Archive for the ‘Uncategorized’ category

સ્ત્રી

December 10th, 2009

સ્ત્રી વિશે ઘણું વાંચ્યું, ઘણું સાભળ્યું. હવે તો કાન પાકી ગયા અને

આંખો દુખી ગઈ. શું ખરેખર ૨૧મી સદીમા સ્ત્રીને આટલું બધું સહેવું

પડે છે. હું પણ એક સ્ત્રી છું. ના, હવે ગંગા ઉલટી વહે છે. તે હિમાલય-

થી નિકળી સાગરને મળવા જતી નથી.

   હા, આપણા દેશમા સ્ત્રીને સતી થવાનો રિવાજ હતો. જે રાજા રામ-

મોહનરાયના પ્રતાપે તેના પર પ્રતિબંધ આવ્યો. આજની સ્ત્રી અત્યાચાર

અને અન્યાય સામે માથું ઉચકી ગૌરવભેર જીવવા શક્તિમાન છે. તેની

પ્રતિભા ખૂબ વધી ગઈ છે. તે પુરુષોની સાથે ખભે ખભા મિલાવી કામ

કરવામા કુશળ પુરવાર થઈ છે. છતાં પોતાનું સ્ત્રીત્વ જાળવી રાખવામા

સફળતાને વરી  છે. તેને તેની કાર્યક્ષમતાની પૂરી જાણકારી છે.

  રામે સીતાને ત્યજી હતી છતાં તેના મનમાં રામ પ્રત્યે કભાવ ન હતો.

મીરા ઝેરનો પ્યાલો પી ગઈ અને કૃષ્ણમય બની ગઈ. દ્રૌપદી ભર સભામા

કહી શકી ” હારેલા મારા પતિ એ મને દાવમા કેવી રીતે મુકી.”  સ્ત્રીત્વનું

સ્વાભિમાન રાખી આ સ્ત્રીઓ જીવી.

       આજે જ્યારે દહેજ અને વાંકડા જેવી રૂઢીચુસ્તતામાં સમાજ અટવાયો છે,

ત્યારે સ્ત્રીને વસ્તુ સમજી તેનો વેપાર શા કાજે?  જ્યારે યુવાન છોકરીને મોઢે

સાંભળવા મળે છે કે માબાપને અમારે ખાતર નહી વેચાવા દઈએ. અમને ભણાવ્યા

ગણાવ્યા સારા સંસ્કાર આપ્યા, બસ આનાથી વધુ અમને કાંઈ ન ખપે.

        સ્ત્રીએ પુરૂષને જનમ આપ્યો એ જ પુરૂષ તેની ઈજ્જત ન કરે અને તેને સન્માન

 ન આપે તેમા કોનું નીચું દેખાય છે. સામાન્ય બુધ્ધિથી વિચારવા જેવો સીધો અને સરળ

 પ્રશ્ન છે.સ્ત્રીનો જો સહુથી મોટૉ શત્રુ હોય તો તે બીજી સ્ત્રી જ છે. વહેમ, ઈર્ષ્યા અને અહંકાર

  તેને સતાવે છે. સ્ત્રી જેટલી લાગણીશિલ છે તેટલીજ અદેખાઈ અને સ્વાર્થથી ભરેલી પણ

  છે.

       વર્ષોનો અનુભવ અને ચારેબાજુ સમાજમા નિરિક્ષણ, આ લેખ લખવાને પ્રેરાઈ છું. કોઈની

  લાગણી દુભાવવાનો વિચાર સરખો પણ નથી. નાની ચાર વર્ષની બાળાથી માંડીને યુવાન

  છોકરીઓ સાથે રહેવાનો અવસર પ્રાપ્ત થયો હતો. સમવયસ્ક સાથે તો હંમેશનું પાનુ પડ્યું છે.

      હું એકની એક મારા અગણિત રૂપ છે.

      રૂપ રંગમા નહી ફરક પણ ભિન્ન તેનો રુબાબ છે.

આભાર —-, Thanksgiving

November 17th, 2009

આભાર શામાટે, કોનો, ક્યારે?

મનુષ્ય જીવન કાજે, સર્જનહારનો હરપળ.

કેવી રીતે. વાણી મધુરી અને સંવેદના ભર્યા વર્તન  દ્વારા.

 આંખોના પલકારાથી, મુખથી યા અંતરમાથી.

 અરે, માત્ર આંખોનું મિલન પણ ઘણું કહી જય છે.

આભાર પછી તે સ્રર્જનહાર હોય કે આપણી ચારે તરફ ફેલાયેલાં

કુટુંબીજનો, મિત્ર મંડળ યા સમાજ.  તેમા હારેલા ‘યોધ્ધાની માફક

પાછીપાની ન કરતા’ ખુલ્લા દિલે તેનો એકરાર કરો. હા, બને તો ચાર

પૈસા વાપરવામાં કંજૂસાઈ કરવી કિંતુ “આભાર’ શબ્દને વાપરવામાં

નહી.

આભારનો ભાર કરો હળવો

આભારનો ભાર ન લાગે તો નરવો

આભારનું ચિત્ર રુડું રળિયામણું

મનને મંદિરે દીસે હળવું

આભાર માન તું હે માનવી

જનમ અને કાયા પામ્યો અવનવી.   

 આ પૃથ્વી પર જન્મ મળ્યો, પરવરિશ પામ્યા.

કશું જ માંગવુ પડ્યું ન હતું. વણ માગ્યે અનહદ

પામ્યા. યાદ રહે

“આભારનો ભાર વેંઢારવો મુશકેલ છે

આભારના ભાર તળે દબાવું આસાન છે.

આભારનો ભાર લાગે તો તે વેપાર છે.

આભારનો ભાર સતાવે તો વ્યવહાર છે.

આભાર, આનંદ અર્પે તો તે નિર્મળ પ્યાર છે.”

યોગ સાધના

November 7th, 2009

યોગ સાધનાની શરૂઆત સાથે આપણે સમજીશું યોગ વિષે જરા બારીકાઈથી.

આપણા ઋષિ પતાંજલી શેષનાગનો અવતાર માનવામાં આવે છે.  તેમણે

 ૪૦૦૦ વર્ષ પૂર્વે “યોગ સૂત્રો”  આપણને આપ્યા. ‘યોગ’ આપણે ત્યાં આદિ અને

સનાતન કાળથી ચાલ્યો આવે છે. વેદ, ઉપનિષદ સર્વેમાં તેનું ઉચ્ચ સ્થાન છે.

‘યોગી’  શબ્દ કોઈ પણ ભારતિયથી અજાણ્યો નહી હોય. આજ કાલ પશ્ચિમમા

તેનો વાયરો વાયો છે. તેમણે બધા સૂત્રો એકત્રીત કરી ચાર ભાગમાં વહેંચી

દીધા.

                   સમાધિ પાદ (૫૧ સૂત્ર),  સાધના પાદ (૫૫ સૂત્ર),  વિભૂતિ પાદ

(૫૬ સૂત્ર)  અને  કૈવલ્ય પાદ (૩૩ સૂત્ર).  કુલ મળીને   ૧૯૫ સૂત્ર તારવ્યા.

        સૂત્ર એટલે શું? સૂત્ર એટલે ‘દોરો’. જે ખૂબ નાજુક છે કિંતુ એક બીજાને

સાંકળવાનું કાર્ય અતિ સહેલાઈથી કરે છે. મોતી ને જો દોરોમાં પરોવીએ

તો સુંદર માળા તૈયાર થાય. તે પ્રમાણે માત્ર થોડા કિંતુ સરળ શબ્દોથી

‘સૂત્ર’  તૈયાર થાય અને ગુઢ વાત સમજાવી જાય.

      योग किसे कहते है

युज्यते अनेन इति योगः

જે જોડે છે તેને યોગ કહેવાય છે.

આત્માને પમાત્મા સાથે, શરીરને મન સાથે, વિ.

શ્રીમદ ભગવદગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે

 योगः कर्मषु कौशलम

કાર્યમા પવીણતા અને ચોકસાઈ તે યોગ કહેવાય.

योगः समत्वम उच्यते

યોગી સમતા પૂર્વક બોલે છે.

ઋષિ વશિષ્ઠ કહે છેઃ

मनः प्रशमनोपायः योग इत्याभिधीयते

યોગ એ સુંદર કળા છે જેનાથી મન પર અંકુશ આવે છે.

સ્વામિ વિવેકાનંદના મત અનુસારઃ

  “દરેક આત્મામા પવિત્ર શક્તિ છે. તેનો સાક્ષાત્કાર કરવા માટે આંતરીક અને

બાહ્ય પ્રયત્નો કરવા જોઇએ. તે કાર્ય, ભક્તિ, આધ્યાત્મિક યા માનસિક પ્રયત્નથી

સફળ થાય છે.”

શ્રી અરવિંદ કહે છેઃ

સંપૂર્ણતા પ્રાપ્ત કરવા કાર્યરત રહેવાની શક્તિ  દરેક વ્યકિત્માં ઈશ્વર દત્ત છે.

યોગ નું મૂળ સાંખ્ય ફિલસૂફીમાં છે. તે ઘણી બધી દિશા સાંકળી લે છે. જેમે કે

શારિરીક આસન, શ્વાછોશ્વાસ, ધ્યાન, શુધ્ધીકરણ, આધ્યાત્મિક તથા ભક્તિ વિ. વિ.

જેનાથી માનવી સ્વાસ્થ્ય અને સમતા પામવા શક્તિમાન બને છે.

October 14th, 2009

  “સાહિત્ય સરિતા” હ્યુસ્ટન્મા છેલ્લા દસ વર્ષથી મઘમઘી રહી છે. સાહિત્ય રસિકોનો અનેરો ઉત્સાહ, તેમની પ્રવ્રુત્તિ,

લખાણો, કાવ્યો, અનુભવો  અને સર્જન શક્તિનો અંદાઝ કળવો મુશ્કેલ છે. દર મહિને નિયમિત મુલાકાત, યજમાનોની

પ્યાર ભરી પરોણાગત અને સર્જકોની નવિન રચનાઓનો આનંદ માણવા સહુને પ્યાર ભર્યું આમંત્રણ છે.

       “મેં માર્યા ને મેં પુકાર્યા” અર્થાત સ્વની પ્રશંશા અનુચિત સમજી વધુ ન લખતા ટુંકમાં જ વિરમું છું.

નવિન પુસ્તકોનું પ્રકાશન, નવોદિત તથા નામાંકિત કવિઓનું સમ્માન કરવામાં હંમેશા મોખરે એવું અમારું વ્રુંદ

ખૂબ દાદ માગી લે છે.  વિજય શાહ રચીત ‘પૂજ્ય મોટાભાઈ’ નું નાટકીય કરણ એક નવિન અભિગમ હતો. જે

સફળ પૂરવાર થયો.  ‘શેર અંતાક્ષરી’નો દાખલો જડબે સલાક પૂરવાર થયો.  આશા છે આ બધી પ્રવ્રુત્તિઓ આપને

ગમી હશે.

એક રસિક મિત્રનું મંતવ્ય. પ્રવિણા અવિનાશ કડકિઆ.

અવાચક———

October 9th, 2009

 મમ્મીઃ  નાની દિકરીને રાતના નહવાડવતા કહે, બેટા ધીરે ધીરે વધ

              તારા કપડા લવતા પહેલા ટૂંકા થઈ જાય છે. ( રોમા)

રોમાઃ નાની હતી તેથી તે વખતે તો બહુ સમજી નહી. પણ બે

           દિવસ પછી મમ્મીને નવરાત્રીના ગરબામા સાડીમા જોઈને,

          ” મમ્મી, તું પણ ખૂબ જલ્દી મોટી થતી જાય છે.”

મમ્મીઃ મ્હોં પહોળું કરીને અવાચક થઈ ગઈ————

સાદર પ્રણામ

October 2nd, 2009

આમ તો પૂજ્ય ગાંધીબાપુ ને રોજ જ યાદ કરવાની આદત છે.

કિંતુ આજે તેમેનો જન્મ દિવસ, કાંઈક પ્રેરણા પામીશ તે આશા

રાખી બે ફૂલ ચઢાવીશ.

જન્મઃ ૨જી ઓક્ટોબર, ૧૯૬૯

અવસાનઃ ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ 

વચગાળાનો સમય બાળપણ સામન્ય છતાંય વૈવિધ્ય પૂર્ણ.

માતાના સુંદર સંસ્કાર. પિતા પ્રત્યે આદર.

શિક્ષણ, બાળલગ્ન, પરદેશ ગમન. બેરિસ્ટર, પરદેશમા

સત્ય સામે ટક્કર, સ્વદેશ આગમન, ભારત ભ્રમણ,,

દેશની સ્થિતિનું અવલોકન,  સત્યાગ્રહનું હથિયાર,

ઉપવાસમા નિવાસ, માત્રુભૂમિ માટે દાઝ,  સ્વતંત્રતાને

કાજ, દાંડીની કૂચ, એક લંગોટીનો પહેરવેશ, હાથમા

લાકડી,  ચાલમા ગતિ,  લોહીયાળ ભાગલા સાથે

૧૫મી ઓગસ્ટે, ૧૯૪૭ આઝાદીની પ્રાપ્તિ,  ગોળી

હસતે મુખે ઝેલી.        હે  રામ————-

ચીર વિદાય———–

            એવું તું શું હતું બાપુમા કે નામ લેતાની સાથે મસ્તક

ઝુકી જાય. નાના, મોટા, ગોરા , કાળા, બુઢ્ઢા, જુવાન સહુને પ્યારા

બાપુને સાદર પ્રણામ.

रितिका

September 25th, 2009

 

  जादू भरे नयन और मधुरी मुस्कान

बनाने वालेने मिलाई और हुई पहचान

कैसे बताउं क्यों कैसे मुझे  वो  भाई

“मम्माजी” कहा और मैंने जान लुटाई

प्यारसे मिलना अपना दिल खोलना

चूपकेसे आके मेरे दिलको टटोलना

कितने सालोंकी प्यास एक बेटीका होना

बनी त्रुप्त पाके एक सुहानी  हुई  रैना

भोली भाली चंचल पटर पटर करती

कानोंमे आके मीठे चुटकुले सुनाती

रितिका नाम उसका, दिल्ली धाम उसका

दिल चुराना काम उसका सुहाना अंजाम उसका

  

 

पिछले साल नवरात्रीकी आठम के दिन ये बडी

प्यारी लडकी मुझे मिली थी. मम्माजी कहकर मुझे

प्यार और सम्मान दीया था. बेटी न होनेकी कमी

पूरी की थी.

તને થાક ન લાગે

September 6th, 2009

  આ દુનિયા તો આવી જ છે

તારા દામનમાં દાગ ન લાગે

તું જ્યાંજાય ત્યાં સંગે છે

તેના રંગ રૂપ જુદા લાગે

તે સ્થિર યા ઘુમરાય છે

સંભાળજે  તને  આંચકા ન લાગે 

નજરના અવનવા અંદાઝ છે

તારા ડગ ડગમગવા ન લાગે

દ્રષ્ટિ નિર્મળ પાવન પવિત્ર છે

તને શાને? શાકાજે ભય લાગે

સહુના ચહેરા ઉપર ચહેરા છે

તારા ભાવને વિકાર ન લાગે

માનવ માત્ર સઘળે સરખા છે

તારા મનને મલિનતા ન લાગે

અંતિમ શ્વાસ સુધીનો સંગાથ છે

 સમતા ધર, તને થાક ન લાગે

પૂર્ણમાસ

September 4th, 2009

  

 

    અનંત ચૌદસ ઉજવીને આજે બધા ઘરે આવ્યા.  ગણેશને

એક પ્રતિક રૂપે વિદાય આપી. કિંતુ ઘરમાં ચારેકોર નજર

ફેલાવો ગણપતિના દર્શન થશે.  હિંદુત્વ અને ગણપતિ

 અભિન્ન છે.  આજથી ચાલુ થયો પૂર્ણમાસી.  જે પ્રવર્તશે

ભાદરવા વદ અમાસ સુધી. તેના બીજા નામ છે, શ્રાધ્ધ

અથવાતો પીત્રુપક્ષ.

 શ્રાધ્ધ આવે વિછડેલાંની યાદ લાવે. હૈયું ધબકારો ચૂકે.  

 એવું નથી કે તેમેની યાદ સતાવતી નથી. હા, તેમનો

વિયોગ હવે કોઠે પડી ગયો છે. જીવનની સત્યતાનું

નગ્ન દર્શન થયું છે. હા, હવે તો આંખો ખૂલી છે.

જે ભ્રમ હતો તે છતો થયો છે.  વેર , ઝેર, ઈર્ષ્યા,

કાવાદાવા ને તિલાંજલી આપી. પવિત્રતાની

ગંગામાં ડુબકી મારી છે. 

    બસ હે પ્રભુ, વિજોગ પામેલા સર્વે કુટુંબીજનોની

યાદમાં આજે શ્રાધ્ધના પુણ્ય દિવસોમા હૈયામાંથી

શ્રધ્ધાજંલી.  મન, વચન અને કર્મથી તેમના ચીંધેલા

માર્ગ પર  ચાલવાની શક્તિ દે.  સંસાર અસાર છે.

અંતિમ મુકામ દરેકનું એકજ છે. તેમાં જાતિ, ધર્મ, દેશ,

કાળ કાંઇજ બાધક નથી.

હજુ પણ એ જ પરિસ્થિતિ

August 18th, 2009

શું આપણે ખરેખર ૨૧મી સદીમા જીવીએ છીએ?  હાલમાં જ ભારતમાં એક વર્ષ

ગાળીને આવી. મારા માન્યમા ન આવ્યું કે શામાટે આપણી માનસિક હાલત આવી

છે? આમતો આપણેને ાઅધુનિકતામા ખપવાનો મોહ છે.  માત્ર બાહ્ય દેખાવમા

અને અમેરિકાની વાતો કરવામા. કિંતુ જ્યારે ઘરગ્રહસ્થીની વાતો આવે ત્યારે

૧૭મી સદીની જેમ વર્તન કરવાનું.

સત્ય હકીકતને આધારીત.

સોનાલી આયુર્વેદીકની ડોક્ટર હતી.  રાતના ૯ વાગે મારા કમરામા આવી કહે

આન્ટી ‘હું કાલે બે દિવસ માટે ઘરે જવાની છું’.  મને થયું કાંઈ કામ હશે. આમ પણ

છોકરી ડોક્ટર થઈ ગઈ હોય પછી શું કામ હોય  એ વાતની મને ખબર હતી. છતાંય

અજાણ બની મેં પૂછ્યું  કહે તો ખરી બેટા શું કામ છે.?  શરમાતા મને કહે મમ્મીનો

ફોન હતો બે છોકરાઓને મળવાનો  અને જો નક્કી થાય તો પછી સગાઈ અને લગ્ન.

બન્ને મુરતિયા ભણેલા ગણેલા અને સારું કમાતા હતા.  રાતની બસમા બેસીને

ઘરે જવા નિકળી. ખબર નહી કેમ  તેનો સેલ ફોન સિગ્નલ પકડતો ન હતો.  બસમાં

બે સીટ  છોડીને કોઈ અજાણ્યા યુવાન પાસેથી ફોન લઈને ઘરે ફોન કર્યો કે તે ઘરે

આવવા નોકળી ગઈ છે.  થાકેલી ઘરે પહોંચી.  સવારે ૧૦ વાગે  બ્યુટી પાર્લરમા

જઈ  ફેશ્યલ કરાવ્યું,  વાળ કપાવઅા અને સાંજના ૪ વાગે મુરતિયો  આવવાનો

હતો તેની રાહ જોવા લાગી.

હજુ પણ આપણા દેશમાં એ જ પ્રથા છે જે આજથી ૪૦ વર્ષ પહેલા, હું એ

હાલતથી ગુજરી ચૂકી હતી. મને મારા એ દિવસો યાદ આવી ગયા. અહીં કહેવું

જરૂરી છે હું ૩૨ વર્ષથી અમેરિકામા છું અને મારે કુલ૩  પૌત્ર અને ૨  પૌત્રી છે.

સોનાલીને જોવા આવનાર એક યુવાન એ જ હતો જેની પાસેથી એણે

રાતના બસમાં થી ફોન લઈ ઘરે ફોન કર્યો હતો.  સિનેમા મા આવું બને છે પણ

આ તો હકીકત છે. એ વાત બાજુએ મૂકીએ . તે પ્રસંગને કારણે વાત હળવેથી શરુ

થઈ.  બંને જણા ઓળખતા હતા તેથી વાતાવરણ  સાધારણ હતું.  મૂરતિયાનું નામ

હતું  કેશવ અને પ્રશ્ન પૂઃછ્યો ” મને નોકરી કરે તેવી છોકરીમાં રસ છે.”  હવે આને

તમે શું કહેશો?  ભાઈ પોતે એન્જીનિયર, સોનાલી ડોક્ટર શું, ઘરમા બેસી રહેવા

તે ભણી હતી?  બસ સોનાલી સાનમા સમજી ગઈ આ ભાઈ કેટલા પાણીમા છે.

નંબર બે મૂરતિયો.

બીજે  દિવસે  મળ્યો. નામ તેનું  શ્રવણ, વાન તેનો  ઠીક ઠીક છતાં ય વાત

એવી રીતે શરું કરી કે જાણે પોતે ગવર્નર દિકરો હોય.  વાતનો તાર સંધાય તે પહેલાં

‘લગ્ન પછી તરત નોકરી ચાલુ કરી શકશોને?’  સોનાલી છેલ્લા ૨૩ વર્ષથી ભણતી હતી્.

બે વર્ષથી  નોકરી પણ કરતી હતી.

શું જીવનમા બીજું કશું મહત્વનું ખરું કે નહી?  એવું ન હતું કે બંને મુરતિયા સુખી

ઘરના નહતા.  ઉપરથી બંને સારું કમાતા હતા.  છતાંય આવો ક્ષુલ્લક પ્રશ્ન?  પૈસા

કમાવવાનો. છોકરીઓની લાગણીની કોઈ કિંમત નહી?  કોઈ બુધ્ધિશાળી વાત નહી?

બીજાના વિચાર જાણવાની પરવા નહી.  ખબર નહી આજકાલના જુવાનિયાને મતે

આધુનિકતા કોને કહેવાય.

સોનાલી બે દિવસમા પાછી આવી . રાતના મોડેથી આવી હતી .  સવારે

વર્ગમા જવાનુ હોય તેથી મને ન મળી. રાતના તેલની બાટલી લઈને મારા  રુમમા

આવી.  તેના મોઢાનો નક્શો જોઈને હું વાતને પામી ગઈ.  ‘આન્ટી હું તમને તેલ નાખી

આપું’?  વાતની શરુઆત કેવી રીતે કરવી તેની મુંઝવણમા તે હતી તેહું કળી ગઈ.  મેં

કહ્યું હા બેટા. બસ તેલ માથામા ઘસતી હતી ને ‘આન્ટી હું ૫ વર્ષ પરણવાનું નામ લેવાની

નથી.’  મને વિસ્મય થયું , શાંત કરીને બધી વાત કઢાવી.  તેનું દુખ હું કળી ગઈ.  તેને

પ્રેમથી સમજાવી. બેટા, બધા છોકરાઓ આવા ન હોય , અને જો તને કોઈ પસંદ હોય યા

કોઈની સાથે પ્રેમ હોય તો માબાપને કહેવામાં વાંધો ન હોવો જોઈએ.

‘ આન્ટી , તમે અમેરિકા રહો છો એટલે આમ કહી શકો.’ ભારતમા  હજુ માબાપના

વિચારો બદલાયા નથી————————–

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.