શિખાએ આજે ખૂબ મોટી મિજબાની રાખી હતી. નવુ ઘર, ઘરમા લક્ષમી સમાન દીકરીનું આગમન.
તેના આનંદનો પાર ન હતો. નામ પણ કેવું સુંદર રાખ્યું હતુ. ‘ખુશી’ ઘરમા બસ આનંદ મંગલ છવાયો હતો.
સપનના માતા પિતા પણ રાજીના રેડ થઈ ગયા હતા. એમની અંતરની અભિલાષા શિખાએ પૂરી હતી.
ચારે તરફ આનંદનું વાતાવરણ છવાયું હતું. મહેમાનો આવી પહોંચ્યા હતા. ખુશીએ ઘર પણ ખૂબ સુંદર
સજાવ્યું હતું. ખાવાનામાં પાંચ પકવાન બનવડાવ્યા હતા. ખુશી તો જાણે આસમાનમાંથી ઉતરી હોય તેવી
સુંદર લાગતી હતી. શિખા ખૂબ સંસ્કારી માતાપિતાની દિકરી હતી. સપનને પ્રાણથી પણ અધિક ચાહતી હતી.
સપનને માત્ર એક નાનો ભાઈ હતો જે હજુ ભણવામાં મશગુલ રહેતો. સપનના માતાપિતા ભલે ખૂબ પૈસાદાર
ન હતા પણ શિખાએ તેમને પ્યાર આપી માલામાલ કરી દીધા હતા. સપન ‘હ્રદયનો ડોક્ટર’ હતો. શિખાએ
તેના સાસુ સસરા માટે સરસ મજાનું નાનુ ઘર બાજુમાં જ બંધાવ્યું હતુ. એકબીજા અંદરથી આવજા ખૂબ આસાનીથી
કરી શકતા. શિખાનું દિલ ખુબ વિશાળ હતું. તેને ખબર હતી, ઘર મોટા હોવાથી સાથે નથી રહેવાતુ, દિલ મોટા જોઈએ.
શિખા રસોઈપાણી ઘરે બનાવી તેમના માટે ખુદ આપવા જતી, નહીકે નોકરો મારફત મોકલાવતી.
ખેર, ગાડી પાટા પરથી ઉતરી ગઈ. બસ ધમાલ ચાલતી હતી. દરેક જણા એ મિજબાનીની ખૂબ મઝા માણી. ખુશીને
સાચવવા વાળી આયાને જમવાનો સમય પણ પ્રાપ્ત ન થયો. આટલી બધી ધમાલમા શિખાને પણ યાદ ન રહ્યું. રાત પડી
ગઈ હતી. થાકના બોજા હેઠળ ક્યારે બધા જંપી ગયા તેનો ખ્યાલ પણ ન રહ્યો.
સવાર થઈને જ્યારે આયા ઉઠી નહી ત્યારે શિખા તેને બોલાવવા આવી. આયા બહુ અશક્ત જણાતી હતી. શિખાએ પ્રેમથી
પૂછ્યું કેમ આમ? આયા કહે બહેન મેં કાલથી કાંઈ ખાધું નથી. ત્યારે શિખાને યાદ આવ્યું અરે આટલી બધી ધમાલમા આવું
કેવી રીતે થયું. ખુશીની, ખુશીમાં અંતરાય નપડે તેનું આણે કેટલા જતનથી પાલન કર્યું. શિખા પોતાના હાથે ચહા અને નાસ્તો
તૈયાર કરીને લઈ આવી. તેને પ્રેમથી ખવડાવી બોલી, આજે તું રજા પાડ અને તારા પરિવાર માટે બાંધી આપું તે બધું લઈ જા.
ખુશીની, ખુશી તું તારા પરિવારની સાથે જમીને મનાવજે.——–
ચાલો જમવા
February 22nd, 2008 by pravinash No comments »હવે કશું કહેવું નથી
February 20th, 2008 by pravinash No comments »સાનમાં સમજાવશું આજ હવે કશું કહેવું નથી
વિયોગનું જુઓ પરિણામ હવે કશું કહેવું નથી
પ્રિતડીના દીઠાં અંજામ હવે કશું કહેવું નથી
ખૂબ સહ્યું દીલેઆમ હવે કશું કહેવું નથી
જીવન બન્યું નાકામ હવે કશું કહેવું નથી
એકઠો કર્યો સરંજામ હવે કશું કહેવું નથી
શ્વાસોને મળશે આરામ હવે કશું કહેવું નથી
ક્યારે પામીશ વિરામ હવે કશું કહેવું નથી
આવી પરમને ધામ હવે કશું કહેવું નથી
તમારે શરણે મુકામ હવે કશું કહેવું નથી
માનવામા આવે છે?
February 17th, 2008 by pravinash 1 comment »
જીભ લસલસતા ઘીનો બનાવેલો શીરો ખાય પણ કદી ચીકણી નથી હોતી
.
ગગનેથી બારેમેઘ ખાંગા થાય પણ તે તો કોરુધકોર હોય.
બોટલમાં શરાબ હોય પણ બોટલ કદી નાચતી નથી કે હોશ ગુમાવતી નથી.
હીરાને કદી પોતાના મૂલ્યની ખબર નથ અને તેની તેને દરકાર પણ હોતી નથી.
જીવતા માણસની કદર ન કરે મર્યા પછી તેના ગુણગાન પુણ્ય સ્મૃતિ અને સન્માન કર્યા શું કામનાં?.
પેન લખે સડસડાટ પણ તેનામા જ્ઞાન કેટલું.
નમ્રતા એતો માનવનું અલંકાર છે.
મુજથી હું અભિન્ન છું પણ હું મુજમાં સમાયેલ છે.
અહંકારને ડુબવા માટે સાગર નહી અશ્રુનુ ટીપુ પણ ચાલે.
ઈશ્વર ગાડીનું ‘સ્પેર વ્હીલ” નથી “સ્ટિયરીંગ વ્હીલ” છે.
પ્રાર્થના જીવનનો જાન નથી ગાન છે.તે ઉપર જાય છે જ્યારે આશિર્વાદ નીચે ઉતરે છે
ઘડપણમાં હસાય નહી એના કરતા હસીએ નહી તેથી ઘડપણ ઢુંકડુ જણાય.
જીવનમા જે આવે છે તે જવા માટે.
સુખની કિંમત ત્યારે જણાય જ્યારે દુખ પડે ત્યારે.
સુખદુખ સંજોગો પર આધારિત છે તેના કરતા તેના પ્રત્યેના અભિગમ પર નિર્ભર છે.
જીવનમા કશુ શાશ્વત નથી. સઘળું અનિત્ય છે.
સર્વનું મંગલ હો. સર્વનું મંગલ હો.
હસવાની મનાઈ છે
February 15th, 2008 by pravinash No comments » પ્રભુ કૃપાથી મને કશાની એલર્જી નથી.
શાળામા છોકરાઓને ભણાવવા એ ચાહે ભારત હોયકે અમેરિકા બધે
સરખું હોય.
શાળામાઃ બાળકોને શાંત પાડી મેં ધીરેથી કહ્યું.
સાંભળો બાળકો મારું નામ પ્રવિણા છે.
મને અવાજની એલર્જી છે.
બાળકોઃ ચોથા ધોરણમા હતા. મારી સામે જોઈ
રહ્યા. એક ચપળ વિદ્યાર્થિ બોલ્યો, પ્રવિણા
મેડમ તમને શું થાય.
પ્રવિણાઃ મારો ગુસ્સો જાય.
HAPPY VALENTINE DAY
February 13th, 2008 by pravinash No comments »Every Day is Valentine Day if you keep your heart free from hate.
Every Day is Valentine Day if you stay away from worries.
Every Day is Valentine Day if your expectations are at minimum level.
Every Day is Valentine Day if You give more than you receive.
Every Day is Valentine Day if You trust God.
Every Day is Valentine Day if you fill your heart with LOVE.
Happy Valentine Day to all my readers, friends and whoever read this message.
FAMILY TOO.
વાદા
February 12th, 2008 by pravinash No comments »જીવન છે નદિયાની ધારા
ખળ ખળ વહેતું જાયે
પ્રેમ ધિક્કાર માન અપમાન
તેની ધારા ના અટકાવે
જો માંદગી સતત સતાવે
મુસ્કુરાઓ ના ગણકારો
મોટું મનને ઉદાર દિલ
તેની અકસીર ઔષધ જાણો
ઇચ્છીત પામો આ જીવનમાં
ઈશ્વરને કદી મંઝુર નથી
ન ભાવતાને ભાવતું કરો
પ્રયત્નથી કશું મુશ્કેલ નથી
હિંમતે મર્દા તો મદદે ખુદા
એ ઉક્તિ પર દિલ ફીદા
આનંદો આ જીવનમાં સદા
કિરતારના છે મૂક વાદા
સુંદર વિચાર
February 10th, 2008 by pravinash No comments »માન અપમાન એ કોઈની જાગીરદારી નથી
કુદરતના ન્યાય આગળ કોઇની ભાગીદારી નથી
વ્યક્તિઓના સમુહને સમાજ કહેવાય.
વ્યક્તિમા સમજ હોય તો સમાજ સમજુ હોય
જે શોષણ કરે છે તે અભિમાનમા ગળા ડૂબ છે.
જે શોષણ કરે છે તેણે સાચા ખોટાનું વિવેક ગુમાવેલ છે.
જે શોષણ કરે છે તેને સારા નરસાનું ભાન હોતુ નથી.
જે શોષણ કરે છે તે સ્વાર્થથી છલોછલ ઉભરાતો હોય છે.
અભણ
February 6th, 2008 by pravinash No comments » મમ્મીઃ બેટા, મારા જમાનામાં હું પણ કોલેજમા ભણવા ગઈ હતી.
એસ.એન.ડી.ટીમાં નહીં હં કે. ઝેવિયર્સમા. તને મને
અભણ કહેતા લાજ નથી આવતી.
દિકરીઃ મા, હજુ ભલેને હુ, કોલેજના છેલ્લા વર્ષમા હોઉં. પણ
કમપ્યુટરમાં હું ભલભલાને પાણી પિવડાવું છું. મા, હવે
‘અભણ’ ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે.
મમ્મીઃ તારા હિસાબે નવી વ્યાખ્યા શું છે?
દિકરીઃ મા જેને આજના જમાનામા કમપ્યુટર ના આવડે તે ‘અભણ’.
તું મારી સાથે સહમત છે?
મમ્મીઃ હા, બેટા!