સર્જનતાનો આનંદ કલાકારને તું પૂછજે
આનંદની મધુરતા પ્રેમેથી પૂર્ણ કરજે
આનંદમય કર્મ ભક્તિ વગર અધૂરું
ગોકૂળની કાનલીલા ગોપીઓના પ્રેમે પૂરી
ભક્તિવગરનું કર્મ પાણી વિનાની મછલી
સમન્વય બંનેનો વસંત જાણે ખીલી
આનંદ અને પ્રેમ સિક્કાની બે છે બાજુ
શરીર રૂપી વનનું મધુવનમાં પરિણમવું
જ્ઞાન સભર ભક્તિ પુલકિત કર્મ દ્વારા
કર્મ ભક્તિ સોહે જ્ઞાને આનંદના ઊઠે નારા
સફળતા જીવનમા ત્રિવેણી સંગમ સાધ્યો
માધુર્યનું પ્રાગટ્ય જીવનનો મર્મ લાધ્યો
પૂછજે
January 25th, 2007 by pravinash Leave a reply »
Advertisement