- તેના અભ્યાસથી અંતરમા શાંતિ અને આનંદ પ્રવર્તે છે.
- વેદાંતના પઠનથી જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય છે.
- વેદનો અભ્યાસ સફળતા અને પ્રગતિને પંથે પ્રયાણ કરાવે છે.
- એ બંનેના સમન્વયથી આપણી ભૌતિક અને આધ્યાત્મિક ભૂખ સંતોષાય છે.
- વેદાંતનો અભ્યાસ એટલે પધ્ધતિસર જીવન જીવવાનો સફળ પ્રયાસ.
- “હું” કોણ? એ પ્રશ્નનો ઉત્તર વેદાંત આપે છે.
- વેદે તેની છણાવટ કરી આપણી સમક્ષ પૂરાવા સાથે દર્શાવ્યું છે. સુખ , શાંતિ અને આનંદના ત્રિવેણી સંગમમા વેદ આપણને સ્નાન કરાવી શુધ્ધ બનાવે છે.
- વેદ વિચારોને પ્રેરે છે.
- પોતાની જાતનું પૃથક્કરણ કરી તેને જાણવી અને શુધ્ધ કરવામા વેદનો અભ્યાસ સહાય કરે છે. વેદ વૈજ્ઞાનિક પધ્ધતિથી આપણને ધર્મ વિષે ઉંડુ જ્ઞાન આપે છે.
- ‘વેદ’ની સાર્થકતા ખુદ વેદ છે. વેદનો અભ્યાસ જીવન જીવવા માટે અતિ આવશ્યક છે.
- વેદ અને શાસ્ત્રનો ઉંડો અભ્યાસ કદાચ કંટાળા જનક લાગે. કિંતુ વેદનો સારાંશ ‘વેદાંત’ સંક્ષિપ્તમાં ખૂબ ચીવટથી આપણને સમજાવવામા સફળ થયું છે.
- ઝીણવટપૂર્વકનું તેનું અવલોકન જીવન જીવવાનો રાહ બતાવે છે. વિચાર કરવો, પણ કઈ રીતે , કઈ દિશામા તે માર્ગદર્શન વેદાંત પૂરુ પાડે છે. એ એક કળા છે. પાયા વગરના ઉપદેશ અને સિધ્ધાંતો પામેલ માનવી દિશા ભૂલી જ્યાં ત્યાં ગોથા ખાય છે.
આજે આટલું બસ.
તમારા અભિપ્રાય મોકલશો.
હવે પછી કાલે મળીશું———-