રાધા March 6, 2008
Posted by pravinash in : ભજનો , trackbackરાધા ઝુમી ઉઠી કે નયનોએ કૃષ્ણ નિરખ્યા
હરખે ફૂલી ઉઠી ને ઝાંઝર રણકી ઉઠ્યા
ગોકુળમાં રાધાનો કૃષ્ણ ખોવાણો
ગોપીઓના ઘરમાં જઈને ભરાણો
ગોવાળો સંગે વંઠેલ કે નયનોએ કૃષ્ણ નિરખ્યા
રાધાને માખણ ખાતા કૃષ્ણ દેખાણો
બેઉ હાથે માખણ ચોર મંડાણો
હૈયું હરખી ઊઠ્યું કે નયનોએ કૃષ્ણ નિરખ્યા
રાધાએ કૃષ્ણ વિશ્રામ ઘાટે ભાળ્યા
પાણીની હેલ ચઢાવતા માણ્યા
અંગ અંગ ભિંજાઈ ઉઠી કે નયનોએ કૃષ્ણ નિરખ્યા
રાધા કૃષ્ણ સંગે રાસ રમંતી
મધુવનમાંહી હસી ઘેલી ખલતી
ચાંદનીમાં ભાન ભૂલી કે નયનો એ કૃષણ નિરખ્યા


Powered By
Comments»
નયનો એ કૃષણ નિરખ્યા …સુઁદર દર્શન..