આ જિંદગી તું લઈ લે
બધી યાદો હું દઈ દંઉ
એ બચપણના દિવસો
ને અલ્લડતા મારી
બસ તું આપ મુજને
મમ્મી મોટાઈ નો પ્યાર » Read more: સુહાની બાળકી
સુહાની બાળકી
February 18th, 2007 by pravinash 3 comments »દિવાળીનું ‘સેલ’
February 18th, 2007 by pravinash No comments »દિવાળીના સેલનું પાટિયું લાગેલું જોઈ સુહાની ખૂબ
ખુશ હતી.આ વર્ષની દિવાળી તેને માટે નસીબવંતી પૂરવાર
થઈ હતી. બાળકોને ત્રણ દિવસની કોલેજમાં રજા હતી.
ભારતથી તેના બા તથા સાહિલના મમ્માજી પણ આવ્યા
હતા.
ઘરમાં દિવાળીની ધૂમ તૈયારી ચાલતી હતી.નાસ્તા
ખૂબ બનાવ્યા હતા. બાની,મમ્માજીની, બાળકોની
તથા સાહિલ બધાની પસંદગી ધ્યાનમાં રાખીને સુહાની
એ તૈયારી કરી હતી.
ધનતેરસનો શુભ દિવસ હતો. તેમાં વળી શનીવાર
સવારના ઉઠી પ્રાતઃકર્મ પતાવી સર્વાનુમતે બહાર
જમવા જવાનું નક્કી કર્યું. હિલક્રોફ્ટ પર ૨૨ કેરેટમાં
જઈ સાહિલે બંન્ને મમ્મી ને એક એક સોનાની લગડી
ભેટમાં અપાવી અને સુહાનીને હીરાનાં પેંડટવાળું
મંગળસૂત્ર. સુહાની કહે જમવામાટે વહેલાં છીએ
લાવને પૂજાનો સામાન તથા સૂકોમેવો ખરીદું.
તે આગળ ગઈ બંને મમ્મા ધીરે ધીરે પાછળ
આવતા હતા. સુહાનીએ પૂછ્યું ભાઈ બદામ લેવી
છે. એક કાકા જણાતા દુકાનદારે કહ્યું કોના માટે
મા માટે કે સાસુ માટે? સુહાની છક્કડ ખાઈ ગઈ.
કાંઈ બોલી નહીં, જવાબ પણ શું આપે? તેના
બા તથા મમ્માજી પાછળજ હતા. જેનાથી દુકાનદાર
તદ્દન અજાણ હતો.
ફરીથી હ્યુસ્ટનમા
February 16th, 2007 by pravinash No comments » સંજોગોવશાત હ્યુસ્ટન છોડ્યું.
ઈશ્વરની કૃપાથી પાછી આવી
તેના ઉમળકામાં દિલની વાત
સાંભળો.
મનડાની મધ્યે
હૈયામાં હલચલ
પુરાણી પાવન
પ્રિત્યુનો પાલવ
આવો સજાવો
યાદો એ માળો
દિલમાં દિવાઓ
પ્રેમે પેટાવો
અવિનાશ તારી
ખુમારી છે ભારી
નયનોની બારી
જુએ વાટ તારી
હ્યુસ્ટનની ગલીઓ
વાટે તું મળીઓ
અંતરથી પેલી
પૂછે સહેલી
જીવનની નૈયા
ના છો ખેવૈયા
કરજો સહાય
હિંમત છે ભેળી
તું અને હું
February 16th, 2007 by pravinash 1 comment »( ખૂબ સુંદર અતી સરળ ભાષામાં દેહ અને આત્મા નો સંબધ વાંચો અને માણો)
તું મુઝમાં છે હું તુજમાં છું
હું અને તું ભિન્ન નથી
તને મળવાને તને પામવાને
આથી સરળ મંઝિલ નથી
તારા વિના હું ગાયબ છું
મારા વિના તું સ્થિર નથી
તુજમાં મુજમાં કોઈ ભેદ નથી
અસ્તિત્વનું આવરણ નથી
તારી ઉન્નતિ મારી પ્રગતિ
હર કદમ ઉપર મુસ્તાક બની
તારે સથવારે મારે સહારે
ફૂલવાડી જીવનની હરીભરી
તું વ્યાપક છે હું સિમિત છું
ચૈતન્ય રૂપે બ્રહ્માંડ મહીં
‘ગીતામાં’ક્રુષણની સાક્ષી પૂરી
યુગયુગથી વેદ આલેખી રહ્યું
તું શાશ્વત છે હું નાશવંત છું
તારું મારું ઐક્ય અનૂપમ છે
આપણ બંનેની જુગલજોડી નું
ધરતી પર કોઈ મોલ નથી
દેહ બની હું વિચરું છું
આતમ બની તું ઘરમંહી
સુખમાં દુખમાં સહભાગી બની
ઈશ્વરની ખોજ છે જારી રહી
સરવૈયુ
February 15th, 2007 by pravinash 4 comments » જીંદગી શરૂ થાય છે કોરી કિતાબ દ્વારા
દર વર્ષને અંતે આપણે આવક અને
જાવકનું ‘સરવૈયું’ કાઢતા હોઈએ
છીએ.
યાદ રહે જીવનમાં
સરવાળા સદવર્તનના
બાદબાકી ભૂલોની
ગુણાકાર પ્રેમનો
ભાગાકાર વેરઝેરનો
સુખી થવાની ચાવી.
આ જીંદગીની કિતાબનું સરવૈયું કાઢજો
સરવાળાને બાદબાકી યોગ્ય સ્થળે માંડજો
ગુણાકારને ભાગાકાર દ્વારા સુલઝાવજો
આ જીંદગીની——
બાળપણાંની પ્રિતડી ને જુવાનીનું ગાંડપણ
પ્રૌઢાવસ્થામાં તેનું લાવજો નિરાકરણ
સરવાળાને—-
ગુણાકાર ને—–
કર્યા કર્મ પસ્તાવાને ઝરણે વહાવજો
નિતિમય કાર્ય દ્વારા જીવન દીપાવજો
સરવાળાને——
ગુણાકારને—–
કર્યું કશું છુપતું નથી ચિત્રગુપ્તને ચોપડે
માહ્યલો સદાયે મુંગો રહી સાક્ષી ભરે
સરવાળાને —–
ગુણાકારને——
આવગમન જીંદગીનો અસ્ખલિત પ્રવાહ છે
જીંદગીની ભવ્યતામાં મૃત્યુ ચિરવિદાય છે
સરવાળાને બાદબાકી યોગ્ય સ્થળે માંડજો
ગુણાકારને ભાગાકાર દ્વારા સુલઝાવજો
આ જીંદગીની કિતાબનું સરવૈયું કાઢજો
એકલતા
February 15th, 2007 by pravinash 1 comment » જીંદગી માં એકલા આવ્યા એકલા જવાનાં.
ખાલી હાથ આવ્યા ખાલી હાથ જવના.
એક સહારો કદીય સાથ ન છોડે.
એકલતામાં તેનું સ્મરણ તેના
ગુણગાન જીવન ભર્યું ભર્યુ
બનાવવા શક્તિમાન.
એકલતામાં તું સાથ નિભાવ
તારી હસ્તીનો અનુભવ કરાવ
હ્રદયની વીણા સુની પડી છે
સૂર છેડીને તાર ઝણઝણાવ
આંખની અટારી શોધી રહી છે
દર્શન દઈને તું ધન્ય બનાવ
હાથની હથેળી છે ચેતન વિહોણી
સ્પર્શ કરીને તું સ્પંદન જગાવ
વાચા મુખથી સ્થગિત થઈ છે
ભક્તિ દ્વારા તું ભાવ વહાવ
‘પમીનું’જીવન છે ગુમસુમતા ભર્યું
તારા પ્રાગટ્યથી મધુરું બનાવ
તું ક્યાં નથી
February 14th, 2007 by pravinash No comments » જ્યાં જ્યાં નજર હું ઠેરવું
બસ તારી ભવ્યતા દેખું
તું ક્યાં નથી તું ક્યાં નથી
એ જાણવાને હું મથું
સ્રૂષ્ટિનાં કણ કણમાં
તારું અસ્તિત્વ છાઈ રહ્યું
પત્રમાં ફળફૂલમાં
કૂદરત બની છૂપાઈ ગયું
સિંધુમાં બિંદુ બની તું
આભને પામવા મથી રહ્યું
મસ્તી પૂર્વક મોજામાંહી
પ્રચંડ રૂપે છાઈ રહ્યું
ઉન્નત મસ્તકે પર્વત રૂપે
સ્થિર થઈ ઊભો રહ્યો
ઉર્ધ્વગામી થઈ જીવનમાં
હાથ હલાવી કહી રહ્યો
શક્તિ તારી અણક્લ્પ ને
અમાપ રૂપે પ્રવર્તતિ
અકળ તું અણમોલ તું
અજોડ તું અવિનાશી તું
તું ક્યાં નથી તું ક્યાં નથી
એ જાણવાને હું મથું
હસવાની મનાઈ છે. ઓશિકું
February 14th, 2007 by pravinash No comments »ઓશિકું શબ્દ કાને પડતાં ૬’+ ૬’ ની જગ્યા શોધવા મંડીના પડતાં.
ક્યાં જગ્યા દેખાય અને માથા નીચે દબાવીને નસ્કોરાં બોલાવવા લાગી
જઈએ. સુંવાળું મઝાનું માથા નીચે હોયને સ્વપનાના દેશમાં પહોંચી
જવાય. ટિકિટ લેવાની કોઈ માથાઝીંક નહીં. વાસ્તવિકતાથી દૂર
સ્વપનાના દેશમાં સહેલ કરવાની વગર પૈસે.
બધાંને જ કાંઈ નરમ અને સુંવાળું ઓશિકું ન જોઈએ. કોઈને ગમે
પથ્થર જેવું તો કોઈને ગમે શીમળાના રૂ નું બનાવેલું. દરેકની અપની
અપની પસંદ. મારા ઘરવાળાને બે જોઈએ માથા નીચે અને બે પગમાં.
એવી મઝાની તાણે કે જાણે સંગીતનો જલસોના ચાલતો હોય. નગારા
અને હાર્મોનિયમના સૂર સંભળાય. અરે પેલા પોલિસદાદાની સીસોટીનો
અવાજ પણ આવે.
ઓશિકાના ચક્રવ્યુહમાં ભરાઈ પડ્યાતો હાલ બેહાલ થશે. કોઈ ગોળ તો
કોઈ ચોરસ પેલા જાડા તકિયા જોયાછે. અને પેલા ઢોલિયાનો રૂઆબ કાંઈ
ઔર. શું છટાદાર બેઠક અને તેનાં પર બેસવાની કળા આફરીન થઈ જવાય.
એમાં વળી અમેરિકાથી આવેલો પેલો ‘વીની’ દાદીમા પાસે તેના જેટલું લાંબુ
ઓશિકું બનાવડાવીને જ જંપ્યો. મને તો મનમાં એમ થયું કે આ બાજુમાં હોયતો
ઘરવાળાની ગેરહાજરી વરતાય નહીં. એની લંબાઈ અને પહોળાઈ જોઈને મારી
તો આંખો ચકરાઈ ગઈ.
રખે માનતા કે જેટલું મોંઘુ ઓ તેટલી ઉંઘ સારી? તેવા ખોટા ભ્રમમાં રાચતા
રાચતા નહીં. જો મહેનતુ હશે તો સાદા ઓશિકાથી પણ ગાઢ નિંદ્રા માણી શ્કશે.
આળસુ તથા કામકાજ વગરનાં માનવીને ૫૦૦રૂ. નું ઓશિકું પણ તારા ગણાવશે.
એક ખાનગી વાત કહેવી છે આતો તમે રહ્યાં ઘરના એટલે કહ્યા વગર રહી શકતી
નથી.અમારા પેલા ચંપકકાકા જ્યાં જાય ત્યાં પોતાનું ઓશિકું બગલમાં દબાવીને
લઈને જાય. તમે ભલેને કહો કે, કાકા મેં આ વર્ષેજ નવા ઓશિકા બનાવડાવ્યા
છે. સણસણતો જવાબ આપશે, ડાહ્યો થા માને, ગાદલું ગમે તેવું ફાવે ઓશિકું તો
મારું જ જોઈએ. કાકી પણ ખૂબ રંગીન કાકાના ઓશિકાની ખોળને હાથેથી ભરે ને
વળી ઝીણી કિનાર પણ ચોડે.પછી કાકાને તેજ ઓશિકું ફાવે ને.
એ તો ભાઈ જેવા જેમના શોખ . આપણા રામને તો કોઈની ગુલામી ના ગમે.
ગમે ત્યાં રાત ગુજારવાની હોય, ઓશિકું મળે યા ન મળે. હાથ માથા નીચે મુક્યો
નથી ને ઉંઘ આવી નથી. મને ખબર છે તમને ઉંઘ આવે છે પણ ઓશિકાનાં દીલની
વાત સાંભળ્યા વગર ઉંઘવા નહીં દઊં.
સજ્જન માણસો સૂવા આવે અને મને વૈકુંઠ ની સફરે લઈ જાય. પેલા ડાહ્યાકાકા
એક વાળ શોધ્યો ના જડે તેવા માથે મારા પર પ્રહાર કરે. શાંતિલાલ માથામાં બે
કીલો તેલ ચોપડીને આવે. પેલો મુન્નો મારું લાતોથી સ્વાગત કરે. ઉંવા ઉંવા કરતું
બાળ જ્યારે મારા પર મસ્તક ટેકવે ત્યારે મારું રોમરોમ હરખાઈ ઉઠે. પેલો મારો
પાંચ વરસનો અનુજ મને હવામાં ફંગોળે તો હું આજીજી કરું ભાઈલા મારી દયા ખા.
મારી લાડલી વેદાને પરીઓના દેશની સહેલ કરાવું ને હું રાજીના રેડ થઈ જાંઉ.