શું મિલન કે શું જુદાઈ! જાય છે
 રાત  જાણે કે  અમસ્તી  જાય છે
  મારો  સંદેશો કદી તો  પહોંચશે
  વૃક્ષની છાયાઓ તરતી જાય છે
  હું હવાના ઘરમાં રહેવા જાંઉ છું
  ને પવન ભીંતોને ખેંચી જાય છે
  કોઈ  સપનું ચીસ પાડીને ઉઠે–
 રાતનો ભેંકાર તૂટી   જાય  છે
 ક્યાંક વાદળ વરસ્યાં હોવા  જોઈએ
 અહીં કોઈ  ઠંડક શી વળતી જાય છે
 એમ  મોઢું  ફેરવી  ગઈ   જિંદગી
 જેમ  કોઈ  કવ્ય  વાંચી જાય  છે
  શબ્દ!મારા શબ્દડાઓ ક્યાંગયા?
 કોઈ  શ્વાસોમાં  પ્રવેશી  જાય  છે
   જવાહર બક્ષી’તારાપણાના શહેરમાં’
 
 
					
ક્યાંક વાદળ વરસ્યા હોવા જોઈ એ!!!
“એથીજ આજ સૌ સ્નેહથી ભીંજાય ગયાં!!”
very nice….
હું હવાના ઘરમાં રહેવા જાંઉ છું
ને પવન ભીંતોને ખેંચી જાય છે
bahu saras…..