Archive for the ‘હાસ્ય રસ’ category

Happy Mother’s Day

May 9th, 2008

મિત્રો , માતૃદિન આવે છે આ મહિનામા.
પિતૃદિન છે જૂનમા.

ચાલો ત્યારે માતાપિતા જે સંબંધમા પતિ પત્ની છે તેમના
વિશે વિચારીએ.

પતિઃ જો તમારી પત્ની ને કોઈ ભગાડી જાય તો સજા ‘ભલે તે તેને રાખે.’

પત્ની:   જો પતિ બીજી જોડે લફરામા પડે તો ‘ટાઢે પાણીએ ખસ ગઈ.’

પતિઃ જો પત્નિ અનૂકુળ હોય તો અભિનંદન. નહી તો બની જાઓ
ચિતનકાર.

  પત્ની:          જો પતિ અનૂકુળ હોય તો સોનામા સુગંધ ભળે.

પતિઃ પત્નિ હંમેશા પ્રેરણાદાયી બને , કિંતુ પ્રગતિમા અવરોધો
હોમે.
પત્ની  :પતિ, પ્રગતિથી ખુશ, કિંતુ ઘરે આવે એટલે ‘ રસોઈ
તૈયાર છે?’

પતિઃ    સ્ત્રીને શું જોઈએ છે? (અનુત્તર)
પત્ની:   પતિ કેમ ખુશ રહે? (અનુત્તર)

પતિઃ       કદીયે સવાલનો જવાબ હા કે ના મા નહી?
પત્ની:      હંમેશ બે વાર પૂછવાનું.
૧. પૂછે ત્યારે વિચારમાંથી જાગે.
૨. સાંભળીને વિચારમા પડી જાય.

બંનેને અનૂકુળઃ
દર અઠવાડિયે ઓછામાં ઓછું એકવાર બહાર જમવા જવાનું.

પતિ શનિવારે. પત્નિ રવીવારે.

ખૂબ સહેલી તરકીબઃ

જો તમારા ખાતામા બહુ પૈસા કૂદતા હોય અને તેને અડધા કરવા
હોય તો તરત પરણી જાવ.

બિચારો પતિઃ લગ્ન પછી એકવાર મોઢું ખોલે જ્યારે વિરોધ યા ઝઘડો
થવાનું ટળે.
બગાસુ ખાય ત્યારે.

લગ્ન પછી ‘છૂટાછેડા’ના મહાવ્યાધિથી બચવું હોય તો ખોટા હોય
ત્યારે હાર સ્વિકારવી અને સાચા હોય ત્યારે મૌનવ્રત પાળવું.

લગ્ન પછી પતિ પત્નિ સિક્કાની બે બાજુ છે. કદી એકબીજાની
આંખમા આંખ પરોવી જોયા વગર એક બીજાની સાથે રહે છે.

બાળકો, તેઓ સંભંધમા પતિ પત્ની છે પણ યાદ રહે તમારા માતાપિતા.
તે બંન્ને તમોને પ્રાણથી પણ અધિક ચાહે છે.
એમાં એકમત છે.
માતૃદેવો ભવ.
પિતૃદેવો ભવ.

                On Mother’s  Day  let’s play Tribute to her.

                    A Mother  Continues  the Legacy

                                      Educate  the  Present

                                     Builds  the  Future.

હસવાની મનાઈ

March 25th, 2008

નાનપણમા હું અને મારો ભાઈ ખૂબ ઝઘડતા. અમને
બંનેને ઉંદર બિલાડી જેવો પ્રેમ એમ મારી મમ્મી કહેતી.

કિંતુ મારો ભાઈ મને જાડી કહે તે સામે મને ખૂબ વાંધો રહેતો. જોકે
મોટા થયા અને પરણ્યા પછી તે ખૂબ વહાલું લાગતું.

એકવાર મિજબાનીમા ગયા હતા. હું તેનાથી દૂર હતી. તેણે મને
કોઈ ન સાંભળે તેમ જાડી કહીને બોલાવી.

ત્રણ જણાએ તેની સામે જોયું.————

February 29

February 29th, 2008

અભણ

February 6th, 2008

     મમ્મીઃ  બેટા, મારા જમાનામાં હું પણ કોલેજમા ભણવા ગઈ હતી.
           એસ.એન.ડી.ટીમાં નહીં હં કે. ઝેવિયર્સમા. તને મને
                  અભણ કહેતા લાજ નથી આવતી.

     દિકરીઃ  મા, હજુ ભલેને હુ, કોલેજના છેલ્લા વર્ષમા હોઉં. પણ
                 કમપ્યુટરમાં હું ભલભલાને પાણી પિવડાવું છું. મા, હવે
                 ‘અભણ’ ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે.
  
     મમ્મીઃ તારા હિસાબે નવી વ્યાખ્યા શું છે?

     દિકરીઃ મા જેને આજના જમાનામા કમપ્યુટર ના આવડે તે ‘અભણ’.
          તું મારી સાથે સહમત છે?

     મમ્મીઃ હા, બેટા!         

નાની મોટી વાત

January 25th, 2008

. જીવનમાં  નાની  નાની  મુશ્કેલીઓ  આવે તો

  તેનો જવાબ  ગીતા (ભગવદ ગીતા) માંથી મળી

  રહે છે.

      અને

   જો મોટી  મુશ્કેલીઓ  આવે તો  સીતા પાસે જાવ

Do not laugh

January 16th, 2008

  

 caan81qj.jpe

           

                અમેરિકામાં  ઘણીવાર  બાથરૂમમાં  પોસ્ટર સરસ  હોય  છે.
     આપણે  બધા  લેવે  લક્કડ અને  દેવે  દક્કડ.

        શાળામાં  બાળકને  માટે  જવાનું  થયું. બાથરૂમમાં
      લખ્યું  હતુ  ૧૦  ૦/૦  આપો.
      મેં  પર્સમાંથી  પેન  કાઢીને  લખ્યું  ‘લો ૨૦ ૦/૦  આપ્યા.’
        વિચાર કરો  વજનના  કાંટા પર  એક  વજનવાળા બહેન  ઉભા  હતા!

હસવાની મનlઈ

December 25th, 2007

    નામ તેનું ‘જુગલ’ પણ જુલી સાથે પરણ્યા પછી
  બની  ગયો ‘જોલી’.
 
     જોલી, જુલીને લઈને પહેલી વાર ભારત આવ્યો .
  તેમાંય  પછો  ગુજરાતના  ગામડામાં .
    બાએ  સવારના પહોરમાં  છાશ વલોવીને માખણ
   રોટલા પર મૂકીને આપ્યું. જોલી ને તે ખૂબ ભાવતું.
  ગામડામા  જોલીની મા હાથે ટીપીને એવા સરસ
   રોટલા  બનાવે કે સીધા હાથમાં લઈને જ ખવાય.

   જુલી આ પધ્ધતિથી  તદન અજાણ. જોલીને આવી
  રીતે  ખાતો જોઈ સ્થળ અને સમયનું  ભાન ભૂલી બેઠી.

   Jolly  dear are you out of your mind.
  How can you eat plate also.

વાંકી — વાંકા— વાંકુ

December 22nd, 2007

can8q9dn.jpe                

                          કવિ  દપતરામ  કહે છે

              પોપટની  ચાંચ  વાંકી

                કૂતરાની   પૂંછડી   વાંકી

                  બગલાની   ડોક   વાંકી

                   હાથીની   સુંઢ  વાંકી

                           અને

                    ઉંટના   અઢાર   વાંકા
                 આજે  ૨૧મી  સદીમાં   મારી  વાત  સુણો

                        બાંકે  બિહારી

                           બાંકેલાલ

                              બાંકી  નજર

                                 વાંકા  વેણ

                                    વાંકી   છટા
                                        વાંકુ  નસીબ

                          
                                           વાંકા   રસ્તા

                                               અને
                                               માનવીનું  મન   વાંકુ

          

કમપ્યુટર શીખો

December 20th, 2007

caahyspa.jpe                                

                                        ચાલો  ત્યારે  થાવ  તૈયાર.
           
            સહુથી  પહેલા  કમપુટરની  બધી  ચાવી  સમજવી  પડશે.
   

             તૈયાર

                  જો  જીવનમાં  હોય                                             

                            ખુશી              SAVE

                            ગમ               DELETE

                            સંબંધ              DOWNLAD
                            દોસ્તી              FAVORITE

                           દુશ્મની              ERASE

                            સત્ય                KEY  BOARD

                           જૂઠ                  SWITCH  OFF

                            ચીંતા              BACK  SPACE

                            પ્યાર              INCOMING  ON

                           નફરત              OUTGOING  OFF

                          વાણી                 CONTROL

                           હંસી                  HOME  PAGE

                           ગુસ્સો                HOLD

                           મુસ્કાન              SEND

                            દિલ                 WEB-SITE

                            આંસુ                 ALT

                           ધિક્કાર               SPAM

    
             શરૂઆત  માં  આટલું  પૂરતું  છે.  જો આમાં તમે પાકા

             થઈ જાવ તો  બીજો  અંક  ફરી  મળીએ  ત્યારે.

            ચાલો  ત્યારે  યાદ  રાખવા બેસી  જાવ.
              વિદ્યાર્થિની  ભાષામાં  કહું  તો ‘ગોખવા’  માંડો.
 
        

        

આખું કોળુ

December 13th, 2007

 રવિઃ     આ બાજુ વાળો  કવિ રોજે છાપા વાંચવા લઈ જાય છે.
         પાછા આપવા છેક બીજે દિવસે આવે. અરે છાપા લઈ
               તેનો  વાંધો નહી ટેવાઈ ગયા. નવી  કોઈ પણ ઈલેક્ટ્રીકલ
               વસ્તુ માંગવાને   હમણા  પેધો  પડ્યો છે. એને  બરાબર
                પાઠ ભણાવવો  પડશે. બસ  કલાક બે કલાકમાં  આપી
                જઈશ પછી ભાઈ દેખા જ ન દે.

    કવિઃ    ગયે અઠવાડિયે  ગામ જઈને પરણી આવ્યો. આજે  રજા હતી.
   
    રવિઃ   અરે  તું પરણીને નવી  વહુ લઈને આવી ગયો. અભિનંદન.
 
         આજે  તારે  ઘરેથી  નવી  વસ્તુ  જોઈએ છે.
 

     કવિઃ  લઈ જાને  મને શું વાંધો  હોય.

     રવિઃ   તારી  નવી વહુને  બે કલાકમાં———

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.