બે બેગ

October 18th, 2007 by pravinash No comments »

આ શિર્ષક છે અનેરું
આ વાત છે નિરાળી
સાચું કહું છું સાંભળૉ
૨૧મી સદીની કહાણી

બે બેગ ભરી સામાન લઈને આવ્યા હતા
ગયા ત્યારે બે બેગ સામાન લઈને ગયા

આ સત્ય વાત છે ગીતા પર હાથ મૂકીને કહું છું
શંકા કરશો ના સ્વમાન તે ઓલિયાનું હણશો મા

હા, તમે જાણી ગયા હશો આ કોની વાત છે
જો ન જાણતા હો તો સાંભળો આપણા વતનના

સહુના પ્યારા અને લાડીલા એવા રાષ્ટ્રપતિ
પૂજનીય ડોક્ટર અબ્દુલ કલામની ———

હ્યુસ્ટનના આંગણે તેમનું ભવ્ય સ્વાગત થયું
તેમના દર્શને,વચનામૃતે દિલડું પાવન થયું

સાદગી નું જીવતું જાગતું બોલતું પ્રતિબિંબ
ગરીબોથી માંડીને ગગનને આવરતું પ્રવચન

સહુની સાથે પ્રેમથી હાસ્ય અને હસ્ત મિલાપ
બાળકો કાજે મૃદુ હાસ્ય અને પ્રેમે આલિંગન

રાષ્ટ્રપતિ ભવનને જેણે બનાવ્યું ‘જનતાભવન’
દેશના ઈતિહાસમા જેનું નામ લખાયુ સુવર્ણમય

ક્યાં રહેવું

October 17th, 2007 by pravinash No comments »

ભગવાન આજે ખૂબ ખુશ જણાતા હતા. મંદિરમાં નવરાત્રિ અને દશેરાની
પૂજા ચાલતી હતી. ભાવતા ભોજન અને સૂકામેવાના થાળ જોઈ તેમનો હરખ
માતો ન હતો.
આનંદમાં આવી જઈ ભગવાન પણ ભૂલ કરી બેસે. ‘માગ માગ માગે તે આપું.’
બસ ભક્તને એ જ જોઈતું હોય. તેની માગણીઓ દિવસે ન વધે તેટલી રાતે વધે.
ભગવાનને થયું અરે આ ભક્તતો થકતાજ નથી. બિચારા ભગવાન, થાકીને લોથ
પોથ થઈ ગયા. ભક્તતો તેમને રાતે પણ આરામ લેવા દેતા નહીં.ભગવાન બિચારા
થાક્યા. થાકીને તેમના ગુરુ સાંદિપની પાસે પહોંચ્યા. “ગુરૂદેવ, બચાવો’મેં ભૂલથી
માનવની માગણી સંતોષવા માટે માગવાનું કહ્યું પણ હવે તે થાકતો નથી.” હું ક્યાં
જાઊં?”
ગુરૂ ખૂબ જ જાણકાર હોય. કહેવા લાગ્યા તું માનવના અને ભક્તના હ્રદયમાં જઈને
વાસ કર તને કોઈ દિવસ તેઓ હેરાન નહી કરે. કારણ ખૂબ જ સરળ છે. માનવ અને
ભક્તને કદીયે પોતાના હ્રદયમાં ઢુંકવાનો સમય હોતો નથી. તેઓ તને ખોળી શકશે નહી.
વત્સ, તું મળીશ નહી એટલે તારે તેમેની કોઈ પણ માગણીઓ પૂરી કરવી પડશે નહીં.

પાનખર

October 16th, 2007 by pravinash No comments »

પીળા પડેલા પાનને ખરતા જોઈ વૃક્ષની વેદના ભાળી

બગીચાને સીચતો માળી રિસાણોને ફુલડાંને હું મળી

ગીચોગીચ માનવ મેદની વચ્ચે ફરતી એકલતા ભાળી

યુવાની ઢળીને વાનપ્રસ્થને આંગણે જીવનને હું મળી

ભર બજારે ચાલતાં વર્ષો બાદ સખીને અનાયાસે ભાળી

ઉગતા સૂરજને પૂજતા સ્વાર્થી લક્ષ્મીચંદો ને હું મળી

આશા નિરાશાનાં તાંતણે લટકતાં વૃધ્ધ માતાપિતાને ભાળી

જીવતરના આરે આવીને ઉભી મૃત્યુના ઓવારાને હું મળી

ટાપટીપ

October 15th, 2007 by pravinash 1 comment »

ટાપટીપ કરતી યુવાન છોકરીઓ ડીસ્કોમાંથી આવે
ભાન ભૂલેલી તે યૌવનાઓ યુવાનોને શરમાવે
માતાપિતા ડરતા ડરતા રે તેમને કેમ કરી સમજાવે

કોની વનિતા કોની કન્યા કોલેજમાંથી નિસરતી
ભણવાને બહાને ક્યાં ક્યાં ભટકે તેની ખબર ના રહેતી
મારગ ભૂલેલી દિકરી અવળે રસ્તે ચડી જતી

દોસ્તો સંગે તે ઘુમતી લાજ મર્યાદા ઓળંગતી
નોકરી કરવી પૈસા કમાવવા તેને પ્રાધાન્ય દેતી
આછકલી ઉછ્રંખલ બની જીવનમાં ગુમરાહે ચડતી

ઘરકામ કરવામા હીણપત લાગતી ફેશનમાંહી ફરતી
ઉંચી એડીના ચંપલ પહેરી પંજાબીનો દુપટ્ટો લહેરાવતી
અમેરિકાની આંધળી નકલ કરતી ભારતિયતા ભૂલતી

દેશી નહી પણ વિદેશી માલની બોલબાલામાં રાચતી
દેખા દેખીમાં ગળાડૂબ રહેતી સ્વતંત્રતાને અવગણતી
માતૃભૂમિને વિસરતી માતાપિતાને આદર નવ દેતી

વાચક મિત્રો ” રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે”
યાદ હશે?

આવો કાના સંગે રાસ રમવા

October 11th, 2007 by pravinash No comments »

નવરાત્રિના શુભ દિનોમાં
દુહો

હે કાળા કાળા કનજી ને રાધે ગોરી ગોરી
વ્રજની રજકણ ભાન ભૂલીને નાચે ઘેલી ઘેલી
જમુના તીરે ધુમ મચાવે બરસાનાની છોરી
થૈયા થૈયા થા

રાસ
હે કાનુડો કાળો ને લાગે રૂપાળો
ગોપીઓની સંગે મચાવે હોબાળો
હે જશોદાનો જાયો ને નંદનો લાલો
મચાવે ધુમ ગોકુળમાં સહુનો દુલારો

માખણ મિસરીમાં ભરમાતો
છેલ છબીલો સહુને પજવતો
મોરલીના તાને થૈ થૈ નચવતો
મચાવે ધુમ ગોકુળમાં સહુનો દુલારો

ભરરે નિંદરથી મુજને જગાડી
વ્રજની વનિતાઓની ગગરી ફોડી
કંસને મારી નગરી મથુરા ઉગારી
મચાવે ધુમ ગોકુળમાં સહુનો દુલારો

હે કાનાના કામણને રાધાના શમણા
ભવસાગની ભાંગી રે ભ્રમણા
ગોપ ગોવાળ સંગે ઘરના આંગણમા
મચાવે ધુમ ગોકુળમાં સહુનો દુલારો

રાસની રમઝટ

October 9th, 2007 by pravinash No comments »

દુહો

હે———-
ગોકુળથી મથુરાનો મારગ ભલે લાગતો નાનો
કાનુડાની નીંદ ઉડાડી લઈ ગયો મતવાલો
થઈયા —થઈયા——થા

ગોકુળ છોડીને મથુરા આવીને મારી નિંદર વેરણ થઈ
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા—–

નંદ જશોદાનો નિર્મળ પ્રેમ અને વ્રજવાસીઓનું વહાલ
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા—-

ગોકુળને ગોંદરે ગાયોના સાદને ગોપીઓની રૂડી પ્રિત
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા——

મથુરાના રાજભોગ ફીક્કા લાગે ભલા ગોકુળના માખણ મિસરી
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા——–

મથુરાના મારગ મોકળારે મને વહાલી ગલીઓ સાંકડી
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા——

ઇન્દ્રપુરી પણ તુચ્છ ભાસે મને વહાલેરું ગોકુળીયુ ગામ
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા———

ગોકુળ છોડતા વખતે કૃષ્ણને પયેલી વિરહની
વેદના
૦ ૦
૦ ૦
. .
. .

રાસની રમઝટ

તું ક્યાં નથી?

October 9th, 2007 by pravinash No comments »

જ્યાં જ્યાં નજર હું ઠેરવું બસ તારી ભવ્યતા દેખું
તું ક્યાં નથી તુ ક્યાં નથી એ જાણવાને હું મથું

સૃષ્ટિના કણ કણમાં તારું અસ્તિત્વ છાઈ રહ્યું
પત્રમાં ફળ ફૂલમાં કુદરત બની છુપાઈ ગયું

સિંધુમાં બિંદુ બની તું આભને પામવા મથી રહ્યું
મસ્તી રૂપે મોજા માહીં પ્રચંડ થઈને છાઈ રહ્યું

ઉન્નત મસ્તકે પર્વત રૂપે સ્થિર થઈ ઉભો રહ્યો
ઉર્ધ્વગામી થઈ જીવનમાં હાથ હલાવી કહી રહ્યો

શક્તિ તારી અણકલપ્યને અમાપ રૂપે પ્રવર્તતી
અકળ તું,અણમોલ તું,અજોડ તું,અવિનાશી તુ

સહુ એક સવાલ પૂછે છે. હે ઈશ્વર તું ક્યાં છે?

મને એક સવાલ કાયમ સતાવે છે, હે ઈશ્વર તું ક્યાં નથી?

હસવાની રજા છે.

October 8th, 2007 by pravinash No comments »

કમપ્યુટર સિવાય કોઈ શબ્દ જાણે હવે શબ્દકોષમાં રહ્યો નથી.

ચાલો ,ત્યારે મને જણાવશો કમપ્યુટર નરજાતિ છે કે નારીજાતિ?

સારું છે આપણી ભાષામાં નાન્યતર જાતિ છે. તેથી ન પુરુષો હરખાય
કે ન સ્ત્રીઓ. ત્યારે હરખાવાનો વારો કોનો?
ધીમેથી હસવાની છૂટ છે.

માને પ્રણામ

October 8th, 2007 by pravinash No comments »

શ્રાધના દિવસો પૂરા થયા ને આપણે નવરાત્રિના રંગમાં રંગાવા તૈયાર થયા.
એક મિનિટ, જરા નવરાત્રિનો અર્થ,મહિમા અને માહતમ્ય જાણીશું.
નવરાત્રિ દરમ્યાન આપણે માતાનું ભાવ પૂર્વક પૂજન કરીએ છીએ. બાળકો
એટલે આપણે સર્વે તેની આરતિ ઉતારીએ છીએ. માતા ને ભાવતી સામગ્રી
લાવી,સુંદર મિઠાઈ બનાવી તેને આરોગવાની દિલથી પ્રાર્થના કરી. તે સર્વેનો
પ્રસાદ રૂપે આપણે લહાવો માણીએ છીએ. માતા આપણને પ્રસાદની સાથે
અંતરના આશિષની વર્ષા કરે છે.

૧. માતાના શુભ આશિષથી આ સૃષ્ટિમાં આનંદ મંગલ પ્રવર્તે છે.
૨. માતા તેં મને ગર્ભમાં ધારણ કરી મારું પોષણ કર્યું.
૩. બાળપણમાં રમકડાઓથી ઘેરાઈને તારું કહ્યું ન સાંભળ્યું.
૪. મને ભણવામાં રસ ન હતો, તેં કેળવી મને સદબુધ્ધિ અર્પિ.
૫. તારો નિર્વ્યાજ પ્યાર હું કેવી રીતે વિસારું.
૬. મારી માંદગી દરમ્યાન તેં દિવસ કે રાતની પરવા ન કરી.
૭. તારો પ્રેમાળ સાદ મારા કાનમાં ગુંજે છે.
૮. તને હંમેશ મારામાં સારું જ દેખાયું છે.
૯. આવી હ્રદયની વિશાળતા માત્ર આ દુનિયામાં તારામા છે.
૧૦. મિત્રો અને સગા મળવા આસાન છે, તારા જેવી મા દુર્લભ.
૧૧. ‘માતૃ દેવો ભવ’ એ મારો મંત્ર છે.
૧૨. મને માતા તારામાં ભગવાનના દર્શન થાય છે.તેથી દુનિયા સારી છે.
૧૩. માતા હું હમેશા તારા ગુણોની પ્રશંશા કરીને તારી સેવામાં હાજર છું.
૧૪. મા હું તારા ઉપકારનો ઋણી રહી તરામાં ખૂબ શ્રધ્ધા ધરાવું છું.
૧૫. મા હરહમેશ તારામય રહી તારા આશિર્વાદ પામું તેવી અભ્યર્થના.

મિત્રો, નવરાત્રિને સાચા અર્થમાં સમજી ને ઉજવીએ.
ચાલો પછી તમને હું લખેલા રાસની રમઝટમાં લઈ જઈશ.
રાસ રમવા આવો ત્યારે ડાંડિયા લાવવાનું ભૂલતા નહી.
કાલીમાતા, અંબામાતા, દુર્ગામાતાને પ્રણામ.

દેખતી માનો ઇ-મેઈલ

October 5th, 2007 by pravinash 1 comment »

સંતોષ ભરેલું જીવન જેનું સાગર જેવડુ સત
વેણીભાઈની વહુ વનિતા લખે ઈ મેઈલ દ્વારા ખત
દિકરો એનો અમેરિકા ગામે રોહિતભાઈ પટેલ નામે
મનુભાઈનો મનિયો કહે છે રોહિત રોજ મને ભેળો થાય
દિવસ આખો યુ રેલમાં ઘુમે ને મોડી રાતે ઘેર જાય
પત્ની એની બાળકો સાચવે ને સાંજ પડે થાકી જાય
ખાવામા પામે પિઝાને પાંઉ ને પીવામાં પેપ્સીકોલા
શનિ રવિ માંડ રજા મળે ત્યારે કપડાંને વાસણ ધોવાય
થોડો ઘણો વિશ્રામ મળે ત્યાં ટીવીના પ્રોગ્રામ જોવાય
ડોલરિયું જીવન તમારું — છતે પૈસે દુઃખી થવાનું
મારે અંહી નોકર રસોઈયાને સુખ સાહેબી બેશુમાર
જાતજાતના પકવાન જમીને આનંદનો નહી પાર
શનિ રવિ ઘેર મેળો જામેને પર્યટનો ગોઠવાય
મન થાય ત્યારે ફાઈવસ્ટાર હોટલને નાટક સિનેમા જવાય
પૈસો ભલે હોય તમારે સોના જેવું જીવન અમારે
ઈચ્છા થાય ત્યારે આવતા રે’જો ખુલ્લા છે મારા દ્વાર
માણસાઈના અંહી દીવા બળેને સુખ છે અપરંપાર
ભારત જેવો દેશ નહીં દિકરા-છોડી દે અમેરિકાના ઠીકરા

ગિરધરદાસ વિ. સંપટ

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.