વેદાંતનો અભ્યાસ ચારિત્રનુ ઘડતર કરે છે. સ્વને કેન્દ્રમાં રાખીને કરેલા કાર્યનુ
પરિણામ એટલે દુ;ખ અને ચીંતા. વેદાંત ભય સ્થાનોથી સાવચેત કરી બુધ્ધિને
યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. પ્રાણીમાત્ર પર પ્રેમ તેઓ અર્થ એ તો નહી કે સાપ
અને કૂતરાને સરખો પ્યાર. કૂતરાને ઘરમા રાખિ શકાય સાપને નહી. વેદમા ખૂબ
સરસ ઉદાહરણ છે. એક સાપ ઋષિને પ્રવચનથી પ્રભાવિત થયો. તેણે લોકોને
ડસવાનું છોડી દીધું. ઋષિતો ચલતા ભલા. એકાદ મહિના પછી ગામમા પાછા
આવ્યા તો સાપ મરણતોલ દશામા. ઋષિને નવાઈ લાગી સાપને પ્રેમપૂર્વક
ખોળામા લઈ બધી વાત પૂછી. સાપે પોતાનો સંકલ્પ જણાવ્યો. ઋષિને ઘણું
દુઃખ થયું કહે’ મેં ઉપદેશમાં કોઈને દર્દ યા દુઃખ પહોંચાડવાની મના કરી હતી.
કિંતુ જો તને માનવીએ લાકડીથી પ્રહાર કરી તારા આવા હાલ કર્યા તો તારે
ફુંફાડૉતો મારવો જોઈએ. તારા ફુંફાડાથી માનવ સો ગજ દૂર ભાગી જાત.
આ છે વેદાંતના અભ્યાસની સફળતા. માનવને વિવેકબુધ્ધિનો ઉપયોગ કરી
સાચો જીવનનો રાહ દર્શાવવો. પોતાના અજ્ઞાનપ્રત્યે સદા સચેત રહેવું. વેદાંત
નો અભ્યાસ આશા અને નિરાશાની વચ્ચે ઝોલા ખાતા માનવીને સમતાપૂર્વક દોરી
શાંતિનુ પ્રદાન કરે છે. મહાવિદ્યાલયની ઉપાધિ જાણકારી પૂરી પાડે છે. વેદાંતનો
અભ્યાસ તેને સરળ બનાવી જીવન જીવવાની દિશા દર્શાવે છે. જેમ સ્વાસ્થય માટે
વ્યાયામ આવશ્યક છે તેમ જીવનને સાચા અર્થમા જીવવા માટે વેદનો અભ્યાસ.
તેનું પરિણામ તાત્કાલિક નથી.પણ તેની પ્રતિભા લાંબાગાળે આપોઆપ પ્રગટ
થાય છે. તેનાથી થતી આંતરિક વૃધ્ધિ માનવને દૃઢ વિશ્વાસ આપી મજબૂત
બનાવી ધર્મ શીખવે છે.
ધારયતે ઇતિ ધર્મ. ધર્મદ્વારા માનવ સતત આનંદને પામી ઉન્નત જીવન
જીવવાની આકાંક્ષા સેવે છે. માનવ શરીર એટલે આત્મા અને પાર્થિવ દેહનું મિલન.
શરીરની સંગે સુખ, દુ;ખ, ભૌતિકતા , સંકળાયેલા છે. જ્યારે આત્મા એ શક્તિ અને
આનંદમય છે. ભૌતિકતામા અટવાયેલ માનવ માર્ગ ભૂલીને જનમ મરણમા અટવાઈ
માનવ ફેરો નિર્થક બનાવે છે. માનવના ત્રણ સ્વભાવ છે. સાત્વિક, રાજસિક
અને તામસીક . પાંચ પ્રકારના કર્મમા તે પ્રવૃત્ત રહે છે. કર્મ, જ્ઞાન, કાર્ય,
કર્તા અને બુધ્ધિ.
જેમ વિજળીના ગોળામા વિજળી ન હોય તો કશી જ શક્તિ નથી. તેની કશી કિમત
નથી તેમ આ માનવ દેહમાંથી જો આત્મા નિસરે તો આ ખાલી ખોખાની શી વિસાત?
માનવની ઈચ્છા અને કાર્યથી વાસના ઉદભવે. શારિરીક , આંતરીક, બૌધ્ધિક અને
લાગણીથી માનવની પ્રતિભા તૈયાર થાય. તેમા કોનું પ્રાધાન્ય છે તે માનવને ઘડે છે.
આત્મા સર્વ વ્યાપક, શુધ્ધ અને શાશ્વત છે. તે સ્વાર્થવિહીન છે. માનવની અંદરની
ભાવના તેને યોગ્ય માર્ગદર્શન પૂરુ પાડે છે,
તે પંચકોષનો બનેલો છે. અન્નમયકોષ, પ્રાણમયકોષ, મનોમયકોષ,વિજ્ઞાન-
મયકોષ અને આનંદમય કોષ. તેની ત્રણ અવસ્થા છે. જાગૃત અવસ્થા, સ્વપ્ન
અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા. કિંતુ આત્માનું રૂપ છે સત્ ,ચિત અને આનંદ.
વધુ———–