Archive for the ‘હાસ્ય રસ’ category

મુંબઈ તારી માયા

October 26th, 2009

        મુંબઈ તારી માયા તારી બદલે નિત્ય કાયા

         તારા લાંબા પડછાયા સહુ તેમા ભરમાયા

     મૂંબઈ નગરી અલગારી છે.  જ્યાં નોકરોની દાદાગીરી છે. શેઠાણી પાસે તેમની

ચાવી છે.  મીઠા ચાર શબ્દની પ્યાસી છે.

મુંબઈના ચર્ચગેટ પર ચર્ચ નથી. રેલ્વે સ્ટેશન છે.

મરીનડ્રાઈવ પર કોઈ મરીન નથી.   સુંદર દરિયા કિનારો છે.

લાલબાગ લાલ નથી, ને ફણસવાડીમા ફણસ વેચાતા નથી.

નવીવાડી જૂની છે, લોઅરપરેલ લેવલમા છે.

નળ બજારમાં નળ મળતા નથી મિરચી ગલીમા મિરચી નથી.

અંજીરવાડીમા અંજીર નથી ને તીન બત્તી પર બત્તી નથી.

કોલસા ગલીમા કોલસા મળતા નથી ને લોખંડવાલામાં લોખંડ વેચાતું નથી.

હેંગીગ ગાર્ડન લટકતું નથી ને વિક્ટોરિયા લડંનમા છે.

પ્રિન્સેસ સ્ટ્રીટ પર કોઈ પ્રિન્સેસ નથી. કાંદાવાડીમા કાંદા મળતા નથી.

કીંગસર્કલ પર કોઈ કીંગ નથી ને ઠાકોરદ્વાર પર કોઈ ઠાકોર નથી.

ધોબી તળાવ પર નથી ધોબી કે તળાવ.

મહાલક્ષ્મી હાજીઅલી પર છે. દાદરમાં દાદર નથી.

અંધેરીમા અજવાળું છે.ગોરેગામ ગોરુ નથી.

વાંદરામા વાંદરા નથી ને ઘાટકોપર પર ઘાટ નથી.

હા, ખાઉધરા ગલીમા ખાઉધરા લોકો જાય છે

અંતે ચોરબઝારમાં ચોરીનો માલ જ મળે છે.

હસવાની મનાઈ

October 21st, 2009

દિવાળી પુરી થઈ. આવી કીડી વેગે અને ગઈ ઘોડા વેગે.

ઘરના બધા ભાતભાતનું ખાઈને ધરાઈ ગયા હતા. આજે

શાંતિથી ઘરે જમવાનું મળશે તેના વિચારમા ગાડી ચલાવતો

મયંક દાળની સોડમ અનુભવી રહ્યો હતો.

મયંકઃ હાશ છેલ્લા અઠવાડિયાથી દિવાળીનું જમીને ધરાઈ ગયો છું.

માલિનીઃ હું પણ રાંધીને થાકી ગઈ છું. રવીવારે લીનાને ત્યાંથી ડબ્બામા

                લાવી હતી તે બધું ગરમ કર્યું છે.

મયંકઃ એક પણ શબ્દ બોલ્યા વગર ભૂખ નથી કહીને ઉઠ્યો. પથારીમાં

              જઈ ગોદડું ઓઢીને સૂઈ ગયો.

રાતના બે વાગે. ચૂપકીથી રસોડામા આવી દૂધ અને સીરીયલની મોજ

 માણી રહ્યો.

નૂતન વર્ષાભિનંદન

October 19th, 2009

નૂતન વર્ષાભિનંદન  શબ્દ કર્ણપ્રિય લાગે છે ને?  તો પછી હવે “હેપી ન્યુયર” કહેવાની પ્રથાને

આજથી તિલાંજલી આપો. નાનપણમા ખૂબ સુંદર કહેવત સાંભળી હતી. ગ્યાની સે ગ્યાની મીલે

કરે ગ્યાનકી બાત, ગધે સે ગધે મીલે કરે લાતંલાત. આપણે ગરવી ગુજરાતના પનોતા બાળકો

મળીએ ત્યારે અંગ્રેજીમાં કેમ ફાડતા હોઈશું.  તેને માટે કોઈ નવી કહેવત શોધવાનો સમય પાકી

ગયૉ છે.

       નવું વર્ષ સહુને લભદાયી નીવડો.  ખૂબ મહેનત કરો, પ્રમાણિકતાથી. કાલે ભાઈબીજ છે. બહેનોને

યાદ હશે, પ્યારા ભાઈને પ્રેમથી આમંત્રી તેની પરોણાગતી કરી સુખી અને સમૃધ્ધ  બને તેવી ઈશ્વરને

પ્રાર્થના કરવી ભૂલશો નહી. બંધુઓ બહેનને પણ ખુશ કરજો. મોંઘવરીને ધ્યાનમા રાખવી જરૂરી છે.

જો એકબીજાથિ દૂર રહેતા હો તો ફોનનો સદ-ઉપયોગ કરવો વિસરશો નહી.  

       દિવાળીના પર્વ દરમ્યાન જો બરાબરનું ઝાપટ્યું હોયતો હવે નિયમિત કસરત અને યોગના આસન

કરવાનું ચૂકશો નહી.  ‘પહેલું સુખતે જાતે નર્યા’ એ ઉક્તિ યાદ કરાવવી જરુરી સમજી તેનો ઉલ્લેખ કર્યો છે.

          જ્યોતિન્દ્ર દવે અને બકુલ ત્રિપાઠી મને પ્રિય લેખકો હતા————

હસવાની મનાઈ છે—–

October 6th, 2009

  લીલાઃ   અરે લાલજી સાંભળે છે?

લાલઃ હા બોલને શું કહે છે?

લીલાઃ ધોળો ક્યાં ગયો? શ્યામ્લી ઘરે આવી કે નહી?

             ભુરીયો હજુ તબલા શીખે  છે?

   લાલઃ ગુલાબીને પીળીયો થયો હતો શું હજુ તાવ આવે છે?

       દરવાજામાં ઉભેલી રીના સ્તબ્ધ થઈ ગઈ. તેને થયું શુ,

       હું ખરા સરનામા પર આવી છું કે પછી મેઘધનુષને આંગણે—–

હસવાની મનાઈ છે

September 29th, 2009

આપણે માનીએ છીએ કે માણસ ઉમરમા વધે ઍટ્લે “ઘરડો” થાય.

મારા મતે તે ધનવાન બને છે.

ચાલો ત્યારે તપાસીએ.

૧.   વાળમ ચાંદી.

૨.   આંખમા મોતી. (મોતિયો)

ક.   કાનમા કુંડળ (સાંભળવાનું મશીન)

૪.   દાંતમાં સોનુ.

૫.   લોહીમા વગર પૈસે ખાંડ

૬.   મૂત્રપીંડમા પથ્થર

૭.   પગમાં પાણી ૯ગંગા જમુનાનુ)

૮.   ચાલમા ઠુમકા

૯.   આખા શરીરમા વગર પૈસે “ફાયરસ્ટોનના ટાયર.

૧૦.   પેટમા કુદરતી ‘ગેસ’.

     હવે કહો કે ગરીબાઈ તમને ક્યાં વરતાય છે.  બુઢાપો તો

જણાતો જ નથી.

હા હા હા  હા હા હા—————

નવરાત્રી — હળવી નજરે

September 21st, 2009

નવરાત્રીનો તહેવાર આવે અને ગરવી ગુજરાતણના પગ ઠુમકા

લગાડે,ગરબાનું સંગીત સુણાય અને માથુ, હાથ, ગરદન,બદન

અને પગ તાલ પુરાવે. નવ રાત્રી અને શરદ પૂર્ણિમા ઘેલા

બનાવવા માટે પૂરતા છે. માતાની સ્તુતિ દિવસભર કરવાની,

રાત્રે આરતી કરી પ્રસાદ ઝાપટવાનો.

    જો કે હવે ગરબા અને તેમાંય રાસ તો દુનિયાભરમા પ્રચલિત

થઈ ગયા છે. તેના મહત્તાથી આપણે સર્વે વિદિત છીએ. રંગબેરંગી

ઝમકદાર ચણિયાચોળીમા નાચતી નાની યા મોટી, કુંવારી કે પરણેલી

ગુજરાતણો ગરબે ઘૂમે ત્યારે ધરા પણ ક્ષણવાર ઘુમવાનું વિસરી જાય.

   હા, જેમના પતિદેવોને રસ હોય તેમેને પણ આનંદ ખોબે ખોબે લુંટવાની

ઘણી મઝા આવે. કિંતુ જેમના પતિદેવો ઔરંગઝેબ હોય. ( સમજી ગયાને ?)

તેમની હાલતનો કદી વિચાર કર્યો છે.  તેઓ મનમા મણ મણની———.

જો કે અમેરીકામા તેવું નથી! હા પત્ની રાતે મોડેથી એકલી ન આવે તેટલે

ગાડી ચાલકની નોકરી મને કે કમને સ્વિકારે અને પછી એકાંત જગ્યા જુએ

સરસ રીતે ગોઠવાઈ જાય અને નસ્કોરા બોલાવી ગરબાના તાલમાં તાલ પુરાવે.

બિચારા પતિદેવો, ગમે તેટલો પ્રયત્ન કરે પણ રસ કેળવી ન શકે તો પછી નાછૂટકે

સજા ભોગવે.  જો કોઈવાર નિંદરરાણી રિસાઈ જાય, ઘરની રાણી રાસ રમે તો પોતે

સિગરેટના ધુંવા ઉડાવે.

        દેખવું નહીને દાઝવું નહી. ઘરવાળી કોની જોડે રાસડા લે છે તેની પરવા નહી.

ઘણા ભાગ્યશાળી પતિઓ પત્ની સાથે પ્રેમથી મઝા લુંટે. કુંવારી કળી જેવી સુંદર

કન્યાના ગરબાની લચક જોતા આંખડી ધરાય નહી. તેમાંય જ્યારે જુવાન છોકરા

અને છોકરીઓ દાંડિયા રાસ લે તે અદભૂત   નજારો આંખડીને ઠારે.

        હજુ તો ઘણા દિવસો બાકી છે. પ્રેમથી નવરાત્રીની મઝા માણો અને અવલોકો.

એક લાલબત્તી ધરવી છે મઝા માણતા માણતા ખોટા કુંડાળા માં પગ ન પડી જાય

તેનું  જુવાનીયાઓ ધ્યાન રાખે. નવરાત્રીની શુભકામના. અંબામા, કાળીમાતા,

બહુચરામાતા, શારદામાતા અને યમુનામહારાણી  સહુના ચરણોમા દંડવત પ્રણામ.

ચાલો રસોડામા

September 12th, 2009

          આજે સોનાનો સૂરજ ઉગ્યો હતો. એક તો સૂર્યવંશી મોહિની

સૂરજ બરાબર માથે આવે એ પહેલા ખાટલા પરથી ઉતરી રસોડામાં

પધારી હતી.

                 મમ્મા, હું આજે ચા અને ટોસ્ટ બનાવીને બધાને દિલથી

સવારનો નાસ્તો કરાવીશ. મમ્મીએ ગાલે ચૂંટી ખણી. કોઈ પણ જાતના

વાદવિવાદ કર્યા વગર સંમતિની મહોર મારી દીધી. કહે બેટા તને જ્યાં

પણ સવાલ હોય ત્યાં પૂછજે. હું છાપામા સુડોકુ કરવાનો પ્રયત્ન કરું છું.

           મોહિનીને લાગ્યું શું બધા મને મૂરખ સમજો છો? હું M.B.A. ભણું

છું . શું આટલી સાધારણ વસ્તુ હું નહી બનાવી શકું.

            ચાર જણાની ચા કરવાની હતી. મોટું મસ તપેલું લીધું. ચાર કપ

પાણી મૂક્યું. આદુવાળી ચા ભાવે તેથી મોટામા મોટો કટકો આદુનો લઈ

છીણી વડે છીણી ઉકળતા પાણીમા નાખ્યો. ચમચો ભરીને વાટેલા મરી

નાખ્યા.  ઈલાયચી ન ભાવે તેથી બાકાત રાખી. ખાંડ ગમે, બે બરણીમા

સફેદ પાવડર હતો. (પુછ્યા વગર કરવું હતું ,ચાખવાનું સવારના પહૉરમા 

ન ગમે) ચાર કપ એટલે આઠ ચમચા નાખી. પછી લીધું દુધ. ઓછા દુધની

પપ્પાને નથી ભાવતી તેટલી તેને ખબર હતી.  ત્રણ કપ દુધ  નાખ્યું. બધું

ઉકળી ગયું પછી એક કપમા એક ચમચી ગણીને સાત ચમચ ચાની ભુકી 

નાખી. નાનપણમા ‘Good cup of Tea’ ભણી હતી તે યાદ હતું. ચા નાખીને

ગેસ બંધ કરી દીધો.

         કાચના કબાટમાંથી નવી સરસ કીટલી કાઢી તેમાં ગાળી.  ટેબલ સજાવી

પાંઉને કડક કરવા ટોસ્ટરમાં મૂક્યા. દોડતી જઈ પપ્પાને બોલાવ્યા, મમ્મીને બાજુમા

બેસાડી કહે ચાલો સાથે બેસીને મોજ માણીએ.

     મમ્મી ત્યાંજ હતી. બધા તાલ જોતા મનમા મુસ્કાતી હતી. કિંતુ વહાલસોઈ દિકરીને

નારાજ કરવી ન હતી. કિટલીમાંથી ચા બધાને આપે ત્યાંતો ટોસ્ટરમાંથી ધુમાડા નિકળ્યા.

મોહિની ટોસ્ટરનું સેટિંગ કરવાનું ભૂલી ગઈ હતી. પપ્પા કહે બેટા કાંઈ નહી આપણે ચાની

મોજ માણીએ. ચામાં સાકરને બદલે મીઠું નખાઈ ગયું હતું. વાઘ બકરી ખૂબજ તેજ હોય છે.

રંગ હતો એકદમ કથ્થાઈ. જેવો ચાનો કપ મોહિનીએ મોઢે માંડ્યો કે તેના ચહેરાની સિકલ

ફરી ગઈ. રડું રડું થતું તેનું મુખારવિંદ મમ્મીથી ન જોઈ શકાયું. વહાલ કરી , હાથ પસવારતા

કહે બેટા હું બનાવું તે તું જો. આજે બેસ બીજી વખત તારા હાથની——————

ઈશ્વરનું કમપ્યુટર

September 3rd, 2009

સ્ત્રી પુરૂષનો થયો સમાગમ

નન્હા જીવનું થયું આગમન

ઈશ્વરના કમપ્યુટરમાં નિયમન

ફરી કદી ન તેનું ચિંતન  

“કટલા શ્વાસ લેવાના

કઈ ભાષા બોલવાની

કયો ધર્મ પાળવાનો

કઈ જાતિ અવતરવાની

કેવો દેખાવ પામવાનો

કેટલી ઉંચાઈ મળવાની

અભ્યાસ કેટલો કરવાનો

સંસ્કાર કેટલા કેળવવાનો

કેવી પ્રગતિ સાધવાનો

માબાપનું નામ ઉજાળવાનો

તેમના કાળજા વિંધવાનો

લગ્નની બેડીમાં બંધાવાનો

પ્રગતિના સોપાન ચઢવાનો

સંસારમાં સરતો રહેવાનો

ગળા ડૂબ ડૂબવાનો

કુટુંબની લપમાં પડવાનો

જગતમાં નામના કાઢવાનો

પ્રસિધ્ધિના શિખરે બિરાજવાનો

સંસારમાં કાળાધોળા કરવાનો

અંધારી ગર્તામાં ધકેલાવાનો

હળીમળી આનંદે જીવવાનો

જીવન સાર્થક કરવાનૉ

અંત સમયે રિબાવાનો

હસતે મુખડે સિધાવવાનો

દર્શન ન કરી શક્યો

August 19th, 2009

આ માણસ ઘણું બધુ થઈ ગયો

માત્ર માણસ, માણસ ન થઈ શક્યો

લાગણીઓનો વેપાર કરતો થઈ ગયો

લાગણીઓ પર વિચાર ન કરી શક્યો

બિનશાકાહારી ખાતો થઈ ગયો

ફળાહાર પર ન જીવી શક્યો

દુનિયાભરના બણગા મારતો થઈ ગયો

ભારતયાત્રાનો લહાવો ન લઈ શક્યો

બાળકોને ખૂબ લાડ કરતો થઈ ગયો

માતાપિતાના પ્યારની કદર ન કરી શક્યો

સ્વાર્થી, કાળાધોળા કરતો થઈ ગયો

નિઃસ્વાર્થી, સજ્જનતા ન દાખવી શક્યો

મિત્રતાનું વર્તુળ વિસ્તારતો થઈ ગયો

સાચા પ્યારની પહેચાન ન કરી શક્યો

કુટુંબની અવહેલના કરતો થઈ ગયો

ખુલ્લી આંખે સત્યનું દર્શન ન કરી શક્યો

હસવાની મનાઈ છે

May 18th, 2008
  •          લેખક અને કવિઓનો વાર્તાલાપ ચાલી રહ્યો હતો.
          ખૂબ સુંદર માહોલ હતો.
        
          એક બહુ વિદ્વાન કવિ મિત્રની ઓળખવિધિ ચાલી રહી હતી.
         
          તેમના લંગોટિયા મિત્ર બોલ્યા. ચાલો હવે આપણે સાંભળીશું
             આપણા વિદ્વાન અને અનુભવી લેખક “કામદાર”ની  ઝલક
              ભરી રસમય કવિતાઓ. તેમની શી ઓળખાણ આપું.તેઓ
              કારખાનું છે .’કવિતાનું.’ 

             હા તેમા થોડી અતિશયોક્તિ હશે? પણ મારાથી ન રહેવાયું.
     ધીરે રહી ને કહ્યું , હા ‘એટલેજ મને હાથ વણાટનું ખાદી વધુ
        ગમે . જેમા કલા અને વૈવિધ્યતા જણાય.
                

પૂજ્ય બાપુ એક વખત સાંજના સમયે રેંટિયા પર તેમનું
          સૂતર કાંતી રહ્યા હતા. શાંત ચિત્તે કાંતતા તમના મનમા ઘણી
          બધી આંટી ઉકેલાય. ભારત માતાને આઝાદી અપાવવી હતી.
          એવામા બંગાળના સૂબાનો દિકરો મલવા આવ્યો. બાપુ,
      પ્રણામ. થોડીવાર થઈ ,યુવાનથી રહેવાયું નહી. એને એમ કે
          બાપુ તેની સાથે આશ્ચર્ય પામી વાતો એ વળગશે. ધાર્યો પ્રતિકાર
          ન મળતાં ફરીથી કહે , બાપુ, હું બંગાળના સૂબાનો દિકરો.
       બાપુ કહે, મહાદેવ આને ‘બે ખુરશી આપો.’ એ મોટો માણસ
         છે.

        આવી હતી આપણા પૂ. બાપુની મઝાક કરવાની આદત.       

   

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.