Archive for the ‘Uncategorized’ category

१५ अगस्त, २००९

August 14th, 2009

मेरे भारत तुजे प्रणाम

तेरे गाउं मैं गुणगान

तुझसे बिछडी हुं हैरान

तनसे निकले मेरी जान

मिट्टी तेरी ऐसी सुहानी

गंगाजलकी बात निराली

गाए मोर पपीहे गान

तेरे गाउं मैं गुणगान

विवेकानंदकी हो गर्जना

रामक्रष्णको हो वंदना

प्यारे बापु तुझे प्रणाम

तेरे गाउं मैं गुणगान

वेद उपनिषद जहां निखरे है

गीता गान हरदम गुंजे है

तुलसी रामायण है महान

तेरे गाउं मैं गुणगान

२१वी सदी मैं कमाल तेरा

सदीओ पुराना नाम है तेरा

गर्वसे उंची तेरी शान

त्रिरंगा लहराए आसमान

હું ની શોધમાં નિકળી હું

August 5th, 2009

હું ની શોધમાં નિકળી હું

ક્યાંય ન પામી થાકી હું

શું હું કાયા કે હું માયા

તપ્યો સૂરજ લાંબા પડછાયા

હું છું ભ્રમણા તેની વિટંબણા

જેની મથામણમા સહુ અટવાણા

આવન જાવન હું ને નથી

શરીરને હું સ્પર્શતો નથી

શરીરનું કારણ પંચમહાભૂત

હું અળગો તેને વળગ્યું ભૂત

હું રહેવાનું સ્થાન શરીર

શબને હુંની માયા ના લગીર

હું ને કોઈ ધર્મ નથી

હું નું કોઈ કર્મ નથી

હું ને જળ ભીંજવે નહી

હું ને અગ્નિ બાળે નહી

હું સર્વથી છે અલિપ્ત

છતાં હું નથી કપોળકલ્પિત

શું હું ધબકે હ્રદયમાંહી

કે વસે તે  ચેતનમાંહી   

હું શોધું નવ પામું હું

છતાં હું મા સમાયો હું

અહંકારથી ફાલ્યો હું

ગર્વનું ખાતર પામે હું

હું હું કરતાં ઘેલીના પૂત

જ્ઞાનીઓ થાક્યા, થાક્યા અવધૂત

ઉમંગ

July 31st, 2009

    જેવું નામ તેવી જ તેની પ્રતિભા. નખશીખ ઉમંગ છલકાતો. તેની ચાલમા તરંગ,

 તેની વાણીમા ઉમંગ, તેના નયનોમા સરગમ અને તેની અદાઓમાં અભંગ.

    એવી સુંદર ઉમંગ અને તેમાંય પાછી કાર્યદક્ષ. જ્યારે તેને પહેલી વાર મળી

 ત્યારે હું મંત્ર મુગ્ધ થઈ ગઈ હતી. તેની છબી અંતરના ખૂબ ઊંડા ખૂણામા

 સચવાઈ ગઈ હતી. ઉમંગ નામ પણ મને ખૂબ પસંદ પડ્યું હતું.  જ્યારે તેને

 ફરી મળવાનો મોકો મળ્યો ત્યારે એજ આબેહૂબ છબીની મેં કલ્પના કરી હતી.

 ઊમંગભેર આવશે અને મને જો પગે લાગવાની ચેષ્ટા કરશે તો તેને બાથમા

 ભીડવા માટે હું તત્પર હતી.

           અરે, પણ આ હું શું નિહાળી રહી છું. જાણે બે પગમા દસ દસ મણની

 બેડી ન પડી હોય. વેરવિખેર વાળ, મોઢાપર નિતરતી અસહાયતા અને રડી

 રડીને સુઝેલી બન્ને આંખડી. હું મારી આંખ પર વિશ્વાસ ન કરી શકી.  જો તેની

  માતાએ તેનો હાથ ઝાલ્યો ન હોત તો હું માનવાનો સાફ ઇન્કાર કરી બેસત

  કે આ એજ ઉમંગ છે જેને મળવા હું તરસતી હતી. જેની છબી મેં વર્ષોથી

 મનમા સંઘરી હતી.  એ સમયની વાત છે જ્યારે તે આશયના પ્યારમાં

ગળાડૂબ હતી. જીવનનો પહેલો પ્યાર તેને વર્ણવવો અતિ મુશ્કેલ છે. ઉમંગ

 અને આશય જાણે બન્નેને પ્રભુએ ખૂબ નવરાશના સમયે ઘડ્યા હતા. બન્ને

 એકબીજા માટે સર્જાયા હતા. પરિસ્થિતિ પણ એવીજ હતી કે બધી રીતે

 અનુકૂળતા સાંપડી હતી. ઉમંગ સુંદર, ભણેલી ,સુખી ખાનદાન કુટુંબની

  દિકરી અને આશય જુવાન , સોહામણો પૈસાદારનો એકનો એક દિકરો.

  ક્યાંય કશું ખૂટતું ન હતું. જન્માક્ષર મેળવ્યા, સારા નસીબે તેમાં પણ કશું

  વાંધાજનક ન હતું.  કંકોત્રી છપાઈ, લગ્ન લખાયા બન્ને પક્ષે જોરદાર તૈયારી

  ચાલતી હતી. બસ હવે તો બે દિવસની વાર હતી અને અચાનક લગ્ન બંધ

  રખાયા.  કોઈની હિંમત ચાલતી ન હતી કે કારણ જાણવાની કોશિશ કરે.

         નગારા અને ઢોલ વાગવાના બંધ થઈ ગયા. શરણાઈ રિસાઈ ગઈ,

  વાટેલી મહેંદી વાટકામા સુકાઈ ગઈ. હાર અને ગજરા ટોપલામાં જ કરમાઈ

  ગયા. જોકે લગ્નમા મારાથી રોકાવાય એવું ન હતું તેથી આ વાતની ખબર મને

  પડી નહી. હું તો એવા ભ્રમમા રાચતી હતી કે ઉમંગ અને આશય ખુબ સુંદરતાથી

  પોતાના સંસારમા ગુંથાયા હશે.

        જ્યારે બે વર્ષ પછી, ફરી મળવાનો મોકો મળ્યો ત્યારની પરિસ્થિતી કશું

  જુદું જ વર્ણવતી હતી. સામેથી આવી રહેલ ઉમંગ અને તેની મમ્મીને જોઈને

  વિમાસણમા ઉભેલી હું હલો, કહેવાનું પણ વિસરી ગઈ. ઉમંગ એકદમ નિર્લેપ

  ઉભી હતી. મારી સામે ટગર ટગર જોઈ રહી હતી. ઓળખવાનો ઠાલો પ્રયાસ

  કરી રહી. પછી તેના મમ્માએ કહ્યું એટલે ઓળખાણ પડી એવો દેખાવ કર્યો.

  જો કે મને તેમા શંકા જણાઈ હતી. હું તથા ઉમંગની મમ્મી વાતે વળગ્યા. એ

  અસહાય અબળા શું કહે.  ઉમંગના પિતાજી લગ્ન મુલત્વી રહ્યા એ સમાચાર

  સાંભળી આ ફાની દુનિયા છોડી વિદાય થયા.  બીજી બે નાની બહેનો હતી

  તેથી ઉમંગને તેની મમ્મીએ બીજવર સાથે પરણાવી.  હાય રે કમનસીબ

  કન્યા, હવે તને કોણ પરણે?  ઉમંગ માટે આ બધું સહેવું આસન ન નિવડતા

  તે બિમારીનો ભોગ થઈ પડી.  તેના પતિ ને બે બાળકો હતા, દવાદારૂ પાછળ

  પૈસા ખરચવાનો તેને વાંધો ન હતો. પણ ઉમંગે પોતાની જાતને અલગ કરી

  લીધી હતી.  ઉમંગને સ્થાને ઉદાસીનું સામ્રાજ્ય પથરાયું હતું.   તે કરમાઈ

  ગઈ હતી. જીંદગી તેને ખૂબ નિરસ જણાતી હતી. પહેલો પ્યાર ભૂલી શકતી

   ન હતી. લગ્ન થયા હતા તેને મંજૂરી આપી શકતી ન હતી.

        અસંમજસમા પડેલી હું આનું નિરાકરણ કેવી રીતે લાવું તેના વિચારમા

  ગરકાવ થઈ ગઈ. ઉમંગની માને ઢાઢસ બંધાવી ફરી મળવાનો વાયદો આપી

  મારી મંઝીલ તરફ  પગ ઉપાડ્યા——–

હિંડોળે શ્રીનાથજી

July 30th, 2009

ઝુલે છે હિંડોળે આજ શ્રીજી હિંડોળે ઝુલે

વનરાતે વનમા શ્રીજીનો હિંડોળો

ગગનને ચૂમે છે આજ         શ્રીજી હિંડોળે—-

મોગરાની કળીઓથી સજ્યો હિંડોળો

 ગુલાબની ફોરમે ફોરાય        શ્રીજી હિંડોળે—-

 ગોપગોપીઓની સગ કુદરતને ખોળે

 યમુનામહારાણી સંગાથ        શ્રીજી હિંડોળે—-

 શ્રીમહાપ્રભુજી, ગોકુલનાથ હિંચે હિંડોળો

  વૈષ્ણવોનો હરખ નવ માય     શ્રીજી હિંડોળે—–

 દર્શન કરી આંખડી પાવન થઈ

 ધન્ય થયો અવતાર                શ્રીજી હિંડોળે—-

હસવાની મનાઈ છે

July 29th, 2009

પ્રસંગ   પહેલો.

ઉનાળાની રજાઓમા મારા પૌત્ર્ની સાથે વ્યાપાર (મોનોપોલી્) ની રમત રમતા

દાદીમાઃ મારે હોટલ બનાવવી છે.

પૌત્રઃ    ૧૨૫૦ ડોલર મા.

દાદીમાઃ  ઓ.કે.

બીજાદાવમા

દાદીમાઃ અરે તુ મારી હોટલ ઉપર આવ્યો, ભાડુ ૧૧૦૦ ડોલર.

પૌત્રઃ  દાદીમા તમે તમારા પૌત્ર પાસેથી ભાડુ લેશો?

( દાદીમા ચૂપ થઈ ગયા, નજર નીચી ઢાળી દીધી.)

પ્રસંગ બીજો. તે દિવસે  રમત પુરી થઈ ન હતી.

બીજે દિવસે—-

દાદીમાઃ  અરે બેટ હું ચાન્સ ઉપાર આવી.

બેટા મારું કાર્ડ ખેંચને.

પૌત્રઃ  દાદીમા જેલ ભેગા થાવ.

( કાર્ડમા લખ્યા પ્રમાણે)

ખડખડાટ હસવાનો અવાજ.

વરલીથી વાંદરા

July 5th, 2009

વરલીથી વાંદરાની સવારી

અરબીસમુદ્ર ઉપરથી  પસારી

ચારેકોર બસ પાણી પાણી

નજર્યું મારી રહી ભાળી

મુંબઈગરાનું સપનું સાકાર

નિયોન લાઈટનો જયજય્કાર

ખૂબ ઝડપી અને સુંવાળી

મોટરની સહેલગાહ નિરાળી

વાહરે મુંબઈ તારી કમાલ

થોડી પળો વિસરી ધમાલ

સૌંદર્યનું પાન આંખડી ઠારી

યશ ગાતા થાકે ન જીહવા મારી

ધીરે ધીરે હલ સમસ્યા તારી

હા, રૂપિયામા ચૂકવી કિંમત ભારી

ગયું એક વર્ષ

July 4th, 2009

કેમ છો મિત્રો? ભૂલી તો નથી ગયા ને?

નામ પ્રવિણા કડકિઆ.

મન માનસ અને મનન

હવે કાયમ મળતા રહીશું.

આજે તો આટલી મુલાકાત્.

કાલથી નિરાંતે મળવા તૈયાર.

કભી અલવિદા ના કહના

June 15th, 2008

    

  દોસ્તો, લગભગ છેલ્લા દોઢ વર્ષથી મળવાની મોજ માણું છું

  આજ પછી  મળીશ પણ તેમા નિયમિતતા કેટલી હશે તેનો

  અંદાઝ નથી. જ્યારે પણ અવસર સાંપડશે તો એ તક  વહેલી

   ઝડપી લેવામા પાછી પાની નહી કરુ.

  ‘અલવિદા’ નથી કહેતી. કારણ હું આપણા ભારતમા એકથી દોઢ

  વર્ષ માટે સ્થાયી થવાનો નિર્ણય લઈ ચૂકી છું. ત્યાં કેવી રીતે

  અનૂકુળતા સાંપડશે એનો કોઈ અંદાઝ મને નથી. લગભગ ૩૧

  વર્ષના લાંબા ગાળા પછી ભરેલું પગલું કેવા રંગ બતાવશે તે

  ખબર નથી. હૈયે ઉમંગ અને શક્તિનો પુંજ છે. ઈશ્વરમા શ્રઢ્ઢા છે.

  હવે ટુંક સમયમા મળીશું તેવી આશા સાથે વિરમું છું.

પુત્રી —પિતા

June 10th, 2008

    

  જગતપિતા વિષે માત્ર સાંભળ્યું છે.

  પિતાજી તમને તો હરપળે પામી છું

  તમારી આંખોમાંથી છલકાતો પ્યાર —-

  તમારી વાણીમાંથી નિતરતો સ્નેહ——

  તમારા સ્પર્શથી ઉતપન્ન થતાં સ્પંદનો——–

  તમારા વર્તનદ્વારા અનુભવાતી લાગણીઓ——-

                                 કઈ વાત પર લખું.

  પિતાજી જેવો ભારે ભરખમ શબ્દ ન વાપરતા

  ‘મોટાભાઈ’નું હુલામણું સંબોધન કરતી. તેમની

  પાસેથી પ્યાર પુર્વક કામ કઢાવવામાં ‘પાવરધી’.

  ‘ગાડીમા’ રોજ કોલેજ ઉતારતા. ઉતરતા રોજ

  ‘બે’ યા’ત્રણ’ રૂપિયા પડાવતી. કદી હિસાબ ન

    આપતી. લગ્ન ટાણે તેમની આંખોમાંથી સરેલ

  એ બે અશ્રુબિંદુ. પિયર આવતી ત્યારે ફેલાતી

  સંતોષની રેખાઓ. દોહિત્રને ભાળી મુખપરનો

  ગૌરવ.

  આજે    FATHER”S DAY ના દિવસે મોટાભાઇ

  તમોને શત શત પ્રણામ.

કશીશ

May 26th, 2008

             પ્યારની કશીશ અંતિમ શ્વાસ સુધી.

       પ્યારનો અહેસસ હરપળ ,હરદિન.

       પ્યારની પહેચાન આંખોના ઝરૂખા.

       પ્યારને ખાતર જીંદગી હાજર.

       પ્યાર બે દિલોને જોડતો સેતુ.

       પ્યાર કહ્યા વિના જોયા વિના.

       પ્યારમા બોલ,મોલ, તોલ બેકાર.

       પ્યાર રણનું સુગંધી ગુલાબ.

       પ્યાર પથ્થર ફોડીને પ્રગટ.

       પ્યારમાં સોદો,ભગવાન બચાવ.

       પ્યારમા અવર્ણનીય સ્થિતિ .

       પ્યારની તાકાત અજોડ.

       પ્યાર છે અણમોલ.

       પ્યાર જીવનના મૂળ.
      
       પ્યાર અનુભવ છે.

       પ્યાર અહેસાસ છે.

       પ્યાર જોવો, જાણવો નામુમકીન.

       પ્યાર થઈ જાય છે.

       પ્યાર અપેક્ષાથી પર છે.

       પ્યાર ઈશ્વરથી ખૂબ નજદીક છે.

       પ્યાર તો બસ પ્યાર છે.          

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.