Archive for February, 2008

HAPPY VALENTINE DAY

February 13th, 2008

images4.jpg        

       Every  Day  is  Valentine Day  if you  keep your heart  free from hate.

                  Every  Day is  Valentine  Day  if  you  stay  away  from  worries.

                  Every  Day  is  Valentine  Day  if  your  expectations are at minimum level.

                 Every  Day  is Valentine  Day  if  You  give  more  than you  receive.

                Every  Day  is  Valentine  Day  if  You  trust  God.

                Every  Day  is  Valentine  Day  if  you  fill your  heart  with  LOVE. 

                 Happy  Valentine  Day  to all  my  readers,  friends  and whoever  read  this  message.

                         FAMILY  TOO.   

       

વાદા

February 12th, 2008

images5.jpg 

જીવન છે નદિયાની ધારા
  ખળ ખળ વહેતું જાયે
  પ્રેમ ધિક્કાર માન અપમાન
  તેની ધારા ના અટકાવે

જો માંદગી સતત સતાવે
  મુસ્કુરાઓ ના ગણકારો
  મોટું મનને ઉદાર દિલ
  તેની અકસીર ઔષધ જાણો

ઇચ્છીત પામો આ જીવનમાં
  ઈશ્વરને કદી મંઝુર નથી
  ન ભાવતાને ભાવતું કરો
  પ્રયત્નથી કશું મુશ્કેલ નથી

હિંમતે મર્દા તો મદદે ખુદા
  એ ઉક્તિ પર દિલ ફીદા
  આનંદો આ જીવનમાં સદા
  કિરતારના છે મૂક વાદા

સુંદર વિચાર

February 10th, 2008

images14.jpg

માન અપમાન એ કોઈની જાગીરદારી નથી
કુદરતના ન્યાય આગળ કોઇની ભાગીદારી નથી

વ્યક્તિઓના સમુહને સમાજ કહેવાય.
વ્યક્તિમા સમજ હોય તો સમાજ સમજુ હોય

જે શોષણ કરે છે તે અભિમાનમા ગળા ડૂબ છે.  
 જે શોષણ કરે છે તેણે સાચા ખોટાનું વિવેક ગુમાવેલ છે.
જે શોષણ કરે છે તેને સારા નરસાનું ભાન હોતુ નથી.
જે શોષણ કરે છે તે સ્વાર્થથી છલોછલ ઉભરાતો હોય છે.

વનરાજી

February 9th, 2008

images9.jpg

વનરાજી વચ્ચે
કૅડી કંગારે
ઝરણાનું મોહક
ખળખળ વહેવું
વૃક્ષોને ભેદી
સૂર્યના કિરણો
અલપઝલપ થાતા
રાહ બતાવે
મંદમંદ પવન
લટને સંવારે
શીળી છાયા
મનડું લોભાવે
કોયલનું કુંજન
ભમરાનું ગુંજન
ખીસકોલી છાની
પકડદાવ દેતી
ધુળની ડમરી
ગગને ચડતી
કંકર સંગે
રીસાઈ જાતી
કલા કુદરતની
અનોખી અનેરી
સૌંદર્ય વેરી
શુશોભિત થાતી

અભણ

February 6th, 2008

     મમ્મીઃ  બેટા, મારા જમાનામાં હું પણ કોલેજમા ભણવા ગઈ હતી.
           એસ.એન.ડી.ટીમાં નહીં હં કે. ઝેવિયર્સમા. તને મને
                  અભણ કહેતા લાજ નથી આવતી.

     દિકરીઃ  મા, હજુ ભલેને હુ, કોલેજના છેલ્લા વર્ષમા હોઉં. પણ
                 કમપ્યુટરમાં હું ભલભલાને પાણી પિવડાવું છું. મા, હવે
                 ‘અભણ’ ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે.
  
     મમ્મીઃ તારા હિસાબે નવી વ્યાખ્યા શું છે?

     દિકરીઃ મા જેને આજના જમાનામા કમપ્યુટર ના આવડે તે ‘અભણ’.
          તું મારી સાથે સહમત છે?

     મમ્મીઃ હા, બેટા!         

GAZAL

February 4th, 2008

દુઃખ  પડે  ત્યારે  નિસરે  ગઝલ
મલમ  લગાવી ઘા  રૂઝવે ગઝલ

કરે તલવારના ઘા સહેતી ગઝલ
શિરછેદ કરી પાઘડી બાંધે ગઝલ

અતલ ઉંડાણમા શોધતા લાધી ગઝલ
ભલે  નાસમજ  સમજે  છીછરી   ગઝલ

કત્લેઆમ કરે  હરફ ન ભરે ગઝલ
ફના થવાની મઝા માણતી ગઝલ

અબુધની બુધ્ધિમાં ન ઉતરે ગઝલ
શાન આવે ત્યારે સળવળતી ગઝલ
   
મિલનની પળોમાં નાચી ઉઠતી ગઝલ
વિયોગની ક્ષણોમા આંસુ વહાવે ગઝલ

આશા  નિરાશાની  ડાળે ઝૂલે ગઝલ
કડડભૂસ  ટૂટી  ધરાને  ચૂમે    ગઝલ

પાનીના હળવે ઠમકારે રણકે ગઝલ
શબ્દ  સૂણી  કર્ણપટે પીરસે   ગઝલ

સ્પર્શને અણસારે હૈયે ઉતરી ગઝલ
સ્પંદનોના તરંગે ઝોલે ચઢી ગઝલ     

ઉમંગોને હળવે બાથ ભરે ગઝલ
સાકાર થઈ સેજે બિછાવે ગઝલ  

સ્વમાનની શૈયા પર પોઢી ગઝલ
કિરતારને શરણે જઈ ચઢી  ગઝલ
  
વાતમા ને વાતમા પાને અવતરી ગઝલ
આડઆવળા લીટા   કલમે કંડારી  ગઝલ

જાણે અજાણે દર્દ જગાવે ગઝલ
બેકર  જોડી ક્ષમા યાચે  ગઝલ

LOVE

February 4th, 2008

                                             cauz4hgb.jpg

પ્રેમ પ્યાર્

પ્રેમનું વર્ણન ક્યાંથી શરૂ કરું? જેને નથી આકાર કે જે નથી સાકાર. જેને નથી સુગંધ
કે જેને નથી સ્વાદ. નિરાકાર અને ર્ંગ વગરનો છતાંય અલૌકિક અને અદભૂત. જેનું
વર્ણન અશક્ય નહી પણ નામુમકીન. પ્રેમની પવિત્રતાની શું વાત અંગે અંગ જેની
અનુભૂતી થાય. જેના સ્પર્શની કલ્પના માત્રથી સ્પંદન અનુભવાય છતાં અભડાય નહી.

પ્યાર જ્ઞાન અને બુધ્ધિથી પર છે. પ્રેમ એ એક એવી સ્થિતિ છે કે જે તમને બલુ
કરવા પ્રેરે યા બૂરું કરવા. બે વચ્ચે તફાવત એટલો કે ભલું કરનાર બીજાને ચાહે છે જ્યારે
બૂરુ કરનાર ખુદને.

પ્રેમ તો બસ પ્રેમ છે. કદી પર્વતમાંથી વહેતું ઝરણું નિહાળ્યું છે? કેવું મસ્તીમાં
વહે છે. શું ખબર છે તેને તે કઈ દિશા તરફ આગેકૂચ કરી રહ્યું છે. યા તો તેને તેની
ગતિ નું ભાન છે. છે તેને કોઇ રંગ યા સ્વાદ. છતાંય ખળ ખળ ખળ વહે છે. મારગડે
આવતા પથ્થર, કાંકરા યા ઝાડી સાથે કોઈ સંબંધ નથી. તેનાથી તે મલિન પણ થતુ
નથી. તેનું સૌંદર્ય માણવું તે એક અલૌકિક લ્હાવો છે. બસ આવું જ કાંઇક પ્રેમ વિશે
કહી શકાય.

પ્રેમને શાની ઉપમા આપીશું! પ્રભુની કે પ્રેયસીની? પ્રેમ તો તે બનેથી
પર છે. પ્રેઅસી રૂઠે યા ત્યજે. પ્રેમ એક પક્ષી છે. તે ન રૂઠે ન ત્યજે. તમે
આપો ન આપો તે અવિરત વહે.કોઈ બદલાની ભાવના નહી. કોઈ બંધન નહી.

પ્રેમમા પ્રભુમય થવાય. પ્રભુ રીઝે કે નહી તેની પરવા નહી. માગ્યા
ફળ મળે કે નહી તેની નારાજગી નહી.ો ઈ સોદાબાજી નહી. પ્રેમથી શ્રધ્ધા
અને ભક્તિ બને વધે.

આ પૃથ્વીમા અવતરનાર દરેક મનુષ્ય સાચા પ્રેમનો અધિકારી છે. જો ન
પામે તો આ જીવન ધિક છે.જેઓ પામ્યા તેમના જેવું કોઈ શ્રીમંત નથી. પ્રેમને
હીરા, મોતીથી ન તોલશો! તિજોરીમાં સંઘરેલ નોટોની થપ્પીનું તેની પાસે કોઈ
મૂલ્ય નથી. તે હવાથી હલકો છે. તે પૃથ્વીથી ભારે છે.

બસ પ્રેમ કર્યે જાવ. કોઈ અપેક્ષા વગર————

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.