
હા, આજનો દિવસ મારે માટે ખૂબ મહત્વનો છે. હા, હવે તો તે ભૂતકાળ થઈ ગયો
તેથી હતો કહીશ.બાળપણની નિર્દોષ દોસ્તી. એ બાબતમા હું ખૂબ ભાગ્યશાળી છું.
મારો સ્વ્ભાવ સારો કહી શકાય કે નહીતે ખબર નથી. પણ હા ઘણી વ્યક્તિઓ મને
પસંદ નથી કરતા. એ તેમની મારા પ્રત્યેની નારાજગી પરથી સ્પષ્ટ જણાઈ આવે. ખેર
એ વાતમા ન પડતા જે કહેવું છે તે કહેવા દો. આજે બસ મને રોકો મા.
શુક્રવાર, ૨૨મી ફેબ્રુઆરી રાતના ૧૧ વાગે હું એરપોર્ટ જતી હતી. શામાટે? આટલું
બધું મોડું? મારી શાળાની બે સહેલી ન્યુજર્સીથી ખાસ મને મળવા આવી રહી હતી.
અમે છેલ્લા ૫૦ વર્ષોથી એકબીજાના પરિચયમા છીએ. બસ આ જ વાત તો મારે
તમને કહેવી હતી. કે આજનો દિવસ મારે માટે કેટલો મંગલહતો. કદી દિલમાં ખટકો
નહી. કદી એકબીજા પ્રત્યે કભાવ નહી. કદી મારુ તારુ નહી. કદી સ્વાર્થ નહી.કદી કોની
પાસે કેટલા પૈસા છે તેની પરવા નહી. બધાનો પરિવાર સુખી છે. તે અમારા સહુના
જીવનનો ઉત્સાહ હતો.
વાચક મિત્રો, મારા હ્રદયના ભાવ તમારી સમક્ષ મૂકવા માટે મારું હૈયું તલસી
રહ્યું હતું . કહેવાય છેદુઃખ વહેંચો તો અડધું થાય, આનંદ વહેંચો તો બમણો થાય.
ખૂબ મઝા કરી. ઘણે બધે ઠેકાણે હ્યુસ્ટનમાં ફર્યા,એ બધી ગૌણ વાતો છે. કિંતુ
મળ્યા, બાળપણના સુંદર દિવસો યાદ કર્યા. આટલા બધા વર્ષો સુધી એ પ્રેમ
અકબંધ છે તેનો ઉત્સવ મનાવ્યો. એ નિર્મળ પ્રેમની ગંગામાં ડુબકી મારી. ઘડીભર
સંસારના આરોહ અનેઅવરોહ વિસારે પાડ્યા. બસ પ્રભુ આવો પ્યાર મેળવવા હું
સદભાગી બની એ તારી કૃપા નહી તો બીજું શું?