વિચારના વહેણ

December 3rd, 2007 by pravinash No comments »

જ્યારે પણ જીવનમાં કશું બને છે. સારું હોય કે નરસુ
યાદ રહે તેની પાછળ કુદરતનો કોઈ સંકેત છે. યા તો તેનાથી
વધારે બુરું થવાનું હતું પણ આપણે ઉગરી ગયા. મતલબ શૂળીનો
ઘા સોયથી સરી ગયો.
નાનપણમાં હું બહુ ખરાબ રીતે પગે દાઝી ગઈ હતી. આજે
વિચારું છું કે સારું થયું મોઢા પર નહોતી દાઝી. છ મહિના સુધી
પગ જમીન પર નહોતા માંડ્યા. દવાખાને અમારો નોકર પાંડુ
ઉચકીને લઈ જતો હતો. તે વખતના છ મહિના આજે કોઈ વિસાતમા
નથી લાગતા. પણ એ ડાઘ જો આજે મોઢા પર હોત તો, વિચાર
આવતા જ મન બધિર થઈ જાય છે. કહેવું વ્યર્થ છે કે મારા પગ ઉપર
તેના નિશાન હયાત છે.

હસવાની રજા

December 2nd, 2007 by pravinash No comments »

વિદ્યાર્થિઃ છઠ્ઠા ધોરણમા આવી ગયો. હવે તો ખૂબ મહેનત કરવી પડશે?
પાંચમા ધોરણના વર્ગ શિક્ષક સાથે વાત કરતાં.

સર, તમે મારા વર્ગ શિક્ષક આ વર્ષે થવાનાકે નહી?
શિક્ષકઃ તેમનો ગમતો વિદ્યાર્થિ હતો. કહે ના હું તો પાંચમા ધોરણનો
શિક્ષક જ છું.

વિદ્યાર્થિઃ મોટો નિસાસો નાખતા. શું તમને આચર્યએ નાપાસ કર્યા.
હું મારા બાપાને બોલાવી લાવું? તેઓ બંને મિત્રો છે.
તમને પાસ કરી દેશે. મને તમે વર્ગ શિક્ષક તરીકે ખૂબ ગમો છો.

તુલસીદાસ

December 1st, 2007 by pravinash No comments »

તુલસી યે સંસારમેં પંચ રત્ન હૈ સાર
હરિભજન અરૂ સંતમિલન, દયા દાન ઉપકાર

તુલસી પર ઘર જાય કે દુઃખ ન કહીયે રોય
માન ગુમાવે આપનો બાંટ ન લેવે કોય

તુલસી નીચે જનનસે બનેન ઉંચો કામ
મઢત નગારા ના બને ચૂહા કેરો ચામ

એક મૃગકે કારને ભરત ધરી તીન દેહ
તુલસી ઉનકી ક્યા ગતિ ઘરઘર કરત સ્નેહ

આવત હી હરખે નહી નૈનન નહી સ્નેહ
તુલસી વહાં ન જાઈએ કંચન બરસત મેહ

પાપપુણ્ય છુપછુપ કરો સોવત કરો કે જાગ
તુલસી કબ લગ છુપ રહે ઘાસ ઘુસાઈ આગ

તુલસી વહાં ન જાઈએ જહાં ન કહે કે ‘આવ’
ઘાસ બરાબર જાનીએ ક્યા રાજા ક્યા રાવ

તુલસી ઉનકી કોન ગત બોલત બિના બિચાર
કટત પરાઈ આતમા કટ જિહવા તલવાર

તુલસી યહિ તીન લોકમેં કો જાને તન પીડ
હ્રદય જાને આપકા કો જાને રઘુવીર

કંચન તજવો સુલભ હૈ સુલભ ત્રિયાકો નેહ
નિંદા સ્તુતિ ત્યાગવો તુલસી દુર્લભ એહ

તુલસી નિજ કીર્તિ ધરે પરકી કીર્તિ ધોય
તીનકે મુખ મસી લાગહી મીટે ન મરીએ ધોય

તુલસી જગમેં યું રહો જ્યું જિહવા મુખમાંહિ
ઘી ઘણા ભક્ષણ કરે તો ભી ચીકની નાહિ

નીચ નીચાઈ ના તજે જો પાવે સતસંગ
તુલસી ચંદન લપટકે વિષ નહિ તજે ભુજંગ

તુલસી કહે કે રામ ધન નહિ ખરચે નહિ ખાય
માખી મધ ભેગું કરી ઉડકે જાય

વાહ વાહ

તુલસી તેરી બાત પઢી લીખી સોહાય
જો તલભર આચરું મેરો જનમ સફલ હો જાય

રામજીસે

માંગુ કૃપા તુલસી તેરી બાત મોકો ભાય
બસ હૈ એક પ્રાર્થના મોકી નિંદર ઉડાય

હસતા નહી

November 30th, 2007 by pravinash No comments »

પતિઃ અરે હું તો તારા જેવો સુંદર નથી. કે નથી મારી પાસે
મોટી મોટી મહાવિદ્યાલયની ઉપાધિ. સાચું બોલજે પ્રિયે
તું શું જોઈને મને પરણી?
પત્નિઃ ખૂબ લાડ કરતાં તમારે સાચે જાણવું જ છે. રહેવાદોને.

પતિઃ ખૂબ આગ્રહ કરતા, ના ના મને કહે.
પત્નિઃ મેં તમારામા સહુથી ભારે તમારુ ખીસુ જોયું, વહાલા.

જ્યારે

November 30th, 2007 by pravinash No comments »

જ્યારે વાદળી ભારી થાય છે ત્યારે વરસી પડે છે

જ્યારે સૂર્યોદય થાય ત્યારે અંધકાર ગાયબ થાય છે

જ્યારે ચાંદ ચાંદની વરસાવે ત્યારે શિતળતા ફેલાય છે

જ્યારે ફૂલ ફળમાં પરિણમે ત્યારે અસ્તિત્વ મિટાવે છે

જ્યારે કમળ કાદવમાં ખીલે ત્યારે સોહામણું લાગે છે

જ્યારે સોનાની બંગડી બને ત્યારે ઉરે ઘા ઝીલે છે

જ્યારે બાળક યુવાન થાય ત્યારે માતાપિતાનાં વાળ ધોળા થાય છે

જ્યારે જીવન સમાપ્ત થાય ત્યારે રેતમાં પગલું પડે છે

જ્યારે વાયરો પગલું ભૂસે ત્યારે મોજા પર નામ લખાય છે

જ્યારે અને ત્યારે ની ચીલ ઝડપ.

જીવન એક ખેલ

November 29th, 2007 by pravinash No comments »

માનો ન માનો આ ખેલ દરેકને ખેલવો પડે છે. મને યા કમને.
ખેલ ખેલમાં ખેલો, સહજતાથી ખેલો, હસતા રમતા ખેલો કે પછી
ગંભીરતાથી ખેલો. કવિ, લેખકો, સંતો અને આચાર્યોએ જીવનને
ઘણી ઉપમાઓ આપીને ગુંચવાડા ભર્યું બનાવી દીધું. કિંતુ ખેલદિલીથી
ખેલેલું જીવનખરેખર મધુરું હોય છે. કૃષ્ણના વદન કમળ જેવું. આ ખેલ
એવો અદભુત છે કે તેમાં હારજીતને સ્થાન જ નથી. માત્ર ખેલો એ જ
ખૂબી ભરેલું છે. હંમેશા ખેલની સંગે આપણે હાર યા જીત સાંકળ્યા છે.
સહુને વિદિત છે કે હાર મળવાની જ કારણ જીત તો એક જ જણાની થઈ
શકે. ગૌરવ પૂર્વક હારવું એ પણ એક કળા છે.
જીવન એટલેઃ જીઃ જીવવું, વઃ વધવું, નઃ નમવું. આ ત્રણેયનો ત્રિવેણી
સંગમ એટલે જ જીવન. આ સુભગ મિલન માતા પૃથ્વી સિવાય ક્યાંય
સંભવ નથી. જીવનનાં ખેલમાં ‘જીવવું’ સ્વાભાવિક અને સરળ છે. જે
આપણને જન્મતાની સાથે પ્રાપ્ત થાય છે.’વધવું’,માત્ર ઉંમરમાં,ઉંચાઈમાં
કે વજનમાં જ નહીં. એતો કુદરતનો અફર નિયમ છે. કાંઈ પણ પ્રયત્ન ન
કરીએ તો પણ વધવાના છીએ. વધવા નો અર્થ અહીં વિકાસ છે. ‘નમવું’
જ્યાં ત્યાં નહીં. નમ્રતા નો અહીં ઉલ્લેખ છે. યાદ હશે જ્યારે આંબાના ઝાડ
ઉપર કેરી લચકતી હોય છે ત્યારે તે ઝુકેલો હોય છે. તે નમ્રતા. માણસ જ્યારે
જીવનમાં સંસ્કાર,વિદ્યા,જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે તે ખૂબ વિનમ્ર હોય છે. અધૂરા
ઘડા છલકાય પૂરા નહી. તાડના ઝાડ ખૂબ ઉંચા હોય છે. નથી પંખી તેના પર
માળા બાંધતા કે નથી પથિક તેના તળે પોરો ખાતા!
જીવન ખેલનો આરંભ જન્મ સાથે છે અને અંત મૃત્યુ ટાણે. એ ખેલને
દરેક વ્યક્તિ પોતાના ગજા પ્રમાણે ખેલે છે. એ ખેલની સંપૂર્ણ જવાબદારી દરેકની
પોતાની છે. કોઈના પણ માથે દોષનો ટોપલો ઊંધો વાળવો એ અપ્રમાણિકતા છે.
ભૂલતો બ્રહ્માથી પણ થાય. જ્યાં હાર કે જીત નો સવાલ જ નથી ઉઠતો તો પછી
પોતાની કાબેલિયત પર નિર્ભર થઈને ખેલવામાં જ મઝા છે.
જીવન ખેલ માં જોખમ પણ હોઈ શકે. હિંમતે મર્દા તો મદદે ખુદા. ખેલમાં
સ્પર્ધા પણ સામિલ હોય યા ચાતુર્યની આવશ્યક્તા. ખેલ દરેક ખેલાડીની ક્ષમતા પર
આધારિત છે. હરએકની ખેલ ખેલવાની શૈલી અલગ અલગ જરૂર હોઈ શકે. ખરી
મઝા તો ત્યાંછે દરેક વ્યક્તિ પોતાની રીતે જ ખેલ ખેલાય તેમ માને. આ જ તેની
કરૂણતાના સાક્ષી છે.આમાં કોઈ બંધારણ નથી.”હું” જ માત્ર સાચો એ માન્યતા જૂઠી.
એ વિચાર જ પાયા વગરનો છે. આ ખેલમાં ‘વહેલો તે પહેલો’ એવી કોઈ જરૂરતને
સ્થાન નથી. આ ખેલ ખેલવામાં ઉંમરનો બાધ નડતો નથી. કોઈની ગુંજાઈશ નથી
કે તેમાં આડખીલી બની શકે. નાના મોટાનો તફાવત નથી. હા,માત્ર તેમા ખેલની
સપાટી અલગ હોઈ શકે.
ઘણી વખત ગુણવત્તા અને સપાટી ઉંમર પર આધારિત નથી પણ હોતા. જેવું કે
નવ વર્ષની ચિત્રલેખા પચાસ હજારની માનવ મેદની વચ્ચે ભાગવત કથાનું પારાયણ
કરી, બધાને મંત્રમુગ્ધ કરી શકે. ભાગવતની કથામાં ગીતાજીના શ્લોકો ટાંકીને સહુને
વિવેચન દ્વારા સમજાવી શકે. જીવનના ખેલની કઈ સોગઠી તેની પાસે હશે?
જીવન ખેલ બસ ખેલો! પરિણામની પરવા ન કરવી. આળસને તો નજીક
ઢુંકવા પણ ન દેવી. ખેલ ખેલવાની તમન્ના, ઈંતજારી, કાબેલિયત કશાની દરકાર
તથા અવગણના કર્યા વગર બસ મન મૂકીને ખેલો. નર્મદને યાદ કરતાં
યા હોમ કરીને કૂદી પડો ફત્તેહ છે આગે.

જીવન ખેલ ખેલો
ન હું કે તું પહેલો
કોઈ આવે મોડો વહેલો
ભેરવી બગલે થેલો
બનીશ ના ગાંડો ઘેલો
છાતીએ ઘાવ ઝેલો
ગગનેથી નિરખે પેલો મસ્ત બનીને ડોલો

શા કામનું?

November 28th, 2007 by pravinash No comments »

એ જીંદગાની શા કામની જે દિવાની ન હોય
એ દિવાનગી શાકામની જેમા દિવાના બનાવનારની યાદ ન ભળી હોય.

આ જીંદગી કોઈની માલિકીની નથી
માલિકની હાજરી વરતાતી નથી

આ જીંદગીમાં કદી કોઈ કોઈનું નથી
એકલા જીવવાનો હુન્નર હળવો નથી

ધન, દૌલત,જુવાની,રૂપ કુંચીઓ છે
જીવન તાળું ખોલવા મચી પડેલી છે

સુંદર ઘર બાંધવું આસાન છે
રાચરચીલું વસાવવું સરળ છે
પણ
તેમાં
સુખ શાંતિ પૂર્વક રહેવું કઠીન છે.

અનુકરણ કરવું, અનુસરવું એતો ખાવાનો ખેલ છે
વિચાર અને વિવેક ભળે એ લોઢાના ચણા ચાવવા જેવું છે

ઉષ્મા

November 28th, 2007 by pravinash No comments »

ક્ષણોના સમુહથી સરજાયેલું આ માનવ જીવન કેવું છે
જેવું જીવીએ, મનીએ,જોઈએ અનુભવીએ એવું છે

શિયાળામાં બરફની ચાદર ઓઢેલી ધરતી કેવી છે
શાંત મુદ્રામાં બેઠેલી ગંભીર તપસ્વિની જેવી છે

વસંતના વાયરામાં મહાલતી આ ધરતી કેવી છે
ફૂલોની સુગંધ પ્રસરાવતી મીઠી મધુરી માદક છે

ગાંડીતૂર નદીના ધસમસતા પ્રવાહની દિશા કઈ છે
સાગરને મળવાની ઉત્કંઠામાં ભાનભૂલેલી પ્રેયસી છે

સંસારના રંગમંચ પર ભજવાતી આ જીંદગાની કેવી છે
જે આવે તે જાવા માટે નવી નવેલી દુલ્હન જેવી છે

મુખ દ્વારા વહેતી વાણીની અમૃતમયી ધારા કેવી છે
ધારામહીં વહેતા કંકર,કચરા,મોતી સમ રંગબેરંગી છે

મૃત્યુના દ્વાર ભણી પ્રયાણ કરતી આ જીંદગાની કેવી છે
હરપળે ધબકતા હ્રદયની શાક્ષી પૂરતી ઉષ્મા જેવી છે

એક -બે -ત્રણ

November 27th, 2007 by pravinash No comments »

ઈશ્વર , ! વિશ્વ વ્યાપક , ! ઈશ્વરની કૃપા છે,!

તત્વ , ! મારું છે , ! તું ગમે છે!

સત્ય , ! સનાતન સત્ય , ! ભૂખ લાગી છે!

પ્રમાણિકતા , ! તારું છે, ! નારી તું નારાયણી,!

શબ્દ ! આપણું છે ! અતિથિ દેવો ભવ

અહં ! ક્રોધી છે ! નજરથી દૂર થા!

પ્રેમ !
માતા પિતા ! વડીલોનો આદર સ્ત્કાર!

વિશ્વાસ ! વિશ્વાસ છે ! વિશ્વાસે વહાણ ચાલે !

શ્રધ્ધા ! ઈશ્વર ઈચ્છા ! કરનું ભૂષણ દાન !

સનાતન ! સત્યમેવ જયતે ! આશા અમર છે !

ઘર ! ધરતીનો છેડો ! મારો પરિવાર છે !

સાવધાન ! પ્રભુતામા પગલાં ! અભિમાન નાશ નોતરે !

સતસંગ ! પતિ પરમેશ્વર ! પ્રેમની ગંગા વહાવો !

ક્ષણિક ! આંખ ખોલી ! દયા ધર્મનું મૂળ!

નાજુક ! સમય નથી ! વાવે તેવું લણે !

અસત્ય ! સર્જનહારની શક્તિ ! અપના હાથ જગન્નાથ !

તિરસ્કાર ! લાગણી સભર ! દિલ એક મંદિર !

આશા ! વિદ્યા દાન ! ભૂખ લાગી છે!

તિરસ્કાર ! નિર્મળ મન ! હમણાં કામ છે !

એક, બે યા ત્રણ શબ્દોની તાકતનો અંદાઝ લગાવો!

મૂરખ

November 25th, 2007 by pravinash No comments »

મારા જેવું કોઈ નથી!
મૂરખ
તારા જેવી વ્યક્તિ પ્રભુએ બીજી બનાવી પણ નથી.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.