વિશ્રાંતિ લેવી ક્યાં? February 18, 2008
Posted by pravinash in : વિણેલા મોતી , trackbackક્યાંક શબ્દોના ઘોર જંગલો છે
ક્યાંક અર્થોના અલૌકિક સૂર્યોદય છે
ક્યાંક વિચારોના ઘૂઘવતા દરિયા છે
ક્યાંક મૌનનાં એકલવાયા શિખરો છે
ક્યાંક રહસ્યોની અંધકારભરી વસાહતો છે
ક્યાંક અનુભૂતિનાં વૃક્ષોથી લથપથ ખીણો છે
ક્યાંક જીવન સાધનાનો નિર્જન કાંઠો છે
“ટાગોર”


Powered By
Comments»
no comments yet - be the first?