આરામખુરશી

January 16th, 2007 by pravinash Leave a reply »

cayzo16f.jpg 

એમ.બી.એ. સુધી અભ્યાસ સંપૂર્ણ કરીચૂકેલો પાવન આજે ખૂબ
ખુશ જણાતો હતો. માતાપિતાનું સપનું આજે તેણે પૂરું કર્યું તેનો
ઉમંગ તેના મુખપર છવાઈ ગયો હતો. તે દેખાવડો હતો કિંતુ
પૈસાદારનો વંઠેલ નબીરો ન હતો.લાગણીશીલ, ભાવુક જીવનમાં
કંઈક કરી છૂટવાની તમન્નાવાળો થનગનતો યુવાન. તેને માબાપ
પ્રત્યે ખૂબજ આદર તથા પ્યાર હતો.
પૂજા પાવન પાછળ દિવાની હતી. તેનાં કુંટુંબમા મમ્મા, પાપા,
ભાઈ,ભાભી અને નાનો અસીમ હતાં. પાવનની પસંદગી પર
માતાપિતાએ સંમતિની મહોરમારી દીધી. બંને જણા લગ્નનાં
પવિત્ર બંધનમાં બંધાયા. વહુનાં કુમકુમ પગલાંએ ઘરમાં આનંદનું
સામ્રાજ્ય ફેલાવી દીધું. મધુરજની માણીને વરઘોડિયાં પાછા ફર્યાં.
શરૂ શરૂમાં પૂજા ખૂબ ખુશ જણાતી. પણ ખબર નહીં તેને થ્તું પાવન
સંપૂર્ણપણે મારો નથી. તેના પ્યારમાં તેના સાસુ સસરા ભાગ પડાવે તે
તેને પસંદ ન હતું. સ્વાર્થમાં માણસ આંધળો બને છે ત્યારે વાસ્તવિક્તાં
વિસારે પાડે છે. પૂજા ભૂલીગઈ કે તેના ભઈ અને ભાભી બાળક સાથે
સંયુક્ત કુટંબમાંજ રહે છે.
પાવન બોલતો કાંઈ નહીં પણ પરિસ્થિતીથી વાકેફ જરૂર હતો. પાવનનાં
મા સમઝી ગયાં. ધીરે રહીને પાવનનાં પિતાને સમજાવી ગામનાં ઘરે રહેવા
જવાનો પ્રસ્તાવ મૂક્યો. હવાફેર થાય અને ઘરનું ઘર સચવાય. પાવનને
આંચકો લાગ્યો. પૂજાના મનમાંતો ખુશીથી ધાણી ફૂટતી હતી. છતાં વ્યવારહાર
ખાતર કહેવા લાગી શામાટે જવું છે? તેનાં અવાજનો બોદો રણકો છૂપો રહી ન
શક્યો. બા તથા બાપુજી ગામ જતા રહ્યાં. પાવન માટે આ ખૂબ દોહ્યલું હતું
છતાં મૌન ધારણ કર્યું.
પૂજા સાંજે નોકરી પરથી આવતી, ખૂબ થાકી જતી. બા હતાં ત્યારે જે તેને
ન સમજાયું તેની હવે ખબર પડી. બહાર રોજ ખાવા જવાથી પૈસા તથા તબિયત
બંન્ને બગડવાનાં તે ન સમજે તેવી નાદાન તે ન હતી. એમાં વળી પૂજાનો પગ
ભારે થયો. પાવન ખૂશીમાં પાગલ થઈ ગયો. તેનાથી બા,બાપુજીને બોલાવવા
માટે કહેવાઈ ગયું. પણ પૂજા કહે હમણાં તેમની જરૂર નથી. કહીને વાતને હવામાં
ઉડાડી દીધી. પાવને પણ ડહાપણ વાપરીને વાત ત્યાંજ વાળી લીધી. પહેલો પ્યાર
પાંગર્યો હતો. આનંદમાં દિવસો પસાર થતા હતા. અતિશય કામનો બોજો અને
નાદુરસ્ત તબિયત પૂજાએ બાળક ખોયું. પાવન સમસમી ઊઠ્યો, નોકરી પરથી
અઠવાડિયાની રજા લીધી. બા પણ ગામથી આવ્યા, પ્યારથી પૂજાની ચાકરી
કરી. દસ દિવસ રહી પાછા ગામ જતા રહ્યાં. પૂજાનાં મા તો ઘરમાં કામ અને
બાળકની જવાબદારીનું બહાનું બતાવી પાંચેક દિવસે એકવાર આવતાં. પૂજાને
અશક્તિ ખૂબ જણાતી, મુખ ઉપરથી આનંદે વિદાય લીધી હતી. બાળક ગુમાવ્યાનું
દુખ વરતાતું હતું. ફરી પાછી પૂજાએ પાવનને શુભ સમાચાર આપી ખુશ કર્યો.
ડોકટરે પૂજાને પથારીમાંથી ઉઠવાની ના ફરમાવી. ઘરકામ માટે માણસ રાખી લીધો.
વાતવાતમાં બા તથા બાપુજીનો ઉલ્લેખ પૂજા જાણી જોઈને કરતી. તેનાં ઈશારા
ન સમજી શકે તેટલો પાવન નાદાન અ હતો. પણ મોઢેથી બોલેતો પોતાનું સ્વમાન
ઘવાય. પાવને બાને બધું પૂજાને ખબરન પડે તેમ જણાવી દીધું. પળનો પણ
વિલંબ કર્યા વગર ગામનું ઘર બંધ કરવાનો નિર્ણય લેવાઈ ગયો. બાપૂજીએ તાર
કર્યો. સારા કે નરસા નસિબે જે ગણો તે તાર પૂજાનાં હાથમાં આવ્યો. પૂજાએ
પાવનને ફોન કરીને જણાવ્યુંકે સાંજે સાત વાગે મુંબઈ સેંન્ટ્રલ રાજધાનિ આવે એ
સમયે પહોંચી જજે. પાવન સમજૂ હતો. વધુ વિગત જાણવાની તેને કોઈ ઈચ્છા
જરૂરી ન લાગી. પૂજાના અવાજનાં રણકાને તે પારખી ચૂક્યો હતો. તે તો મનોમન
ભગવાનનો આભાર માની રહ્યો હતો. આખરે ઘી ના ઠામમાં ઘી પડી ગયું તેનો તેને
ઉલ્લાસ હતો.બા, બાપૂજીને લેવા પાવન સ્ટેશને જવા રવાના થયો.
આરામખુરશીમાં હિંચતી પૂજા કોની રાહ જોઈ રહી હતી? તેનાં મુખડા પર તેની
વાળની લટ ઉડીને તેને હેરાન કરી રહી હતી. પૂજા રાહ જોતી હતી મોંઘેરાં
મહેમાનની, પાવનની કે પછી પાછા ફરી રહેલાં બા તથા બાપૂજીની?

Advertisement

1 comment

  1. says:

    સરસ વાર્તા છે. અભિનંદન

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.