મુંબઈ તારી માયા

October 26th, 2009 by pravinash 1 comment »

        મુંબઈ તારી માયા તારી બદલે નિત્ય કાયા

         તારા લાંબા પડછાયા સહુ તેમા ભરમાયા

     મૂંબઈ નગરી અલગારી છે.  જ્યાં નોકરોની દાદાગીરી છે. શેઠાણી પાસે તેમની

ચાવી છે.  મીઠા ચાર શબ્દની પ્યાસી છે.

મુંબઈના ચર્ચગેટ પર ચર્ચ નથી. રેલ્વે સ્ટેશન છે.

મરીનડ્રાઈવ પર કોઈ મરીન નથી.   સુંદર દરિયા કિનારો છે.

લાલબાગ લાલ નથી, ને ફણસવાડીમા ફણસ વેચાતા નથી.

નવીવાડી જૂની છે, લોઅરપરેલ લેવલમા છે.

નળ બજારમાં નળ મળતા નથી મિરચી ગલીમા મિરચી નથી.

અંજીરવાડીમા અંજીર નથી ને તીન બત્તી પર બત્તી નથી.

કોલસા ગલીમા કોલસા મળતા નથી ને લોખંડવાલામાં લોખંડ વેચાતું નથી.

હેંગીગ ગાર્ડન લટકતું નથી ને વિક્ટોરિયા લડંનમા છે.

પ્રિન્સેસ સ્ટ્રીટ પર કોઈ પ્રિન્સેસ નથી. કાંદાવાડીમા કાંદા મળતા નથી.

કીંગસર્કલ પર કોઈ કીંગ નથી ને ઠાકોરદ્વાર પર કોઈ ઠાકોર નથી.

ધોબી તળાવ પર નથી ધોબી કે તળાવ.

મહાલક્ષ્મી હાજીઅલી પર છે. દાદરમાં દાદર નથી.

અંધેરીમા અજવાળું છે.ગોરેગામ ગોરુ નથી.

વાંદરામા વાંદરા નથી ને ઘાટકોપર પર ઘાટ નથી.

હા, ખાઉધરા ગલીમા ખાઉધરા લોકો જાય છે

અંતે ચોરબઝારમાં ચોરીનો માલ જ મળે છે.

મૂકં કરોતી વાચાલં

October 26th, 2009 by pravinash 1 comment »

             ‘મૂકં કરોતી વાચાલં”  શ્લોક બોલીએ છીએ ત્યારે તેમાં રહેલી

ગુઢતા હ્રદયના અંતઃસ્તલને સ્પર્શે છે.  વાણીનું મહાતમ્ય સમજાય છે. 

મનુષ્યની વાણી દૈવી સંપત્તિ છે તેનો અનુભવ થાય છે. વાણી દ્વારા

માનવની પ્રતિભા અને સંસ્કાર પ્રદર્શિત થાય.  વાણી વાર કરે, કતલ

કરે અને લોહીનું એક ટીપું પણ ન જણાય. વાણીનો વ્યય કરવામાં

માનવની તોલે કોઈ ન આવે.  વાણી એ એક એવું ધન છે જેનો

સદ ઉપયોગ માનવને દેવ બનાવવા સમર્થ છે.

    જ્યારે એ વાણીનો દૂર ઉપયોગ તેને દાનવ પણ બનાવી શકે

 છે. વાણી ધન છે તેનો પૂરાવો આપણા વેદ, ઉપનિષદ છે. વેદ

શ્રુતિ દ્વારા અસ્તિત્વમાં આવ્યા. ગોધન, ગજધન, હીરા, સોનું, માણેક

મોતી કાળેક્રમે નાશ પામે છે. શબ્દ, અખિલ બ્રહ્માંડં મા સર્વત્ર

વ્યાપેલો છે. જો શબ્દ ન હોત તો ખોટી કે ખરી વિદ્યા અસ્તિત્વમા

ન હોત.

     વાણીના પ્રતાપે મહાભારત રચાયું. દશરથ રાજાએ રામને

વનવાસનો આદેશ આપ્યો. આપણા પુરાણો, ઈતિહાસ જાગતા

પુરાવા છે. આપણે સહુ ખાવા પીવાની બાબતમા ખૂબ ચેતીને

ચાલનાર છીએ. કપડા પહેરવામાં કેટલાય કલાકો વેડફી દઈએ

છીએ. એટલાજ વાણીની બાબતમા આપણે બેદરકારી દાખવીએ

છીએ.

      વાણીની બાબતમાં સજાગ રહેવાથી અહિંસાનું પાલન કરવામા

સફળતા પ્રાપ્ત થાય છે. બાકી સ્વને અહિંસક ગણનાર વ્યક્તિ ડગલે

પગલે હિંસા આચરે છે. ટુંકમા વાણી પ્રત્યે આદર, સદભાવના અને

સમજશક્તિ કેળવીએ તેવી આશા સાથે વિરમું છું

હસવાની મનાઈ

October 21st, 2009 by pravinash 4 comments »

દિવાળી પુરી થઈ. આવી કીડી વેગે અને ગઈ ઘોડા વેગે.

ઘરના બધા ભાતભાતનું ખાઈને ધરાઈ ગયા હતા. આજે

શાંતિથી ઘરે જમવાનું મળશે તેના વિચારમા ગાડી ચલાવતો

મયંક દાળની સોડમ અનુભવી રહ્યો હતો.

મયંકઃ હાશ છેલ્લા અઠવાડિયાથી દિવાળીનું જમીને ધરાઈ ગયો છું.

માલિનીઃ હું પણ રાંધીને થાકી ગઈ છું. રવીવારે લીનાને ત્યાંથી ડબ્બામા

                લાવી હતી તે બધું ગરમ કર્યું છે.

મયંકઃ એક પણ શબ્દ બોલ્યા વગર ભૂખ નથી કહીને ઉઠ્યો. પથારીમાં

              જઈ ગોદડું ઓઢીને સૂઈ ગયો.

રાતના બે વાગે. ચૂપકીથી રસોડામા આવી દૂધ અને સીરીયલની મોજ

 માણી રહ્યો.

નૂતન વર્ષાભિનંદન

October 19th, 2009 by pravinash No comments »

નૂતન વર્ષાભિનંદન  શબ્દ કર્ણપ્રિય લાગે છે ને?  તો પછી હવે “હેપી ન્યુયર” કહેવાની પ્રથાને

આજથી તિલાંજલી આપો. નાનપણમા ખૂબ સુંદર કહેવત સાંભળી હતી. ગ્યાની સે ગ્યાની મીલે

કરે ગ્યાનકી બાત, ગધે સે ગધે મીલે કરે લાતંલાત. આપણે ગરવી ગુજરાતના પનોતા બાળકો

મળીએ ત્યારે અંગ્રેજીમાં કેમ ફાડતા હોઈશું.  તેને માટે કોઈ નવી કહેવત શોધવાનો સમય પાકી

ગયૉ છે.

       નવું વર્ષ સહુને લભદાયી નીવડો.  ખૂબ મહેનત કરો, પ્રમાણિકતાથી. કાલે ભાઈબીજ છે. બહેનોને

યાદ હશે, પ્યારા ભાઈને પ્રેમથી આમંત્રી તેની પરોણાગતી કરી સુખી અને સમૃધ્ધ  બને તેવી ઈશ્વરને

પ્રાર્થના કરવી ભૂલશો નહી. બંધુઓ બહેનને પણ ખુશ કરજો. મોંઘવરીને ધ્યાનમા રાખવી જરૂરી છે.

જો એકબીજાથિ દૂર રહેતા હો તો ફોનનો સદ-ઉપયોગ કરવો વિસરશો નહી.  

       દિવાળીના પર્વ દરમ્યાન જો બરાબરનું ઝાપટ્યું હોયતો હવે નિયમિત કસરત અને યોગના આસન

કરવાનું ચૂકશો નહી.  ‘પહેલું સુખતે જાતે નર્યા’ એ ઉક્તિ યાદ કરાવવી જરુરી સમજી તેનો ઉલ્લેખ કર્યો છે.

          જ્યોતિન્દ્ર દવે અને બકુલ ત્રિપાઠી મને પ્રિય લેખકો હતા————

October 14th, 2009 by pravinash No comments »

  “સાહિત્ય સરિતા” હ્યુસ્ટન્મા છેલ્લા દસ વર્ષથી મઘમઘી રહી છે. સાહિત્ય રસિકોનો અનેરો ઉત્સાહ, તેમની પ્રવ્રુત્તિ,

લખાણો, કાવ્યો, અનુભવો  અને સર્જન શક્તિનો અંદાઝ કળવો મુશ્કેલ છે. દર મહિને નિયમિત મુલાકાત, યજમાનોની

પ્યાર ભરી પરોણાગત અને સર્જકોની નવિન રચનાઓનો આનંદ માણવા સહુને પ્યાર ભર્યું આમંત્રણ છે.

       “મેં માર્યા ને મેં પુકાર્યા” અર્થાત સ્વની પ્રશંશા અનુચિત સમજી વધુ ન લખતા ટુંકમાં જ વિરમું છું.

નવિન પુસ્તકોનું પ્રકાશન, નવોદિત તથા નામાંકિત કવિઓનું સમ્માન કરવામાં હંમેશા મોખરે એવું અમારું વ્રુંદ

ખૂબ દાદ માગી લે છે.  વિજય શાહ રચીત ‘પૂજ્ય મોટાભાઈ’ નું નાટકીય કરણ એક નવિન અભિગમ હતો. જે

સફળ પૂરવાર થયો.  ‘શેર અંતાક્ષરી’નો દાખલો જડબે સલાક પૂરવાર થયો.  આશા છે આ બધી પ્રવ્રુત્તિઓ આપને

ગમી હશે.

એક રસિક મિત્રનું મંતવ્ય. પ્રવિણા અવિનાશ કડકિઆ.

“હમસ”

October 10th, 2009 by pravinash No comments »

   સ્વાદમા સરસ, પચવામા હલકું, પૌષ્ટિક અને

બનાવવામા સરળ.

         પાંચથી સાત વ્યક્તિ માટે.

 

 સામગ્રીઃ  ૧ ;     કપ કાબુલી ચણા

                ૨;     લીલા મરચા, આદુનો ટુકડો. ૩ કળી લસણની  (વાટેલી પેસ્ટ), વાટેલું જીરૂ

               ૩;    મીઠું સ્વાદ પ્રમાણે, કાપેલી પાર્સલી , લાલમરચું શોભા કરવા માટે

               ૪;   ( ૧ ટેબલ) ચમચો ઓલીવ ઓઈલ ; ૧/૨ (ટેબલ)  લીંબુ નો રસ 

રીત;

                 કાબુલી ચણાને રાતે પલાળવા

                સવારે પ્રેશર કુકરમા સરસ મીઠું નાખીને બાફવા.

                 ચડી જાય એટલે મિક્સરમા વાટી તેમા બધો મસાલો નાખવો.

                 અંતે ઓલિવ ઓઈલ  નાખી પર્સલી મિક્સ કરી

               હલાવી સરસ કચોળામા કાઢી ઉપર લાલ મરચું ભભરાવવું,

                તૈયાર ‘હમસ’ ને ફ્રીઝમા રાખવું અને માણવું

               બેગલ ચીપ્સ  કે સલાડ સાથે ખાવામા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

અવાચક———

October 9th, 2009 by pravinash No comments »

 મમ્મીઃ  નાની દિકરીને રાતના નહવાડવતા કહે, બેટા ધીરે ધીરે વધ

              તારા કપડા લવતા પહેલા ટૂંકા થઈ જાય છે. ( રોમા)

રોમાઃ નાની હતી તેથી તે વખતે તો બહુ સમજી નહી. પણ બે

           દિવસ પછી મમ્મીને નવરાત્રીના ગરબામા સાડીમા જોઈને,

          ” મમ્મી, તું પણ ખૂબ જલ્દી મોટી થતી જાય છે.”

મમ્મીઃ મ્હોં પહોળું કરીને અવાચક થઈ ગઈ————

હસવાની મનાઈ છે—–

October 6th, 2009 by pravinash No comments »

  લીલાઃ   અરે લાલજી સાંભળે છે?

લાલઃ હા બોલને શું કહે છે?

લીલાઃ ધોળો ક્યાં ગયો? શ્યામ્લી ઘરે આવી કે નહી?

             ભુરીયો હજુ તબલા શીખે  છે?

   લાલઃ ગુલાબીને પીળીયો થયો હતો શું હજુ તાવ આવે છે?

       દરવાજામાં ઉભેલી રીના સ્તબ્ધ થઈ ગઈ. તેને થયું શુ,

       હું ખરા સરનામા પર આવી છું કે પછી મેઘધનુષને આંગણે—–

સાદર પ્રણામ

October 2nd, 2009 by pravinash No comments »

આમ તો પૂજ્ય ગાંધીબાપુ ને રોજ જ યાદ કરવાની આદત છે.

કિંતુ આજે તેમેનો જન્મ દિવસ, કાંઈક પ્રેરણા પામીશ તે આશા

રાખી બે ફૂલ ચઢાવીશ.

જન્મઃ ૨જી ઓક્ટોબર, ૧૯૬૯

અવસાનઃ ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ 

વચગાળાનો સમય બાળપણ સામન્ય છતાંય વૈવિધ્ય પૂર્ણ.

માતાના સુંદર સંસ્કાર. પિતા પ્રત્યે આદર.

શિક્ષણ, બાળલગ્ન, પરદેશ ગમન. બેરિસ્ટર, પરદેશમા

સત્ય સામે ટક્કર, સ્વદેશ આગમન, ભારત ભ્રમણ,,

દેશની સ્થિતિનું અવલોકન,  સત્યાગ્રહનું હથિયાર,

ઉપવાસમા નિવાસ, માત્રુભૂમિ માટે દાઝ,  સ્વતંત્રતાને

કાજ, દાંડીની કૂચ, એક લંગોટીનો પહેરવેશ, હાથમા

લાકડી,  ચાલમા ગતિ,  લોહીયાળ ભાગલા સાથે

૧૫મી ઓગસ્ટે, ૧૯૪૭ આઝાદીની પ્રાપ્તિ,  ગોળી

હસતે મુખે ઝેલી.        હે  રામ————-

ચીર વિદાય———–

            એવું તું શું હતું બાપુમા કે નામ લેતાની સાથે મસ્તક

ઝુકી જાય. નાના, મોટા, ગોરા , કાળા, બુઢ્ઢા, જુવાન સહુને પ્યારા

બાપુને સાદર પ્રણામ.

કાના રાસે રમવા ને આવ

October 1st, 2009 by pravinash No comments »

 શરદ પૂનમની રાતડીને નિરખું તારી વાટ

 કાના રાસે રમવાને આવ

નીતરે નભેથી દૂધમલ ચાંદનીને સજ્યામેં સોળ શણગાર                

 કાના રાસે રમવાને આવ

ઓઢું હું શ્વેત ઓઢણીને કેશમાં મોગરાનું ફૂલ                      

કાના રાસે રમવાને આવ

ગોપીઓનું વ્રંદ ટોળે મળ્યુંને ઈંઢોણી જમુના ઘાટ                       

 કાના રાસે રમવાને આવ

આજની ઘડી રળિયામણીને ચંદ્ર ચડ્યો આકાશ                        

  કાના રાસે રમવાને આવ

તારા કામણે મુને ઘેલી કીધી ભૂલી હું ઘરને બાર                        

 કાના રાસે રમવા ને આવ

રાસ રમંતા થમે રાતડી ને થાકું ન હું પળવાર                       

 કાના રાસે રમવાને આવ

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.