ચટપટુ April 24, 2007
Posted by pravinash in : ચાલો રસોડામા , trackback સામગ્રીઃ ૧ કચી કેરી
૧/૪ કપ મેથીના કુરિયા
૧ નાની ચમચિ મીઠું
૧ નાની ચમચી લાલ કાશ્મિરી મરચું
૧/૪ નાની ચમચી હળદર
હિંગ સ્વાદ પ્રમાણે
૨ ચમચા તેલ
બનાવવાની રીતઃ
કાચી કેરીને ધોઈ તેના ચાર કટકા કરી લેવા.
વચમાંથી ગોટલી કાઢી નાના નાના એક સરખા
કટકા કરી એક નાના વાસણમા ભરવા.
ઉપર જણાવેલ બધુ ભેગુ કરવું. તેલને જરા
હુંફાળુ કરી હિંગ નાખી મસાલામા નાખવું. બે મિનિટ
ઢાંકી. કાપેલી કેરી તેમાં ઉમેરી હલાવવું.
નાના કચોળામાં કાઢી રેફ્રિજરેટરમા મૂકવું.
તેલ ઓછું પણ નાખશો તો પણ ચાલશે.
ફ્રીઝમાં પાંચેક દિવસ પણ રહેશે. વાંધો નહી આવે.
ખૂબ સ્વાદિષ્ટ લાગશે.


Powered By
Comments»
no comments yet - be the first?