આરામખુરશી

January 16th, 2007 by pravinash 1 comment »

cayzo16f.jpg 

એમ.બી.એ. સુધી અભ્યાસ સંપૂર્ણ કરીચૂકેલો પાવન આજે ખૂબ
ખુશ જણાતો હતો. માતાપિતાનું સપનું આજે તેણે પૂરું કર્યું તેનો
ઉમંગ તેના મુખપર છવાઈ ગયો હતો. તે દેખાવડો હતો કિંતુ
પૈસાદારનો વંઠેલ નબીરો ન હતો.લાગણીશીલ, ભાવુક જીવનમાં
કંઈક કરી છૂટવાની તમન્નાવાળો થનગનતો યુવાન. તેને માબાપ
પ્રત્યે ખૂબજ આદર તથા પ્યાર હતો.
પૂજા પાવન પાછળ દિવાની હતી. તેનાં કુંટુંબમા મમ્મા, પાપા,
ભાઈ,ભાભી અને નાનો અસીમ હતાં. પાવનની પસંદગી પર
માતાપિતાએ સંમતિની મહોરમારી દીધી. બંને જણા લગ્નનાં
પવિત્ર બંધનમાં બંધાયા. વહુનાં કુમકુમ પગલાંએ ઘરમાં આનંદનું
સામ્રાજ્ય ફેલાવી દીધું. મધુરજની માણીને વરઘોડિયાં પાછા ફર્યાં.
શરૂ શરૂમાં પૂજા ખૂબ ખુશ જણાતી. પણ ખબર નહીં તેને થ્તું પાવન
સંપૂર્ણપણે મારો નથી. તેના પ્યારમાં તેના સાસુ સસરા ભાગ પડાવે તે
તેને પસંદ ન હતું. સ્વાર્થમાં માણસ આંધળો બને છે ત્યારે વાસ્તવિક્તાં
વિસારે પાડે છે. પૂજા ભૂલીગઈ કે તેના ભઈ અને ભાભી બાળક સાથે
સંયુક્ત કુટંબમાંજ રહે છે.
પાવન બોલતો કાંઈ નહીં પણ પરિસ્થિતીથી વાકેફ જરૂર હતો. પાવનનાં
મા સમઝી ગયાં. ધીરે રહીને પાવનનાં પિતાને સમજાવી ગામનાં ઘરે રહેવા
જવાનો પ્રસ્તાવ મૂક્યો. હવાફેર થાય અને ઘરનું ઘર સચવાય. પાવનને
આંચકો લાગ્યો. પૂજાના મનમાંતો ખુશીથી ધાણી ફૂટતી હતી. છતાં વ્યવારહાર
ખાતર કહેવા લાગી શામાટે જવું છે? તેનાં અવાજનો બોદો રણકો છૂપો રહી ન
શક્યો. બા તથા બાપુજી ગામ જતા રહ્યાં. પાવન માટે આ ખૂબ દોહ્યલું હતું
છતાં મૌન ધારણ કર્યું.
પૂજા સાંજે નોકરી પરથી આવતી, ખૂબ થાકી જતી. બા હતાં ત્યારે જે તેને
ન સમજાયું તેની હવે ખબર પડી. બહાર રોજ ખાવા જવાથી પૈસા તથા તબિયત
બંન્ને બગડવાનાં તે ન સમજે તેવી નાદાન તે ન હતી. એમાં વળી પૂજાનો પગ
ભારે થયો. પાવન ખૂશીમાં પાગલ થઈ ગયો. તેનાથી બા,બાપુજીને બોલાવવા
માટે કહેવાઈ ગયું. પણ પૂજા કહે હમણાં તેમની જરૂર નથી. કહીને વાતને હવામાં
ઉડાડી દીધી. પાવને પણ ડહાપણ વાપરીને વાત ત્યાંજ વાળી લીધી. પહેલો પ્યાર
પાંગર્યો હતો. આનંદમાં દિવસો પસાર થતા હતા. અતિશય કામનો બોજો અને
નાદુરસ્ત તબિયત પૂજાએ બાળક ખોયું. પાવન સમસમી ઊઠ્યો, નોકરી પરથી
અઠવાડિયાની રજા લીધી. બા પણ ગામથી આવ્યા, પ્યારથી પૂજાની ચાકરી
કરી. દસ દિવસ રહી પાછા ગામ જતા રહ્યાં. પૂજાનાં મા તો ઘરમાં કામ અને
બાળકની જવાબદારીનું બહાનું બતાવી પાંચેક દિવસે એકવાર આવતાં. પૂજાને
અશક્તિ ખૂબ જણાતી, મુખ ઉપરથી આનંદે વિદાય લીધી હતી. બાળક ગુમાવ્યાનું
દુખ વરતાતું હતું. ફરી પાછી પૂજાએ પાવનને શુભ સમાચાર આપી ખુશ કર્યો.
ડોકટરે પૂજાને પથારીમાંથી ઉઠવાની ના ફરમાવી. ઘરકામ માટે માણસ રાખી લીધો.
વાતવાતમાં બા તથા બાપુજીનો ઉલ્લેખ પૂજા જાણી જોઈને કરતી. તેનાં ઈશારા
ન સમજી શકે તેટલો પાવન નાદાન અ હતો. પણ મોઢેથી બોલેતો પોતાનું સ્વમાન
ઘવાય. પાવને બાને બધું પૂજાને ખબરન પડે તેમ જણાવી દીધું. પળનો પણ
વિલંબ કર્યા વગર ગામનું ઘર બંધ કરવાનો નિર્ણય લેવાઈ ગયો. બાપૂજીએ તાર
કર્યો. સારા કે નરસા નસિબે જે ગણો તે તાર પૂજાનાં હાથમાં આવ્યો. પૂજાએ
પાવનને ફોન કરીને જણાવ્યુંકે સાંજે સાત વાગે મુંબઈ સેંન્ટ્રલ રાજધાનિ આવે એ
સમયે પહોંચી જજે. પાવન સમજૂ હતો. વધુ વિગત જાણવાની તેને કોઈ ઈચ્છા
જરૂરી ન લાગી. પૂજાના અવાજનાં રણકાને તે પારખી ચૂક્યો હતો. તે તો મનોમન
ભગવાનનો આભાર માની રહ્યો હતો. આખરે ઘી ના ઠામમાં ઘી પડી ગયું તેનો તેને
ઉલ્લાસ હતો.બા, બાપૂજીને લેવા પાવન સ્ટેશને જવા રવાના થયો.
આરામખુરશીમાં હિંચતી પૂજા કોની રાહ જોઈ રહી હતી? તેનાં મુખડા પર તેની
વાળની લટ ઉડીને તેને હેરાન કરી રહી હતી. પૂજા રાહ જોતી હતી મોંઘેરાં
મહેમાનની, પાવનની કે પછી પાછા ફરી રહેલાં બા તથા બાપૂજીની?

સેતુ

January 16th, 2007 by pravinash No comments »

ca6h29sn.jpg

   મન    અને કર્મનો સેતુ
          શાંતિ ભર્યા ચિત્તે પ્રભુ હું પ્રેમથી બાંધુ
   માયા  કાયાની હું ત્યજું
          પ્યાર ભર્યા દિલડે તને હું હોંશથી ભજુ
  શ્રધ્ધા  પ્રભુમાં હું ધરું
           સ્મ્રુતિ તણી નિસરણી લઈ તુજને આંબુ
  વાણી   માધુર્યથી ભરું
          વર્તન સદા નિસ્વાર્થ પૂર્વક ભાવથી કરું
  તૃષ્ણા  તારામાં હરદમ કરું
          આસંગ પ્રભુ હું તૃણનો પણ દિલમાં ના ધરું
  આશ્રય   તારો નિત્ય કરું
           શરણે પ્રભુ હું આવી છું સ્વિકારજો વિભુ

અસ્તિત્વ

January 15th, 2007 by pravinash No comments »

cag7orlu.jpg

અસ્તિત્વ પુણ્ય રૂપે શરુ થાય છે. તેનો અંત પાપ રૂપે આવે છે.
જે દિવસે ઘડિયાળની જરૂર પડતી નથી, તે દિવસ ખૂબજ સુંદર
રીતે ગુજરે છે. એક દિવસ આંખો ઝાંખી થાય છે. કોઈક દિવસ
કદાચ ડાબો યા જમણો હાથ કામ કરવાની ના પાડે છે. સુંદર
કોકીલ કંઠ ગળામાંથી બહાર નિકળવા માટે આનાકાની કરે છે.
માણસ તરીકે ખાલીપણાનો અહેસાસ થાય છે. અસ્તિત્વના અંત
સમયે નામ શબ્દનો પડઘો નાશ સંભળાવવા લાગે છે.
એક દિવસ આપણો ભૂતકાળ ખભા ઉપર મૂકી ચિતા ઉપર
સૂવડાવી તેને આગ ચાંપવાનું દિલ થાય છે. તો વળી એક દિવસ
આકાશ સામે જોઈ ખડખડાટ હસવાનું મન થાય છે. શાકજે સુનહરા
દિવસની યાદ જુવાનીનાં રંગીન દિવસોમાં ઘસડી જાય છે. વળી
કદીક બાળપણ ડોકિયા કરી નિર્મળ જગતમાં સરી જવાની ફરજ પાડે
છે.
એક દિવસ વર્તમાન માથું ઊંચકી બધા વિચારો ખંખેરીનાખી બસ આજ
એ સુવર્ણ તક છે તેમ મનાવવા પ્રયત્ન કરે છે. એક દિવસ વાણી, વિચાર
અને વર્તનમાં સમ્રુધ્ધિ પામીશ તેવી ખેવના કરે છે. એક દિવસ દરેક તમન્ના
પૂરી કરવા બદલ ભગવાનનો ખરા દિલથી આભાર માની આ જીંદગીની
સફર પૂરી થવાની કાગ ડોળે રાહ જોતી બારી બહાર તાકી રહીશ.એક દિવસ
દરેક પ્રહાર નિરવ બની જાય છે. અંતે સાત દિવસના અસ્તિત્વનાં ચિત્રપટનો
પડદો પડી જાય છે.

ભાગો

January 15th, 2007 by pravinash No comments »

cahhzzqw.jpg 

મુસિબતોથી,દુખથી,દર્દથી, અવહેલનાથી, અસત્યથી, નિંદાથી
યા શરમથી નહીં. ભૂતાવળ સમ ભૂતકાળથી. ભૂતકાળ ભૂલ્યા તો
સુખી નહીતર તમારું જીવન બનશે અસહ્ય. યાદ કરી તેને
વાગોળવાનો કોઈ અર્થ નથી.હા જો કદાચ ભૂતકાળ રંગીન હોય તો
તેમાં રચ્યાપચ્યા રહેવાથી પણ શો લાભ?
એમાંય જો ગમગીન હોય તો તે આવનાર સુખનાં માર્ગમાં રોડાં
નાખવા શક્તિમાન બને છે. મન તો મર્કટ છે. તેને અંકુશમાં
રાખવું અતિ દુર્લભ છે.જ્યારે જ્યારે મન કાબૂમાં ન રહે ત્યારે
તેને પાછા વાળવાનો પ્રયત્ન ચાલુ રાખવો. મન ને નથી નડતી
કોઈ સીમા યા બંધન. મન હંમેશા તેની મરજી મુજબ જ વિચારે છે.
મનફાવે ત્યાં વિહાર કરે છે.
મનુષ્ય દરેક વ્યક્તિ જનમ પામતાંની સાથે બને છે. માનવ
તેણે પ્રયત્નોથી પૂરવાર થવું પડે છે.મનુષ્યને તેનાં ગુણધર્મો વારંવાર
સહજ કાર્યો કરવા પ્રેરે છે. કાર્યદક્ષતા તેણે કેળવવી પડે છે.
ભૂતકાળ ભૂલવામાંજ તેની મહાનતા છૂપાયેલી છે. તે તો તેના
જીવનનો ઈતિહાસ છે. ભવિષ્યકાળમાં શું બનશે તે લાખ પ્રયત્નો
કરવાં છતાં પણ તે પામી શકવાનો નથી. તો પછી પ્રભુ વર્તમાનકાળ
માં જે પણ અર્પે તેનો હસતે મુખડે સ્વિકાર કરતાં શામાટે ખચકાય છે.
સુવર્ણમય વર્તમાન જ ભવ્ય ભવિષ્યમાં ફેરવાશે. ભૂતકાળનાં ગાણાં
ગાઈ વર્તમાન ડહોળવું તે નરી મૂર્ખતા છે.ઝળહળતાં ભવિષ્યનાં
પાયામાં સંગીન વર્તમાન સિમેન્ટનું કાર્ય કરશે.
ભૂલો અને ભાગો. ભૂતકાળનાં અઘટિત બનાવો ભૂલો. ભૂતકાળ
ભૂલવા માટે સર્જાયો છે.તેમાં રાચવા માટે નહીં.ભૂતકાળનાંઅણસમજ
અંધકારથી ભાગો.તેની સોનેરી ક્ષણો ભૂલવા મથશૉ તો પણ નહીં
ભૂલાય. વર્તમાનમાં જીવો, ભવિષ્ય સંવારો.

મા-દિકરી

January 15th, 2007 by pravinash No comments »

ca02zqq0.jpg 

   મમ્મીને દિકરી મમ્મીને દિકરી
    એક મગની બે ફાડો જી
    મા અને દિકરી પ્રભૂએ રચીને
    ધરતી પર સ્વર્ગ ઉતાર્યું જી
      મમ્મીને દિકરી મમ્મીને દિકરી
    બાળપણમાં દિકરી બાપને વહાલી
    મમ્મીની આંખનો તારો જી
    સુંદર સંસ્કારથી પ્યારના સિંચનથી
    લાડકોડમાં ઉછેરી જી
       પપ્પાને દિકરી પપ્પાને દિકરી
     મમ્મીની આરઝુ દિકરી દુલારી
     પપ્પાનાં હૈયાંની ધડકન જી
     ભણાવી ગણાવી પરઘેર મોકલી
     અંતરની અભિલાષા જી
       માબાપ ની દિકરી માબાપની દીકરી
     ઓરતા પૂર્યા દિકરી જીવતર ઉજાળ્યું
     સાસરીને શોભાવ્યું જી
     પતિને બાળકો ઘરનાં સર્વેનાં
     દિલડાં પ્રેમે જીત્યાં જી
      માબાપ ને ગર્વ થાયે જી
      સદગુણી દિકરી સદગુણી દિકરી
    

સાંભળ

January 15th, 2007 by pravinash No comments »

caeluns3.jpg

  અંતરથી કાના તને પાડું છું સાદ
      હળવેથી સાંભળ મારી વાત
      મીરાંને માધવ રૂપે મળ્યો તું
      નરસિંહની માણેકનું પૂર્યું મામેરું
      વાંક ગુનો મારો બતાવ
         હળવેથી સાંભળ મારી વાત
      રામ પ્રતાપે શીલા અહલ્યા થઈ
      સુદામાના તાંદુલની મિઠાશ મધુરી
      વાંક ગુનો મારો બતાવ   
         હળવે થી સાંભળ મારી વાત
      સત્ય અને શાંતિની મશાલ લઈને
      સદાચારનું આભુષણ ધારીને
      દેખાડું દિલડાનો ડાઘ
       હળવેથી સાંભળ મારી વાત

વાલમ

January 15th, 2007 by pravinash 1 comment »

cau32nyp.jpg 

હું તો વાલમ ને વિનવીને થાકી
       સાજન તું મારે સ્વપને નથી
       રસ્તે જતાં મારી છેડતી કરતો
       વાયદા મારા સદાને નિભાવતો
       શાને કાજે તું પજવતો
       સાજન તું મારે સ્વપને નથી
       સવાલો કરીને સરકી જતો તું
       જવાબો મારા કાને ન ધરતો
       શાને તું મુંઝવણમાં નાખતો
       સાજન તું મારે સ્વપને નથી
       મિલનની ઘડીઓમાં મૌઝથી મહાલતો
       વિયોગમાં આંસુડા મુજને સરાવતો
       વાટ જોઈ નયનો થકાવતો
       સાજન તું મારે સ્વપને નથી 

નારી

January 14th, 2007 by pravinash No comments »

images45.jpg 

નારી વિના દુનિયાની કલ્પના અસંભવ
       નારી તું નારાયણીનો સાદ છે શાશ્વત
        નારી તું નારાયાણી નારી તું નારાયણી
        જગતમાં નારી તું શક્તિનો પુંજ છે
         તારે પ્રતાપે ધર્મનો ગઢ અતૂટ છે
         નારી તું નારયણી નારી તું નારયાણી
         માતા દિકરી બહેન પત્ની રૂપ તારા ઝુઝવા
         પ્રેમાળ પવિત્રતાની સરગમ લાગે ગુંજવા
         નારી તું નારાયણી નારી તું નારાયણી
         સુંદર સંસ્કારથી ને લાગણીના ધોધથી
         જરૂરત પડે ત્યારે રણચંડીના સાદથી
         નારી તું નારાયણી નારી તું નારાયણી
         ઝાંસીની રાણીને સીતાના દિવ્ય માર્ગે
         નારી તું હંમેશા પૂજ્ય ધરતી ને સ્વર્ગે
          નારી તું નારાયણિ નારી તું નારાયણી  

મુસાફરી

January 13th, 2007 by pravinash 1 comment »

images71.jpg 

ચલ તૈયારી કર મનવા
હવેતો મુસાફરી કરવાની
આરંભ અજાણ્યો અંત અનિશ્ચિત
ગહન કર્મની ગતી રે મનવા
મુસાફરી કરવાની
જીવનસફરનાં સાથી
પલભર સાથ નિભાવે
એ જ સફરમાં પાછી પાની
હવે ન તારે કરવીમનવા
મુસાફરી કરવાની
સત્યનું ભાથું પ્રેમા પુનિત જળ
ધિરજ હૈયે ધરવી
શ્ચધ્ધા રખી શીર ઉઠાવી
હરણફાળ છે ભરવી મનવા
મુસાફરી કરવાની
ચિનગારીની એક જ આશે
જીવન જ્યોત છે જલતી
મધુરયાદોની ગાગરડી લઈ
મંઝિલ તારે તરવી મનવા
મુસાફરી કરવાની

ભય

January 13th, 2007 by pravinash No comments »

તમને ફૂલોનો ભય છે?
ખળખળ વહેતાં ઝરણાનો ભય છે?
પ્રભાતનાં પુષ્પ સમાન સુર્ય કિરણનો ભય છે?
ચંદાની શિતળ ચાંદનીનો ભય છે?
નિખાલસ બાળક ના હાસ્યનો ભય છે?
માતાના નિર્મળ પ્યારનો ભય છે?
પિતાના ઉભરાતા સ્નેહ નો ભય છે?

આ સઘળાં સવાલોનો જવાબ છે
‘ના’
તો પછી નિંદ્રાની દેવી સમાન
મ્રુત્યુનો ‘ભય’ શામાટે?

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.