કેવું સુંદર જિવન હતું. એકનો એક દિકરો માતા પિતાની સાથે રહેવું
   પરંતુ ધંધામાં પણ સાથે. જાણે ભગવાને ખુશીની વર્ષા ન કરી હોય.
  બે બાળકો પણ દાદીમાંની દેખરેખ માં ક્યાંય મોટા થઈ ગયા ખબર
   ન પડી. સદાય આનંદ કિલ્લોલથી ઘર ગુંજતું.
    શાંતિભાઈ અને સવિતાબેને ગયા જન્મમાં કેટલાય પુણ્ય કર્યા હશે.
  દિકરો તો માન્યું કે ડાહ્યો અને લાગણીવાળો હોય પણ તેની વહુ? જિવન
   એકધારું વહેતું હતું. સવિતાબેન પાંસઠના થયા, શાંતિભાઈ ને સિત્તેર
   પૂરા થયા. એક સુહાની સાંજે દિકરો વહુ બાળકો સાથે નાટક જોવા ગયા
   હતા. સવિતા બહેનને થયું આજે સારો સમય છે લાવને મારા મનની વાત
   કહું. અરે, સાંભળોછો કે? ચાલોને આપણે બંને જણા ચાર ધામની જાત્રા
   કરવા જઈએ? શાંતિભાઈને પણ લાગ્યું હજુ શ્રીજીની દયાથી પગ ચાલે છે
   તો ચાલો ને જઈ આવીએ.
    શાંતિભાઈએ શોધખોળ ચાલુ કરી. ટિકિટના ભાવ કઢાવ્યા. આધેડ વય
   હતી તેથી ત્રીજા વર્ગમાં જવાનો કોઈ સવાલ જ ન હતો. આરામદાયક જાત્રા
   કરવાની તમન્ના હતી. આવી મોટી જાત્રા જિવનમાં એક વાર કરવા મળે તો
   પણ નસીબ. ખર્ચ થોડો વધારે હતો. પણ તેથી શું. આખી જિંદગી મહેનત
   કરીને બે પાંદડે થયા હતા. સંયુક્ત કુંટુંબ હતું તેથી બંનેને ખૂબ ફાયદો પણ
   હતો.
    બધી તૈયારી થઈ ગઈ. બસ આજે રાત્રે જમવાના મેજ ઉપર વાત છેડવી
   એમ નક્કી કર્યું. અરે મોહિતબેટા અને મિતાલી વહુ સાંભળો ‘હું અને તમારા
   બા ચાર ધામ જાત્રા કરવા જવા ઈચ્છીએ  છીએ.’ મોહિતે મિતાલી સામે જોયું
   અને કહે બાપુજી અંદાજે કેટલો ખર્ચ આવશે? શાંતિભાઈ કહે ટિકિટ અને રહેવા   
   ખાવાનો ખર્ચ એક લાખ અને દસ હજાર અને બીજા દાન ધર્માદાના મળી દોઢ
   લાખમાં બધું થઈ જશે. આમ તો આ બહુ મોટી રકમ ન કહેવાય પણ મિતાલીને
   આ વર્ષે ઊનાળાની રજાઓમાં બાળકો સાથે દુબાઈ જવું હતું. મોહિત તે જાણતો
   હતો. પિતાજીને કહે તમે આવતે વર્ષે જવાનું રાખોતો કેમ? આ વર્ષે ખૂબ ખર્ચો
  થયો છે. હમણાં ટેક્સમાં પણ પૈસા ભરવા પડ્યા હતા. સવિતાબહેન ખૂબ સીધા
  સાદા હતા. શાંતિભાઈને ન ગમ્યું છતાં કાંઈ પણ બોલ્યા નહી. કહે સારું આવતા
  વર્ષે જઈશું. વાત ત્યાં જ ખતમ થઈ ગઈ. બે મહિના પછી.
   જૂન મહિનામાં ઊનાળાની રજાઓ પડી મોહિત અને મિતાલી બાળકો સાથે દુબાઈ
  ત્રણ અઠવાડિયાની મોજ માણવા ઉપડી ગયા. શાંતિભાઈ તેઓ ગયા ત્યારે તો
  કાંઈન બોલ્યા પણ મનમાં ને મનમાં કાંઈક પાકો નિર્ણય કર્યો. આ બાજુ હજુ તો
  પેલા લોકો દુબાઈ પહોંચીને પોરો ખાય ત્યાંતો શાંતિભાઈ પોતાનું સુંદર  વર્ષો જુનું
  ઘર વેચીને સવિતાબેન સાથે પંદર દિવસની અંદર ગામ ભેગા થઈ ગયા. આ શું
  થઈ ગયું એ સવિતાબેન વિચારી પણ ન શક્યા. ગામમાં સુંદર મજાનું ત્રણમાળનું
  ઘર હતું. રાંધવાવાળી બાઈ રાખી લીધી. કામ કરવા માટેતો ‘મીઠી ‘વર્ષો જૂની તેમની
  હતી. ઘર ચાલું જ હતું અવારનવાર શાંતિભાઈ સવિતાબેન સાથે મહિનો માસ રહેતા.
  હવે તેમને કમાવા જવાનો પણ શોખ રહ્યો ન હતો. રજાની મજા માની મોહિત અને
  મિતાલી પાછા ફર્યા. જુએ છે તો તેમના ઘરમાં કોઈ બીજુ કુટુંબ રહેતું હતું. મોહિત
   અવાચક થઈ ગયો. ચારેય જણા ગામ જવા ઉપડ્યા.
    શાંતિભાઈએ મોહિત અને મિતાલી માટે ઘર લેવાના પૈસાનો ચેક તૈયાર રાખ્યો હતો.
  એક પણ અક્ષર બોલ્યા વગર મોહિતે ચેક લીધો પિતાની આંખમાં આંખ પરોવી તેને
   સઘ્ળું સમજાઈ ગયું. મિતાલી આમાનું કશું પણ સમજવા અસમર્થ હતી.  
રજાની મજા
May 23rd, 2007 by pravinash Leave a reply »
  Advertisement		
  
      
		
					
it’s nice small story !
શાંતિભાઈને ધન્ય કહેવાય કે જીવનનું સત્ય સમજાઈ ગયું અને તરત નિર્ણય લઈ લીધો. ખરેખર સમજવા જેવી હકીકત છે.
its really anice story. ane smajva jevi pan.