શ્રદ્ધા –શંકા March 9, 2008
Posted by pravinash in : ભજનો, વિચાર ના વહેણ , trackbackબંનેની રાશી એક છે.
શ્રદ્ધા તારે છે.
શંકા ડૂબાડે છે.
શ્રદ્ધા આવશ્યક છે.
શંકા અનાવશ્યક છે.
શ્રદ્ધા સહારો છે.
શંકા સિતારો છે.
શ્રદ્ધામાં શંકાને સ્થાન નથી.
શંકા હોય ત્યાં શ્રદ્ધા ઢુંકતી નથી.
શ્રદ્ધા વાતાવરણ પવિત્ર બનાવે છે.
શંકા મલિનતા પ્રસરાવે છે.
શ્રદ્ધા કૃપાપાત્ર બનાવે છે.
શંકા ને અને કૃપાને બાપે માર્યા વેર છે.
શ્રદ્ધાથી દોષ કશો દૂર ભાગે છે.
શંકા દોષોને પોષે છે.
શ્રદ્ધા વિનાનો માનવી પામર છે.
શંકાશીલ માનવી જીવિત મૃત સમાન છે.
શ્રદ્ધા અર્પણ , તર્પણ અને સમર્પણ થી વૈભવ શીલ બને છે.
શંકા ઈર્ષ્યા , નીંદા અને તુલનાથી દુષિત બને છે.
શ્રદ્ધા સર્જનની જનેતા છે.
શંકા વિસર્જનની સાક્ષી છે.
શ્રદ્ધા————- સંતોષ
શંકા ————અસંતોષ


Powered By
Comments»
no comments yet - be the first?