શું અપનાવશો? March 12, 2008
Posted by pravinash in : વિચાર ના વહેણ , trackbackજે આદરના અધિકારી છે. માતા પિતા
જેને આદરની પરવા નથી. કૂતરા- બિલાડા
જે હરપળે વિંધાય છે. હ્રદય
જેને વિંધવું શક્ય નથી. શબ
જે આવે છે તે જવા માટે. યુવાની
જે જાય છે આહિસ્તા આહિસ્તા. ઘડપણ
જે શરીરનું આભૂષણ છે. મૌન
જે ઘણીવાર વ્યર્થ છે. વાણી
જેના પર સંયમ આવશ્યક છે. જીભ
જે સ્વતંત્ર અને દૃઢ છે. સદવિચાર
જે કાપવા જેવું છે તે વધારે છે. નખ
જે વધારવું જોઈએ તે કાપે છે. વાળ
જે સહુથી ઊંચી છે. પ્રેમ સગાઈ
જે જગમાં નીંદનીય છે. તિરસ્કાર
જે કાજલ કરતાં કાળું છે. કલંક
જે પાણી કરતાં પતળું છે. જ્ઞાન
જે શસ્ત્ર કરતાં પણ કાતિલ છે. કટુવાણી
જે મલમ કરતાં મુલાયમ છે. મધુર શબ્દ
જે ભૂમિથી ભારી છે. ક્રોધ
જે સહુને આકર્ષે છે. સ્મિત
જે કરવાથી બંને પક્ષ પાપના ભાગીદાર છે. નિંદા
જે બંને પક્ષ માટે લાભદાયી છે. પ્રશંશા
જેનાથી હાથ શોભે છે. દાન
જે હરહંમેશ આવકાર્ય છે. પ્રેમ
જેની પ્રેમ નિતરતી આંખો છે, માતા
જે મૌન દ્વારા પ્રેમ રેલાવે છે. પિતા
જે નિરંતર સ્મરણીય છે. પ્રભુનામ
જે હંમેશ કરવો આવશ્યક છે. સત્સંગ
“૪૨” વર્ષોનો અર્ક


Powered By
Comments»
no comments yet - be the first?