આશા હતી. મિત્રો સાથે મઝા માણી ઘરે આવ્યો. માતા પિતાને
  પગે લાગ્યો. પિતાએ પ્રેમથી આલિંગન આપ્યું. રોહન ને આશા હતી કે
  પિતાજી તેને ગાડીની ચાવી આપશે. તેના બદલામા કરમચંદ શેઠે તેને
  સુંદર પૂ.ગાંધીબાપુની લખેલી ગીતા આપી.
    રોહન નારાજ થયો. ઘર છોડીને જતો રહ્યો. કોલેજનો અભ્યાસ પૂરો
   થયો. માતાને પિતાની ગેરહાજરીમા મળતો. પૈસાની ચિંતા હતી નહી.
  પિતાએ તેના નામ પર ઘણા પૈસા મૂક્યા હતા. પુત્રની નાદાનિયત પર
   પિતાએ આંખ આડા કાન કર્યા. મનમા ને મનમા મુંઝાતા કરમચંદ શેઠ
   હ્રદયરોગના ભોગ બન્યા. દિલની વ્યથાની વાત કોઈને કરતા નહીં.
    એક રાત્રીએ સૂઈ ગયા તે સવારના ઉઠી ન શક્યા. રોહન સમાચાર
    સાંભળી દોડી આવ્યો. માતાને સાચવી, પોતાની નાદાનિયત પર ઘણો
    અફસોસ થયો. પિતાજીના ક્રિયાપાણી પતાવ્યા. ખૂબ ઓછું બોલતો.
  ઘરનો કારોબાર સંભાળતો. અબ પછતાયે ક્યા બને જબ ચિડીયા ચૂગ ગઈ
   ખેત.
    એક દિવસ પિતાજીની ખુરશી પર બેઠો હતો. મેજનું નાનું ખાનું ખોલ્યું.
   પિતાજીનું આપેલું ગીતાનું પુસ્તક હાથ લાગ્યું. ખોલવાની ઇંતજારી ન રોકી
     શક્યો. ખોલ્યું તો અંદર પરબિડિયામાં જોઈ ગાડીની ચાવી, તારિખ હતી
    જે દિવસ તેનો  શાળાનો આખરી દિવસ હતો.   

દર્શન્

April 26th, 2007 by pravinash 1 comment »

ages1.jpg

નજર્યું ઠરે જ્યાં મારી
ઝાંખી શ્રીજી તમારી
આ જિંદગી છે સારી
કૃપા શ્રીજીની ન્યારી

સહવાસ તરો લાધ્યો
જિવનમાં રંગ ભાસ્યો
કોઈ દોષ ના સતાવે
મનડાને ના મુંઝાવે

સ્વારથનો રાહ છોડ્યો
પરમાર્થ ને અપનાવ્યો
મારુ તારુ ના લગીરે
અંતરે શ્રીજી પધારે

શ્રધ્ધા છે તુજમા દિલથી
ડોલે ના મુશ્કિલોથી
હવે હાથ થામ્યો તારો
ભવસાગર પાર ઉતારો

સઘળે શ્રીજીના દર્શન
હ્રદયે શ્રીજીનું સ્થાપન
દિનરાત તેનું સુમિરન
શરણે સ્વિકારો ભગવન

શું સારું?

April 25th, 2007 by pravinash 1 comment »

images35.jpg

જેમાં એક પાઈનો પણ ખર્ચ નથી ભક્તિ

જે આપવાથી વધે છે પ્રેમ

જે સાંધી પણ શકે અને વેતરી પણ જીભ

જે ખોવાથી માનવ મૃત સમાન સ્વાભિમાન

જે જિવનમા પ્રાણ રેડે ઉત્સાહ

જે હમેશ વપરાય, કારણ વિના બહાનુ

જે ચેપી રોગ છે નિંદા

જે સાકરથી ગળ્યું લાગે ખુશામદ

જે શબ્દકોષમા ન હોવો જોઈએ અશક્ય

જેના ફળ મીઠાં હોય મહેનત

જેની કોઈ દવા નથી વહેમ

જે સુંદર ઘરેણું છે હાસ્ય

જેનાથી પુરૂષ હાર માને આંસુ

જેને નાથવું મુશ્કેલ મન

જગતનું પ્રથમ ‘કમ્પુટર’ મગજ

જ્યાં હું ત્યાં તું પડછાયો

સદા સતાવતો ભય

જેનાથી શાંતિ પ્રાપ્ત થાય પ્રાર્થના

ચટપટુ

April 24th, 2007 by pravinash No comments »

v463bcaiepl2qcar434wncabc1qi5caufywgscaipujy3cakc6lx3ca17xnvscairrc1gcaj47esicaswvakwca1ka1jqcailwbwqca8gdi02ca2o6zxlcazaeo91ca9bq9eqcabrra6qcawl0bkc.jpg

 સામગ્રીઃ     ૧         કચી કેરી
                  ૧/૪     કપ મેથીના કુરિયા
                  ૧          નાની ચમચિ મીઠું
                  ૧          નાની ચમચી લાલ કાશ્મિરી મરચું
                  ૧/૪     નાની ચમચી હળદર
                              હિંગ સ્વાદ પ્રમાણે
                  ૨          ચમચા તેલ
    બનાવવાની રીતઃ
                           કાચી કેરીને ધોઈ તેના ચાર કટકા કરી લેવા.
               વચમાંથી ગોટલી કાઢી નાના નાના એક સરખા
                        કટકા કરી એક નાના વાસણમા ભરવા.
                   ઉપર જણાવેલ બધુ ભેગુ કરવું. તેલને જરા
                         હુંફાળુ કરી હિંગ નાખી મસાલામા નાખવું. બે મિનિટ
                         ઢાંકી.  કાપેલી કેરી તેમાં ઉમેરી હલાવવું.
                નાના કચોળામાં કાઢી રેફ્રિજરેટરમા મૂકવું.
                તેલ ઓછું પણ નાખશો તો  પણ ચાલશે.
                   ફ્રીઝમાં પાંચેક દિવસ પણ રહેશે. વાંધો નહી આવે.
                ખૂબ સ્વાદિષ્ટ લાગશે.        

ઉનાળાની રજા

April 21st, 2007 by pravinash 3 comments »

images46.jpg

    આપણા દેશમા ઉનાળાની રજાઓ શરૂ થઈ ગઈ. કહેવાય છે કે ગરીબી
     હજુ ઘણી છે. એ વાત હવે માનવામા આવતી નથી. ક્યાંથી આટલા
    બધા ભારતવાસી અમેરિકા ફરવા આવે છે. અરે લગ્નમા કે ફરવા ખાતર
    યા તો બાળકોને રજાઓ માણવા. બસ અમેરિકા ઢુંકડુ લાગે છે.
    મને વિચાર આવ્યો આટલા બધા આવે છે તો ‘એર ઈન્ડિયા’ વાળા
   ને તડાકો પડતો હશે. પણ જાણ્યું કે મોટાભાગના લોકો ‘લુફ્તાન્ઝા’ કે
  ‘ડેલ્ટા’ પસંદ કરતા હોય છે. હૈયા મા ઝીણી ટીસ ઉઠી.
    મને બરાબર યાદ છે ગઈ સાલ હું ભારતથી પાછી ફરી રહી હતી ત્યારે
   શાકાહારી લખાવ્યા છતા મારે માટે કોઈજ સગવડ ન હતી. એમનું ‘સોરી’
  સાંભળવા મારી પાસે કોઈ ‘લોરી’ ન હતી. અને જ્યારે ‘થેંક્યુ’ કહે છે
   ત્યારે કાંઈક ‘ફેંક્યુ’ હોય એવી લાગણી થાય છે.
   ક્યાં ગઈ આપણી સ્વદેશી પ્રત્યેની ભાવના? ‘પરદેશી માલની હોળી’
  બહિષ્કાર માત્ર ઇતિહાસ મા ભરાઈને બેઠા છે.’ હા, હું અમેરિકામા રહુ છું
   એ જેટલું સત્ય છે તેટલું જ  ભરતની પનોતી પુત્રી છું તે પણ સત્ય છે.

જિવન કેવું હતું?

April 18th, 2007 by pravinash 2 comments »

83z8vca0mkb0oca8htxbica8qjfr1caflzg1scaa51gcncaukehjmcakgg6ircag0rjawca2hl12jcaz437nucat9f1lncalmrcvjca6vsuscca3et28icarhgkgdcawfon9fca4hjgb9ca1rqqvq.jpg

જનમ ધરી આ વિશાળ પટ પર
કોઈનું સુખ દુખ પૂછ્યું હતું
દર્દ અને વિયોગ ને ટાણે
કોઈનું આંસુ લુછ્યું હતું
મનવા તારું જિવન કેવું હતું?

સત્ય અને અસત્યની ગુંચમાં
પ્રેમ નું પલ્લું ઝુક્યું હતું
વાણી અને વર્તનના વિલાસે
મૌનનું મંદિર ખુલ્યું હતું
મનવા તારું જિવન કેવું હતુ?

પાપ અને પુણ્યને મારગડે
કેડી તેં કોતરાવી હતી
ભાવ અને ભક્તિમા ભળી
નૈયા તેં ઝુકાવી હતી
મનવા તારું જિવન કેવું હતું?

માન મર્યાદાનો પડદો
નટ બની ચીર્યો હતો
સૃષ્ટિના સમરાંગણમાં તું
સ્વાર્થની બાજી ખેલ્યો હતો
મનવા તારું જિવન કેવું હતું?

કાળજાની કોરમાં કોઈના
દિલની વાતો ભરી હતી
અપંગ બિમારોને ભાળી
નયણે નીર તેં ભર્યું હતું
મનવા તારું જિવન કેવું હતું?

ધૈર્ય અને ધિરજને ધારી
પ્રકાશ તેં ફેલાવ્યો હતો
દિવાદાંડીને આદર્શ માની
લક્ષ્ય તારું તે સાધ્યુ હતું
મનવા તારું જિવન કેવું હતું?

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.