હસવાની મનાઈ છે. ઓશિકું

February 14th, 2007 by pravinash Leave a reply »

images36.jpg

ઓશિકું શબ્દ કાને પડતાં ૬’+ ૬’ ની જગ્યા શોધવા મંડીના પડતાં.
ક્યાં જગ્યા દેખાય અને માથા નીચે દબાવીને નસ્કોરાં બોલાવવા લાગી
જઈએ. સુંવાળું મઝાનું માથા નીચે હોયને સ્વપનાના દેશમાં પહોંચી
જવાય. ટિકિટ લેવાની કોઈ માથાઝીંક નહીં. વાસ્તવિકતાથી દૂર
સ્વપનાના દેશમાં સહેલ કરવાની વગર પૈસે.
બધાંને જ કાંઈ નરમ અને સુંવાળું ઓશિકું ન જોઈએ. કોઈને ગમે
પથ્થર જેવું તો કોઈને ગમે શીમળાના રૂ નું બનાવેલું. દરેકની અપની
અપની પસંદ. મારા ઘરવાળાને બે જોઈએ માથા નીચે અને બે પગમાં.
એવી મઝાની તાણે કે જાણે સંગીતનો જલસોના ચાલતો હોય. નગારા
અને હાર્મોનિયમના સૂર સંભળાય. અરે પેલા પોલિસદાદાની સીસોટીનો
અવાજ પણ આવે.
ઓશિકાના ચક્રવ્યુહમાં ભરાઈ પડ્યાતો હાલ બેહાલ થશે. કોઈ ગોળ તો
કોઈ ચોરસ પેલા જાડા તકિયા જોયાછે. અને પેલા ઢોલિયાનો રૂઆબ કાંઈ
ઔર. શું છટાદાર બેઠક અને તેનાં પર બેસવાની કળા આફરીન થઈ જવાય.
એમાં વળી અમેરિકાથી આવેલો પેલો ‘વીની’ દાદીમા પાસે તેના જેટલું લાંબુ
ઓશિકું બનાવડાવીને જ જંપ્યો. મને તો મનમાં એમ થયું કે આ બાજુમાં હોયતો
ઘરવાળાની ગેરહાજરી વરતાય નહીં. એની લંબાઈ અને પહોળાઈ જોઈને મારી
તો આંખો ચકરાઈ ગઈ.
રખે માનતા કે જેટલું મોંઘુ ઓ તેટલી ઉંઘ સારી? તેવા ખોટા ભ્રમમાં રાચતા
રાચતા નહીં. જો મહેનતુ હશે તો સાદા ઓશિકાથી પણ ગાઢ નિંદ્રા માણી શ્કશે.
આળસુ તથા કામકાજ વગરનાં માનવીને ૫૦૦રૂ. નું ઓશિકું પણ તારા ગણાવશે.
એક ખાનગી વાત કહેવી છે આતો તમે રહ્યાં ઘરના એટલે કહ્યા વગર રહી શકતી
નથી.અમારા પેલા ચંપકકાકા જ્યાં જાય ત્યાં પોતાનું ઓશિકું બગલમાં દબાવીને
લઈને જાય. તમે ભલેને કહો કે, કાકા મેં આ વર્ષેજ નવા ઓશિકા બનાવડાવ્યા
છે. સણસણતો જવાબ આપશે, ડાહ્યો થા માને, ગાદલું ગમે તેવું ફાવે ઓશિકું તો
મારું જ જોઈએ. કાકી પણ ખૂબ રંગીન કાકાના ઓશિકાની ખોળને હાથેથી ભરે ને
વળી ઝીણી કિનાર પણ ચોડે.પછી કાકાને તેજ ઓશિકું ફાવે ને.
એ તો ભાઈ જેવા જેમના શોખ . આપણા રામને તો કોઈની ગુલામી ના ગમે.
ગમે ત્યાં રાત ગુજારવાની હોય, ઓશિકું મળે યા ન મળે. હાથ માથા નીચે મુક્યો
નથી ને ઉંઘ આવી નથી. મને ખબર છે તમને ઉંઘ આવે છે પણ ઓશિકાનાં દીલની
વાત સાંભળ્યા વગર ઉંઘવા નહીં દઊં.
સજ્જન માણસો સૂવા આવે અને મને વૈકુંઠ ની સફરે લઈ જાય. પેલા ડાહ્યાકાકા
એક વાળ શોધ્યો ના જડે તેવા માથે મારા પર પ્રહાર કરે. શાંતિલાલ માથામાં બે
કીલો તેલ ચોપડીને આવે. પેલો મુન્નો મારું લાતોથી સ્વાગત કરે. ઉંવા ઉંવા કરતું
બાળ જ્યારે મારા પર મસ્તક ટેકવે ત્યારે મારું રોમરોમ હરખાઈ ઉઠે. પેલો મારો
પાંચ વરસનો અનુજ મને હવામાં ફંગોળે તો હું આજીજી કરું ભાઈલા મારી દયા ખા.
મારી લાડલી વેદાને પરીઓના દેશની સહેલ કરાવું ને હું રાજીના રેડ થઈ જાંઉ.

Advertisement

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.