MAKE TIME March 2, 2008
Posted by pravinash in : વિચાર ના વહેણ , trackback
જીવનમાં દરેક કાર્ય કરો, વિચારીને કરો!
તેનાથી આપણને શક્તિનું પ્રદાન થાય છે.
જીવનમાં વાંચવા માટે સમય ફાળવો!
તેનાથી આપણી બુધ્ધિ ખીલે છે.
જીવનમાં રમતને (ખેલકૂદ) આગવું સ્થાન આપો!
તેનાથી યુવાની જળવાય છે.
જીવનમા મૌનનું પાલન કરો!
તેનાથી પ્રભુ પ્રત્યે પ્રિતી કેળવાય છે.
જીવનમાં મન ભરીને પ્રેમ આપો અને પામો!
એ તો કુદરતની સહુથી મોંઘી સોગાદ છે.
જીવનમાં ખુલ્લાદિલે હસો.
એ તો આત્માનું સંગીત છે.
જીવનામા કોઈ પણ કાર્ય મનમૂકીને કરો!
એ તો જીવનની સફળતાનું પહેલું સોપાન છે.
જીવનમાં પ્રાર્થનાને મહત્વ આપો!
સહુથી શક્તિશાળી હથિયાર છે.
જીવનમાં સહુને માન અને આદર આપો!
સહુ તેના એકસરખા હક્કદાર છે.
જીવનમાં માતા પિતાને વિના શરતે ચાહો!
તમે તેમનું અમૂલ્ય ધન છો.
જુઓ આ સૃષ્ટિ કેવી હરિયાળી અને સુંદર દીસે છે.


Powered By
Comments»
no comments yet - be the first?