jump to navigation

GAZAL February 4, 2008

Posted by pravinash in : ગમતી ગઝલ , 1 comment so far

દુઃખ  પડે  ત્યારે  નિસરે  ગઝલ
મલમ  લગાવી ઘા  રૂઝવે ગઝલ

કરે તલવારના ઘા સહેતી ગઝલ
શિરછેદ કરી પાઘડી બાંધે ગઝલ

અતલ ઉંડાણમા શોધતા લાધી ગઝલ
ભલે  નાસમજ  સમજે  છીછરી   ગઝલ

કત્લેઆમ કરે  હરફ ન ભરે ગઝલ
ફના થવાની મઝા માણતી ગઝલ

અબુધની બુધ્ધિમાં ન ઉતરે ગઝલ
શાન આવે ત્યારે સળવળતી ગઝલ
   
મિલનની પળોમાં નાચી ઉઠતી ગઝલ
વિયોગની ક્ષણોમા આંસુ વહાવે ગઝલ

આશા  નિરાશાની  ડાળે ઝૂલે ગઝલ
કડડભૂસ  ટૂટી  ધરાને  ચૂમે    ગઝલ

પાનીના હળવે ઠમકારે રણકે ગઝલ
શબ્દ  સૂણી  કર્ણપટે પીરસે   ગઝલ

સ્પર્શને અણસારે હૈયે ઉતરી ગઝલ
સ્પંદનોના તરંગે ઝોલે ચઢી ગઝલ     

ઉમંગોને હળવે બાથ ભરે ગઝલ
સાકાર થઈ સેજે બિછાવે ગઝલ  

સ્વમાનની શૈયા પર પોઢી ગઝલ
કિરતારને શરણે જઈ ચઢી  ગઝલ
  
વાતમા ને વાતમા પાને અવતરી ગઝલ
આડઆવળા લીટા   કલમે કંડારી  ગઝલ

જાણે અજાણે દર્દ જગાવે ગઝલ
બેકર  જોડી ક્ષમા યાચે  ગઝલ

LOVE

Posted by pravinash in : ચિંતન લેખ , add a comment

                                             cauz4hgb.jpg

પ્રેમ પ્યાર્

પ્રેમનું વર્ણન ક્યાંથી શરૂ કરું? જેને નથી આકાર કે જે નથી સાકાર. જેને નથી સુગંધ
કે જેને નથી સ્વાદ. નિરાકાર અને ર્ંગ વગરનો છતાંય અલૌકિક અને અદભૂત. જેનું
વર્ણન અશક્ય નહી પણ નામુમકીન. પ્રેમની પવિત્રતાની શું વાત અંગે અંગ જેની
અનુભૂતી થાય. જેના સ્પર્શની કલ્પના માત્રથી સ્પંદન અનુભવાય છતાં અભડાય નહી.

પ્યાર જ્ઞાન અને બુધ્ધિથી પર છે. પ્રેમ એ એક એવી સ્થિતિ છે કે જે તમને બલુ
કરવા પ્રેરે યા બૂરું કરવા. બે વચ્ચે તફાવત એટલો કે ભલું કરનાર બીજાને ચાહે છે જ્યારે
બૂરુ કરનાર ખુદને.

પ્રેમ તો બસ પ્રેમ છે. કદી પર્વતમાંથી વહેતું ઝરણું નિહાળ્યું છે? કેવું મસ્તીમાં
વહે છે. શું ખબર છે તેને તે કઈ દિશા તરફ આગેકૂચ કરી રહ્યું છે. યા તો તેને તેની
ગતિ નું ભાન છે. છે તેને કોઇ રંગ યા સ્વાદ. છતાંય ખળ ખળ ખળ વહે છે. મારગડે
આવતા પથ્થર, કાંકરા યા ઝાડી સાથે કોઈ સંબંધ નથી. તેનાથી તે મલિન પણ થતુ
નથી. તેનું સૌંદર્ય માણવું તે એક અલૌકિક લ્હાવો છે. બસ આવું જ કાંઇક પ્રેમ વિશે
કહી શકાય.

પ્રેમને શાની ઉપમા આપીશું! પ્રભુની કે પ્રેયસીની? પ્રેમ તો તે બનેથી
પર છે. પ્રેઅસી રૂઠે યા ત્યજે. પ્રેમ એક પક્ષી છે. તે ન રૂઠે ન ત્યજે. તમે
આપો ન આપો તે અવિરત વહે.કોઈ બદલાની ભાવના નહી. કોઈ બંધન નહી.

પ્રેમમા પ્રભુમય થવાય. પ્રભુ રીઝે કે નહી તેની પરવા નહી. માગ્યા
ફળ મળે કે નહી તેની નારાજગી નહી.ો ઈ સોદાબાજી નહી. પ્રેમથી શ્રધ્ધા
અને ભક્તિ બને વધે.

આ પૃથ્વીમા અવતરનાર દરેક મનુષ્ય સાચા પ્રેમનો અધિકારી છે. જો ન
પામે તો આ જીવન ધિક છે.જેઓ પામ્યા તેમના જેવું કોઈ શ્રીમંત નથી. પ્રેમને
હીરા, મોતીથી ન તોલશો! તિજોરીમાં સંઘરેલ નોટોની થપ્પીનું તેની પાસે કોઈ
મૂલ્ય નથી. તે હવાથી હલકો છે. તે પૃથ્વીથી ભારે છે.

બસ પ્રેમ કર્યે જાવ. કોઈ અપેક્ષા વગર————

 Type in