વેદ શાકાજે————

April 6th, 2008 by pravinash Leave a reply »

           

                               images9.jpg
       કર્મ  અનિવાર્ય  છે. કર્મ  કરવું એ  દરેક  માનવનો  સ્વભાવ છે. જીવનનું એ
      અવિભાજ્ય  અંગ છે. કર્મ  હરએક  માનવનું  સ્વતંત્ર છે. કર્મનું  ફળ એ કુદરતનો
       નિયમ  છે. જલ્દી કરવું, ચીંતા  કરવી એ દુષણ  સમાજમા  ફેલાયેલું  છે. માનવ
      ધર્મ અને  વેદાંતનો  અભ્યાસ  જીવનના  સંધ્યાકાળે  શરૂ  કરે  છે. ખૂબ  આશ્ચર્યજનક
      છે.વેદાંત  સમજાવવામા  સફળ થયું છે. જીવનનું  સાચું  કાર્ય,સાચી  સમજ,ફરજ
      છતાંય  આપણે  આળસને  અપનાવી  અણમોલ  જીવન  વેડફી  રહ્યા છીએ.

               મન  પરોવીને  કરેલું  કાર્ય  સાચા  નિશાન  તાકી  સફળતા અપાવે  છે.
     જીવનનું  ધ્યેય  હોવુ  જોઈએ  કાર્યની  ઉત્સુક્તા નહી કે  સફળતા યા  પરિણામ.
     જવઆદારી  અને ફરજ એ કાર્યના  પ્રકાર  છે. તેમા  ભૂલચૂકને  સ્થાન  નથી.
     ભૂતકાળનું કાર્ય  આજની  વાસના  બને  છે. વાસના  ભવિષ્યકાળમા  ફેરવાય
      છે. વાસના  કારણ છે, કાર્ય  અસર છે. વાસનાથી  ઉપર ઉઠીને  માનવ યાતો
      પ્રગતિ  સાધે છે.યા  ગળાડૂબ  વાસનામાં  ડૂબી નીચે ને નીચે  સરતો જાય છે.
  

       
           ગમો અણગમો  માનવીને  પાયમાલ  કરવા માટે  પૂરતા  છે. લાગણીથી યા
       હ્રદયને  કેન્દ્રમાં  રાખી  કરેલા કાર્ય  ધાર્યા  પરિણામ  લાવવા માટે  સફળ  થતા
       નથી.કોઈ  પણ  કરેલા  કાર્યના બેજ  પરિણામ  હોઈ  શકે, સારુ  યા બૂરુ.વેદના
       અભ્યાસમા  ક્યાંય નથી  કહ્યુંકે  સંસાર  છોડો. હા, આસક્તિ નો ઉલ્લેખ અવશ્ય
      છે. હિમાલયમા જાવ કે  સન્યાસ  અપનાવો એમ પણ વેદાંતનો  અભ્યાસ નથી
      કહેતો. વિવેકબુધ્ધિનો ઉપયોગ, તેન પર ભાર  મૂકે  છે. સામાજીક જીવન જીવો.
     આસક્તિ ન  રાખો. સ્વાર્થવૃત્તિનો  ત્યાગ કરો. ત્યાગ  એટલે અહંનો ત્યાગ. દરેક
      કાર્યમા  “હું” પણાની  ભાવના. સત્યનુ  પાલન, અહંનું  નિઃશેષ થવું, સ્વાર્થી
      વૃત્તિને તિલાંજલી  આપવી.

          વેદાંતનો  અભ્યાસ  લાગણીના પૂરનો  સ્તંભ  તરીકે સ્વિકારે છે. નહી કે વમળ.
      લાગણીનો  અભાવ  માનવીની  સમતુલા અને  શાંતિ  છીનવે   છે. લાગણીને
      કેન્દ્રમા  રાખવાને  બદલે  તેને  પરીઘ   બનાવી  તેનું  વિસ્તરણ કુટુંબ, સમાજ,
     દેશ  અને  દુનિયા  સુધી કરી  જુઓ.આસ્તે આસ્તે નહી કે ઝડપથી. સ્વાર્થીપણું
        ત્યજી  નિસ્વાર્થ  બનવું.સ્વને બદલે  અન્યનો  વિચાર.વ્યક્તિને  બદલે સમષ્ટિ
       કાજે. પત્ની  અને  બાળકો પ્રેમ  કરતા  શિખવે  છે. માત્ર  ધીરે ધીરે વિસ્તાર
       વધારવાનો.’સાચા પ્રેમનું’ પાલન કરો. સહુનું મંગલ  ઇચ્છો. દયાળુ સ્વભાવ
       એ સાચા પ્રેમની  અભિવ્યક્તિ  છે. અહિંસા  તેનો  એક  પ્રકાર  છે. કોઇને થતી
       પીડાનો  અનુભવ  મનસા  વાચા,  કર્મણા————

     વધુ   કાલે———–         

Advertisement

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.