ધર્મને નામે વેપાર May 18, 2007
Posted by pravinash in : ભજનો , 1 comment so far ધર્મ શું છે આ જિવનમાં કરી લે તું વિચાર
ધર્મ ધર્મ ને નામે આજે વણસ્યો છે વેપાર
માનવ ધર્મને સમજી અપનાવ
માળા ફેરવી તિલક લગાવ્યું કર્યા ભજન બે ચાર
વેદ ઉપનિષદ વાંચી સમજી કર્યા શ્લોક અપાર
માનવ ધર્મને સમજી અપનાવ
ધર્મ ને નામે ધતિંગ ઘણાંને ધુતારાઓ પ્રખ્યાત
દેશ વિદેશમાં ફરી ફરીને બને તે માલામાલ
માનવ ધર્મને સમજી અપનાવ
માનવ વચ્ચે ભેદ ન સર્જે ધમે સદા આઝાદ
નાનાં મોટા સાચા ખોટા અધર્મના આકાર
માનવ ધર્મને સમજી અપનાવ
જાગૃત પવિત્ર સત્ય સભર પ્રવર્તે ધર્મ નું રાજ
આસક્તિ ત્યજીદે કર તું હરદમ સવળાં કામ
માનવ ધર્મને સમજી અપનાવ
અહંકાર ત્યાગી દંભ ત્યજી ભરરે નિંદરથી જાગ
ભજ ગોવિંદમ ભજતું કૃષ્ણ ભજ તું રામનું નામ
માનવ ધર્મને સમજી અપનાવ
એક પંખી રામે પાળ્યું May 7, 2007
Posted by pravinash in : ભજનો , 1 comment so far એક પંખી રામે પાળ્યું
હો એક પંખી રામે પાળ્યું
કરૂણામયી સીતાએ એને
વ્હાલે ચૂમી પંપાળ્યું
હો એક પંખી——
તેજ તિમિરની લીલા નિહાળી હસતી એની આંખો
નભગંગાઓ સમેટી લેતી એની પવન પાંખો
પાંખ પસારી રમતાં એણે વાયુ મંડળ ખાળ્યું
હો એક પંખી—-
ઊંડે આભલું આંબી, એને સ્વર્ગ પ્રુથ્વી સૌ સરખાં
સાત ગગનની આરપાર ઊડવાના એને અભરખા
ઊડી ઊડીને આખર એણે જિવન રામપદ ઢાળ્યું
હો એક પંખી—–
જાનકીને લોચનિયેથી કંઈ ટપક્યાં મોંઘા મોતી
ચણ્યા સ્નેહથી એણે સઘળાં મોતી ગોતી ગોતી
ત્યજી ટચૂકડો દેશ વિરાટે પ્રયાણ એણે વાળ્યું
હો એક પંખી——
poet: Chandrakant Desai
પ્રેમ સગાઈ May 5, 2007
Posted by pravinash in : ભજનો , 1 comment so far સબસે ઊંચી પ્રેમ સગાઈ
દુર્યોધનકો મેવા ત્યાગો
સાગ વિદુર ઘર ખાઈ
સબસે ઊંચી પ્રેમ સગાઈ
જૂઠે ફલ શબરી કે ખાયે
બહુવિધિ પ્રેમ લગાઈ
સબસે ઊંચી પ્રેમ સગાઈ
પ્રેમ કે બસ ન્રુપ સેવા કીન્હી
આપ બને હરિ નાઈ
સબસે ઊંચી પ્રેમ સગાઈ
રાજસૂય યજ્ઞ યુધિષ્ઠિર કીન્હોં
તામેં જૂઠ ઉઠાઈ
સબસે ઊંચી પ્રેમ સગાઈ
પ્રેમકે બસ અર્જુન રથ હાંક્યો
ભૂલ ગયે ઠકુરાઈ
સબસે ઊંચી પ્રેમ સગાઈ
ઐસી પ્રીતિ બઢી વ્રુદાવન
ગોપિયન નાચ નચાઈ
સુર ક્રૂર ઈસ લાયક નાહીં
કહાં લગિ કરીરે બડાઈ
સબસે ઊંચી પ્રેમ સગાઈ
ખુબ સુંદર અને મનભાવન ભજન
————————
બિરાજે છે May 3, 2007
Posted by pravinash in : ભજનો , 1 comment so far મારે અંતરે શ્રીજી બિરાજે છે
મુજને જિવનનો રાહ દર્શાવે છે
મારગમાં આવતા અંતરાયોને
શ્રીજી શ્રધ્ધાથી પાર કરાવે છે
મનડાને શ્રીજી પ્રેમ મનાવે છે
તેની ભ્રમણાઓને ભાંગે છે
જીવન પથને શ્રીજી ઉજાળે છે
કંટક વીણી ફૂલડા બિછાવે છે
દયાનો સાગર છલકાવે છે
પ્રેમે શ્રીજી તેને પખાળે છે
કર્મ નિઃષ્કામ કરાવે છે
વાણીથી શીખ વરસાવે છે
જીવનની ગહનતા દર્શાવે છે
શરણે તેને સ્વિકારે છે
દર્શન્ April 26, 2007
Posted by pravinash in : ભજનો , 1 comment so farનજર્યું ઠરે જ્યાં મારી
ઝાંખી શ્રીજી તમારી
આ જિંદગી છે સારી
કૃપા શ્રીજીની ન્યારી
સહવાસ તરો લાધ્યો
જિવનમાં રંગ ભાસ્યો
કોઈ દોષ ના સતાવે
મનડાને ના મુંઝાવે
સ્વારથનો રાહ છોડ્યો
પરમાર્થ ને અપનાવ્યો
મારુ તારુ ના લગીરે
અંતરે શ્રીજી પધારે
શ્રધ્ધા છે તુજમા દિલથી
ડોલે ના મુશ્કિલોથી
હવે હાથ થામ્યો તારો
ભવસાગર પાર ઉતારો
સઘળે શ્રીજીના દર્શન
હ્રદયે શ્રીજીનું સ્થાપન
દિનરાત તેનું સુમિરન
શરણે સ્વિકારો ભગવન
હરિ તારાં—- March 30, 2007
Posted by pravinash in : ભજનો , 2 comments હરિ તારાં છે હજાર નામ, કયે નામે લખવી કંકોતરી
રોજ રોજ બદલે મુકામ કયે ગામે લખવી કંકોતરી
મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળીઓ
દ્વારિકાનો રાય રણછોડ
કયે ગામે લખવી—-
કોઈ સીતારામ કહે કોઈ રાધે શ્યામ કહે
કોઈ કહે નંદનોકિશોર
કયે ગામે લખવી—-
ભક્તોની રાખી ટેક રૂપ ધર્યા તે અનેક
અંતે તો એકનો એક
કયે ગામે લખવી—-
ભક્તો તારા અપર ગણતાં ન આવે પાર
પહોંચે ન પૂરો વિચાર
કયે ગમે લખવી—-
‘નરસિંહ મહેતા’નો સ્વામી શામળીઓ
મીરાનો ગિરીધર ગોપાળ
કયે ગામે લખવી—-
ભક્ત નરસિંહ મહેતા નું સુંદર ભજન
========================
શિખવી દે March 27, 2007
Posted by pravinash in : ભજનો , add a comment જિવનને પામ્યા હે પ્રભુ બસ જિવન જીવતાં શિખવી દે
આ જિવન છે અણમોલ પ્રભુ તેનું મૂલ્ય મને સમજાવી દે
વણમાગ્યે તેં દીધુ ઘણું સંતોષ પ્રભુ પ્રસરાવી દે
મારૂ મારૂ સહુ કોઈ કહે તારુ કહેતા તું શિખવી દે
સૌંદર્ય સઘળે વેર્યું તે માણી શકું તેવી દૃષ્ટિ દે
તારા ઉપકારના ભાર તળે ટકી શકું તેવી શ્રધ્ધા દે
માતા પિતા ના ઋણને હું હૈયે ધરું તેવી હામ તું દે
સંસારમાં સહુને પ્યાર કરું એવું વિશાળ તું હૈયું દે
કર્મ ધર્મ અને ભક્તિથી જિવનનો જામ છલકાવી દે
કાર્ય એવા જગે કરું તારી આંખ થી આંખ મિલાવી દે
માનવ થઈને માનવ બનું એવી મનોહર મતિ તું દે
જ્યારે અંત સમય આવે પ્રભુ ચહેરે સ્મિત રેલાવી દે
મોટાઈ March 24, 2007
Posted by pravinash in : ભજનો , 1 comment so far ખોબો માગ્યો ને પ્રભુ દરિયો દીધો તે
ચપટી માગીને પ્રભુ અંજલી ભરી
આવી તી મળવા તને અંતર્યામી
દર્શન કરી ને હું ધન્ય બની
તારી કૃપાનો અવધિ છે ઉમટ્યો
આંસુ છલકાણાં ને તૃપ્ત થઈ
આવી તી મળવા તને અંતર્યામી
દર્શન કરી ને હું ધન્ય બની
કણ કણમાં તારા વાસની ઉર્મિ
ઐશ્વર્ય ઔદાર્યે સોહી ઉઠી
આવીતી મળવા તને અંતર્યામી
દર્શન કરી ને હું ધન્ય બની
તારા મિલનની મધુરી પળમાં
જીવતરની એષણા વિલાઈ ગઈ
આવીતી મળવા તને અંતર્યામી
દર્શન કરી ને’પમી’ધન્ય બની
મનોહર છબિ March 11, 2007
Posted by pravinash in : ભજનો , 1 comment so farપથ્થર પર કંડાર્યો કાં
કાગળ પર જરૂરત કાં
તારી દિલમાં ઉતારી છે
એ છબિ મનોહર છે
તને કેમ કરી બતાવું
તું કેટલો વહાલો છે
તું ખૂબ સુહાનો છે
એ રિશ્તો પુરાણો છે
તારા શું કરું ગુણગાન
તને ભાળું રહેના ભાન
તારો કણકણમાં આવાસ
તને માણું હરપળ પાસ
તારું નિત્ય સુંદર સ્વરૂપ
તારું શિવમ પવિત્ર રૂપ
તું સત્ય સભર પાવન
તું સહુને મન ભાવન
તારી દિલમાં ઉતારી છે
એ છબિ મનોહર છે
સુંદર નામ March 7, 2007
Posted by pravinash in : ગમતા કાવ્યો, ભજનો , 2 comments શ્રીજીનું નામ છે સુંદર નામ
ભજીલે પ્યારા શ્રીજી નું નામ
શ્રીજી નું નામ છે ભગવદ નામ
ભજીલે પ્યારા શ્રીજી નું નામ
દુનિયાનાં લોકોથી રિશ્તો તોડ
શ્રીજી ના નામથી નાતો જોડ
શ્રીજીનું નામ નિરંતર બોલ
ભજીલે પ્યારા શ્રીજી નું નામ
શ્રીજીનું નામ છે ખૂબ પાવન
શ્રીજીનું નામ છે મન ભાવન
શ્રીજી કરે તારું દુઃખ હરણ
ભજીલે પ્યારા શ્રીજી નું નામ
શ્રીજીની છે કૃપા અપાર
શ્રીજી કરે તારો બેડો પાર
શ્રીજી દયાથી સુખી સંસાર
ભજીલે પ્યારા શ્રીજી નું નામ
શ્રીજી વિના પળ ના રહેવું
શ્રીજી નું નામ સુંદર ઘરેણું
શ્રીજી ના નામની માળા પહેરું
શ્રીજીનું નામ છે ખૂબ ગહેરું
શ્રીજીનું નામ છે સુંદર નામ
ભજીલે પ્યારા શ્રીજી નું નામ





Powered By